ladoo recipe in gujarat
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે જોઈશું ઉનાળા માટે એકદમ સ્પેશિયલ લાડુ ની રેસિપી. આ લાડુ એકદમ ભરપૂર મસાલા નાંખીને બનાવવામા આવે છે જેથી તમારી ઘણી એવી બિમારીઓ સામે રક્ષણ આપે છે. આ લાડુ ખાવાથી શરીર ની તકલીફો જેવી કે હાથપગ ની બળતરા,આંખોની બળતરા, માઇગ્રેન,  માથાનો દુખાવો જેવી ઘણી બધી બિમારીઓ સામે રક્ષણ આપે છે.

ઉનાળામાં વધારે પડતી ગરમીથી જો તમારા શરીર માં નાની મોટી તકલીફો પડતી હોય તો આ લાડુ તમારા પેટ ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ લાડુ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરવાનો નથી. આ લાડુ બનવામાં એકદમ સોફ્ટ બને છે. તો ચાલો જોઇલો રેસિપી બનાવવાની રીત.

  • સામગ્રી:-
  • એક કપ છીણેલું સૂકું ટોપરું
  • અડધો કપ કાજુ
  • અડધો કપ બદામ
  • બે કપ મખાનાં
  • ૧/૩ કપ મગજતરી નાં બીજ
  • ૨ મોટા ચમચા ઘી(૯૦ ml)
  • અડધી ચમચી ઇલેચી પાઉડર
  • એક કપ સુકી દ્રાક્ષ
  • સવા કપ(૨૦૦ ગ્રામ)

ઉનાળામા સ્પેશિયલ લાડુ બનાવવાની રીત:

સૌ પ્રથમ સૂકું ટોપરું લઈ તેને છીણી ની મદદ થી છીણી લો. હવે એક મીકસિંગ બાઉલમાં અડધો કપ કાજુ, બદામ, બે કપ મખાના અને ૧/૩ કપ મગજતરીનાં બીજ સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. અહિયાં તમારે એકદમ ભુક્કો કરી દેવાનો નથી. થોડું કરકરો રહે, એવી રીતે બધુ ગ્રાન્ડ કરી લો.

જો ગ્રાઇન્ડ થયા પછી ક્યાંય મોટાં ટુકડાં દેખાય તો તેને પીસી લો. હવે એક પેન મા ઘી એડ કરી ગરમ થવા દો. ઘી ગરમ થાય એટલે તેમા ગ્રાઇન્ડ કરેલો ભૂકો એડ કરી ૪-૫ મીનીટ માટે ઘી સાથે શેકી દો.

૪-૫ મીનીટ ધીમા ગેસ પર સારી રીતે શેક્યા પછી તેમાં અડધી ચમચી એલચી પાઉડર અને સુકી દ્રાક્ષ એડ કરી સારી રીતે શેકી દો. સુકી દ્રાક્ષ એડ કર્યાં પછી ફકત ૧-૨ મીનીટ માટે જ શેકવું. હવે બધું શેકાઈ જાય એટલે ગેસ પરથી બધો મસાલો ઉતારી દો.

હવે એક બીજી પેન ગેસ પર મૂકી એક મોટો ચમચો ઘી એટલે કે ૧/૪ કપ ઘી એડ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું ટોપરું એડ કરી સારી રીતે શેકી દો. અહિયાં ટોપરું તમારે ૨-૩ મીનીટ માટે જ શેકવાનું છે.

ટોપરું સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં શેકેલા દ્રાયફ્રુટ નાં મિશ્રણ ને એડ કરી લો. હવે બધું સારી રીતે હલાવી મિક્સ કરી દો. અહિયાં આપણું મિશ્રણ મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામિન્સ થી ભરપુર થઈ ગયું છે.

હવે એક પેન મા ૨૦૦ ગ્રામ મિશ્રી એટલે કે સવા કપ મીશ્રી એડ કરી તેમાં એક કપ પાણી એડ કરી ગરમ થવા દો. બધી મિશ્રિ પાણીમાં ઓગળી જાય અને મધ જેટલી ચાસણી થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી, બનાવેલાં મિશ્રણ માં આ ચાસણી ને એડ કરો.

ચાસણી એડ કર્યાં પછી બધું સારી રીતે હલાવી દો. હવે મિશ્રણને  થોડું ઠંડું થવા દો. મિશ્રણ થોડુ ઠંડું થઇ જાય પછી બંને હાથમા તેલ લગાવી થોડું થોડું મિશ્રણ લઈ હાથની મદદ થી લાડુ વાળી લો. તો અહિયાં તમારા લાડુ બનીને તૈયાર છે.

ટોપરું ખાવાના ફાયદા: ટોપરું એ આપણા શરીર માટે ખુબજ લાભદાયી છે. આયુર્વેદ માં માનવામાં આવ્યું છે કે  દરરોજ એક કાસલી ટોપરું ખાવું જોઈએ. પણ જો તમે દરરોજ ટોપરું નાં ખાઈ શકતા હોય તો તમે આ રીતે લાડુ બનાવીને ખાઈ શકો છો. ટોપરામાં મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન ભરપૂર માત્રામાં હોય છે.

આ ટોપરું  શરીર ને હાઇડ્રેડ રાખે છે, તે શરીર ને ડીહાઈડ્રેડ થવા દેતું નથી. સાથે તે શરીર ને ઠંડક પુરી પાડે છે. વાળ અને સ્કિન ને હેલ્ધી રાખવા ટોપરું ખાવુજ જોઈએ.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

2 replies on “હાથ-પગની બળતરા, માઇગ્રેન, ઈમ્યુનીટી, અને માથાનો દુઃખાવો દૂર કરનારા લાડુ – ladoo recipe in gujarati”