જાણી લો કઈ વસ્તુ ગરમ તાસીરની અને કઈ ઠંડી પ્રકૃતિની

0
1437
thandi ane garam tasir ni vastu

આયુર્વેદ મુજબ જો તમે ગરમના તાસીર ના છો એટલે તમારું તાસીર ગરમ પ્રકૃતિ છે તો તમારે ગરમ પ્રવૃત્તિ વાળી વસ્તુ ઓછી ખાવી જોઈએ અને જો તમારું શરીર ડી પ્રકૃતિનું છે તો તમારે ઠંડી વસ્તુ ઓછી ખાવી જોઈએ..

હવે તમારું શરીર ઠંડી પ્રકૃતિનું છે અને ઠંડી વસ્તુઓ વધારે પડતી ખાવામાં આવે તો તમને વાયુના રોગ થાય, કફના રોગો, વાયુના કારણે સાંધાના અને અન્ય પ્રકારના દુખાવા પણ થઈ શકે.

જો તમારું શરીર ગરમ પ્રવૃત્તિનું છે અને ગરમ વસ્તુઓ વધારે પડતી ખાવામાં આવે તો પેટના રોગ થાય, એસીડીટી થાય અને હૃદયના રોગ પણ તમને થઈ શકે. તો આપણે એવી અમુક વસ્તુઓ જે તમે રોજ ઉપયોગ કરતા હોય, તેવી ગરમ વસ્તુ અને ઠંડી વસ્તુઓ વિશે માહિતી મેળવીએ.

તો સૌથી પહેલાં તો તમને ગરમ તાસીરની વસ્તુઓ વિશે માહિતગાર કરું છું. તેમાં તમે જ દહીં, ઈંડા, પપૈયું, લાલ મરચું આ બધી ગરમ પ્રવૃત્તિની વસ્તુઓ છે. લાલ મરચું અને પપૈયું વિટામિન સી ધરાવે છે તે ખાવાથી ફાયદા કારક છે પરંતુ ગરમપ્રકૃત્તિ વાળું હોવાથી પિત્તને વધારે છે.

આ ઉપરાંત ચા, રીંગણાં, ગાજર, ગોળ, અજમો, પાકી કેરી પણ ઘણા બધા તત્વો ધરાવે છે પરંતુ તેની અંદર પણ પરમ પ્રકૃતિ છે એટલે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે. આ ઉપરાંત અંજીર, અખરોટ અને બદામ જેવા ડ્રાયફ્રુટ પણ ગરમ પ્રકૃતિના છે.

ઉપરાંત તેમાં સફેદ-કાળા તલ હોય બંને ગરમપ્રકૃત્તિ માં આવે છે. અમુક ખજૂર છે ગરમ પ્રકૃતિ અને અમુક પ્રકારનો ખજૂર છે એક ઠંડી પ્રકૃતિનો હોય છે. દેશી ઘી છે ગરમ પ્રકૃતિ, હળદર, ભેંસનું દૂધ તુલસી, ફૂદીનો, ગરમ મસાલા મોટાભાગના છે એ બધી જ વસ્તુઓ ગરમ પ્રકૃતિ છે જે તમારા શરીરમાં જો વધારે તમે એનું સેવન કરો તો પિત્ત ને લગતા રોગ થઈ જાય, જેમાં એસિડિટીની સમસ્યા સર્જાઈ શકે.

ઠંડી તાસીર ની વસ્તુની વાત કરીએ તો, સૌથી વધારે ઠંડી વસ્તુ માં ઈલાયચી જે ગ્રીન આવે છે. આ ઉપરાંત વરિયાળી છે એ મિક્સ તાસીર ની કહેવાય કારણ કે વરિયાળીનું પાણીમુ સેવન કરો તો તમને ઠંડુ રાખે છે.

આ ઉપરાંત અળસી ના દાણા છે એ પણ ઠંડી પ્રકૃતિ, આમળાનું સેવન કરો ઠંડી પ્રકૃતિ, લીલા ધાણા એ પણ ઠંડી પ્રકૃતિ, ચોખા, બીટ, અનાનસ, તડબૂચ જેવા ફળો આ ઉપરાંત ગાયનું દૂધ છે એ પણ ઠંડી પ્રકૃતિનું છે, બકરીનું દૂધ ઠંડી પ્રકૃતિનું.

આ સિવાય ઘણી બધી વસ્તુઓ છે ગરમ અને ઠંડી પ્રકૃતિની છે. અહીંયા મહત્વની વસ્તુઓ વિશે મેં જણાવી દીધું આ તમામ વસ્તુઓ છે તમારે તમારા પ્રકૃતિ અનુસાર ખાવી જોઈએ ઉપરાંત શિયાળો ઉનાળો અને ચોમાસુ અમુક વસ્તુઓનું સેવન તમારે ઓછું કરવું જોઈએ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.