આજની ભાગદોડવાળી જિંદગીમાં સૌની જોડે સમયનો અભાવ છે અને દરેક વ્યક્તિએ દરેક વસ્તુની તાત્કાલિક જરૂર હોય છે, પછી તે ખોરાક હોય કે સુંદર દેખાવાનું હોય. આજના સમયમાં સ્ત્રીઓ ગોરી અને સુંદર સ્કિન મેળવવા માટે લાંબો સમય રાહ જોવા માંગતી નથી અને તેથી તેઓ એવી પદ્ધતિ અપનાવવાનું પસંદ કરે છે જે તુરંત પરિણામ આપે.
આવી સ્થિતિમાં મહિલાઓ બ્લીચ કરાવવાનો સૌથી સારો વિકલ્પ માને છે કારણ કે બ્લીચ ફેસિયલ ચહેરાના વાળને હળવા કરવાથી ત્વચા વધારે ચમકદાર બને છે. બ્લીચમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય છે જે એક બ્લીચિંગ એજન્ટ છે.
આ હાઇડ્રોજન પેરોક્સાઇડ જ આપણા વાળને હળવા કરવામાં મદદ કરે છે અમે આનાથી ત્વચા વધુ ચમકદાર અને ગોરી દેખાવા લાગે છે. બ્લીચ તરત જ પરિણામ આપે છે પરંતુ તે તમારી ત્વચા પર ઘણી પ્રતિકૂળ અસરો એટલે કે નુકસાન પણ કરે છે. જેના વિશે વિસ્તૃતમાં આપણે આજના આ લેખમાં જાણીશું.
ત્વચા એલર્જી : બ્લીચિંગથી તમારી ત્વચાની એલર્જી થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. હકીકત માં બ્લીચિંગમાં ઘણા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારી ત્વચાને ફાયદો ઓછો અને નુકસાન વધારે પહોંચાડે છે.
તો આવી સ્થિતિમાં કેટલીક મહિલાઓને બ્લીચ લગાવવાથી ત્વચામાં બળતરા થવા લાગે છે, ખંજવાળ ઉત્પન્ન થાય છે, લાલ ફોલ્લીઓ થાય છે અને સોજો આવી શકે છે.
ત્વચામાં મેલેનિન ઘટે છે : આપણે જાણીએ છીએ કે બ્લીચમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય છે જે ત્વચાના વાળને હળવા કરવામાં મદદ કરે છે પરંતુ અહીં તમારે એ પણ જાણવું જરૂરી છે કે તે તમારી ત્વચાને સીધી ચમક નથી આપતું. તેના બદલે તે ત્વચામાં રહેલા મેલેનિનનું ઉત્પાદન ઘટાડે છે.
જ્યારે ત્વચામાં મેલેનિન ઓછું થાય છે ત્યારે તેના કારણે તમને ચહેરા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. બ્લીચ તમારી ત્વચાને થોડીવાર માટે ચમકદાર બનાવે છે પરંતુ વાસ્તવમાં તેની સાથે તે તમારી કુદરતી સુંદરતા છીનવી પણ લે છે.
આ કોઈ કાયમી ઉપાય નથી : એ વાત સાચી છે કે બ્લીચ કરવાથી તમારી ત્વચા સુંદર બની જાય છે. પરંતુ તેનો ગેરફાયદો એ પણ છે કે તે કાયમી માટેની બ્યુટી ટ્રીટમેન્ટ નથી. જો તમારા ચહેરા પર ઘણા બધા વાળ છે તો તમારે મહિનામાં ઓછામાં ઓછું એકવાર તો બ્લીચ કરાવવું પડશે.
જો તમારી સ્કિન દર મહિને કેમિકલના સંપર્કમાં આવે છે તો તેનાથી ત્વચાને નુકસાન થવાનું જ છે. તો આવી સ્થિતિમાં કુદરતી રીતે સુંદર દેખાવા માટે તમે બ્લીચને બદલે ફેશિયલ વેક્સનો ઉપયોગ કરો તે વધારે સારું રહેશે .
આંખને નુકસાન કરે છે : બ્લીચ તમારી ત્વચા પર જ નકારાત્મક અસર છોડે છે અને તેની સાથે તે તમારી આંખોને પણ નુકસાન પહોંચાડે છે. હકીકતમાં બ્લીચિંગ એજન્ટોમાં તીવ્ર ગંધ હોય છે તેથી જયારે તેને તેને ત્વચા પર લગાવવામાં આવે ત્યારે તે તમારી આંખોમાં બળતરા ઉત્પન્ન કરે છે.
જયારે તમે બ્લીચ કરો છો ત્યારે તમને ઘણીવાર આંખો બંધ રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. જો તમે બ્લીચ કરતી વખતે આંખો ખુલ્લી રાખો છો તો તમને આંખોમાં બળતરા, આંખોમાં લાલાશ અથવા આંખોમાં પાણી આવી શકે છે.
બ્લીચ કરાવતી વખતે આ ખાસ બાબતો ધ્યાનમાં રાખો : જો કે આમ તો બ્લીચમાં રહેલા કેમિકલ્સ ત્વચાને નુકસાન તો પહોંચાડે જ છે પરંતુ જો તમે તેની નકારાત્મક અસરોને ઓછી કરવા માંગતા હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જલ્દી જલ્દીથી બ્લીચ કરાવાથી બચો.
તમે એકવાર બ્લીચ કર્યા પછી ઓછામાં ઓછું એક મહિનાનું અંતર જરૂર રાખો. ત્વચા બ્લીચ લગાવ્યા પછી વધારે સમય સુધી ના છોડો. આમ કરવાથી ત્વચામાં બળતરા થાય છે અને તેનાથી નુકસાન પણ થાય છે. જો તમને કોઈ ત્વચાની એલર્જી હોય અથવા તમારી સંવેદનશીલ ત્વચા હોય હોય તો બ્લીચનો ઉપયોગ કરવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ.
જો તમે સુરક્ષિત રીતે તુરંત ગ્લો મેળવવા માંગતા હોય તો બ્લીચને બદલે ફેશિયલ વેક્સનો વિકલ્પ પસંદ કરી શકો છો. તેમાં થોડો દુખાવો જરૂર થાય છે પરંતુ ચહેરાના વાળ દૂર થયા પછી ત્વચા ચમકદાર બને છે તેની સાથે ચહેરાની ટેનિંગ પણ વેક્સિં%E