બ્રિટનમાં થયેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે જો તમે દરરોજ 20 થી 25 મિનિટ ચાલો તો લગભગ 37000 લોકોનાં જીવ ગંભીર રોગોથી બચી શકે છે. રેમ્બલર એન્ડ મૈકમિલન કેન્સર સપોર્ટ સંસ્થા દ્વારા કરાયેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે ચાલવાથી હૃદય, કેન્સર અને ડાયાબિટીસને ફાયદો થાય છે. અઠવાડિયામાં 150 મિનિટ ચાલવાવાળા ફિટ અને એક્ટિવ રહેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ઘોંઘાટ વાળો વિસ્તાર હૃદય માટે ખતરનાક : જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં સતત અવાજ આવે છે, તો તમને હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે. યુકેમાં હિથ્રો એરપોર્ટ નજીક રહેતા લોકો પર કરવામાં આવેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે તેમને હાર્ટ એટેક અને લોહી પરિભ્રમણ સબંધી રોગોનું વધુ જોખમ છે. અતિશય અવાજ બ્લડ પ્રેશરને વધારે છે, નિંદ્રાને ખલેલ પહોંચાડે છે અને હૃદયરોગનું જોખમ વધારે છે.
વરિયાળી આંખોની દ્રષ્ટિ વધારે છે. તે યાદશક્તિમાં વધારો કરે છે, ઉધરસ દૂર કરે છે, દૃષ્ટિ તીવ્ર કરે છે અને કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત કરે છે. આ સિવાય વરિયાળીના પણ ઘણા ફાયદા છે.
દ્રષ્ટિ : સાકર સાથે વરિયાળી ખાવાથી આંખોની રોશની સુધરે છે. પેટમાં દુ:ખાવો: શેકેલી વરિયાળી ખાવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.
પાચન: તેને ખાવાથી લીવર બરાબર રહે છે, જેના કારણે પાચક શક્તિ મજબૂત બને છે. ખાટાં ખાટા ઓડકાર : એક ગ્લાસ પાણીમાં વરિયાળી ઉકાળીને તેને સાકાર સાથે પીવાથી ફાયદો થાય છે.
શ્વાસ ની દુર્ગંધ : વરિયાળી ખાવાથી શ્વાસમાંથી દુર્ગંધ આવતી નથી. કબજિયાત : દૂધ, ગુલકંદ અને વરિયાળી પીવાથી કબજિયાત મટે છે. ત્વચામાં ગ્લો: દરરોજ સવાર-સાંજ વરિયાળી ખાવાથી ત્વચા ચમકદાર બને છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.