શિયાળામાં મળતી આ વસ્તુનું સેવન ભરપૂર પ્રમાણમાં કરી લો, હૃદય રોગ અને કેન્સર સહિત અનેક રોગોના જોખમને ઘટાડી શકે છે

kobij khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતમાં સીઝન પ્રમાણે દરેક શાકભાજી અને ફ્રૂટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે શિયાળાની શાકભાજીને ગૃહિણીઓ ખુબજ પસંદ કરે છે. શિયાળામાં લીલી શાકભાજી ખુબજ પસંદ કરવામાં આવે છે. લીલી શાકભાજી ખાવાથી શરીરમાં જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે.

તો અહીંયા આપણે એક એવી જ વસ્તુ વિશે જોઈશું જે શરીર માટે ખુબજ ઉપયોગી છે. તો અહીંયા જે વસ્તુ વિષે વાત કરીએ છે તે વસ્તુ છે “કોબી”. શિયાળામાં કોબી ખુબજ સરળતાથી મળી રહે છે. કોબી સ્વાદમાં અદ્ભુત હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે હૃદય રોગ અને કેન્સર સહિત અનેક રોગોના જોખમને ઘટાડી શકે છે. એક અભ્યાસ અનુસાર વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે કોબી ખાવાનું ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે.

અભ્યાસ દર્શાવે છે કે કોબીમાં આવા ઘણા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે ખાસ ફાયદાકારક માનવામાં આવે છે. કોબીમાં વિટામિન સી અને વિટામિન બી6 જેવા પોષક તત્વો પણ ભરપૂર હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કોબી ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

પાચન માટે ફાયદાકારક: કોબીમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. એક કપ કોબીજ 3 ગ્રામ ફાઈબર પ્રદાન કરે છે, જે તમારી દૈનિક જરૂરિયાતના 10 થી 12 ટકાને પૂર્ણ કરી શકે છે. ફાઇબર તમારા આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, જે પેટને વધવાથી ઘટાડીને પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે ઉપયોગી: કોબી માં ઘણા એવા તત્વો રહેલા છે જે વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે. કોબીજમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે, તેથી તે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. ફાઇબરના સારા સ્ત્રોત તરીકે, કોબી પાચનને ધીમું કરે છે જેથી પેટ ભરેલું લાગે છે અને ખાવાની ઇચ્છાને ઘટાડે છે, જે વજન નિયંત્રણમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે.

એન્ટીઑકિસડન્ટનો સારા સ્રોત: કોબીને એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે શરીરમાટે નુકસાનકારક મુક્ત રેડિકલથી રક્ષણ આપે છે. કોબીમાં ગ્લુકોસિનોલેટ્સ અને આઇસોથિયોસાયનેટ્સ નામના એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે કેન્સર જેવા ગંભીર રોગોના જોખમથી બચાવવામાં મદદ કરી શકે છે.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.