juicer care tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

જે રીતે દિવસે ને દિવસે માણસોની સંખ્યા વધી રહી છે તેજ રીતે તેમની સમસ્યાઓ અને બીમારીઓમાં પણ ખુબજ વધારો થઇ રહ્યો છે. આ સમસ્યાઓમાં સમગ્ર વિશ્વમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. એક અભ્યાસ અનુસાર જે રીતે હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાજોખમ વધુ છે તેજ રીતે અન્ય વિવિધ રોગોનું જોખમ પણ વધારે છે.

હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદય રોગનું જોખમ સૌથી વધુ હોવાનું માનવામાં આવે છે. એક પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં, આરોગ્ય નિષ્ણાતોએ હાઈ બ્લડ પ્રેશર, તેમાં ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર, આરોગ્ય માટે ગંભીર જોખમ તરીકે વર્ણવામાં આવ્યું છે.

નિષ્ણાતોના મતે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે માત્ર હૃદય રોગ જ નહીં, પરંતુ શરીરના અન્ય ઘણા અંગો જેમ કે કિડની અને આંખોને પણ નુકસાન થઈ શકે છે. મોટા આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં વૈશ્વિક પ્રગતિ ધીમી રહી છે. આ જ કારણ છે કે તાજેતરના વર્ષોમાં હાઈ બ્લડ પ્રેશરને કારણે અન્ય વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે છે.

તો ચાલો જાણીએ હાર્ટની બીમારીઓ સિવાય હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા કઈ બીમારીઓનું જોખમ વધારી શકે છ. હાયપરટેન્શનને કારણે વધતી અન્ય સમસ્યાઓ: એક અભ્યાસ અનુસાર હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ બમણું કરે છે. આ સિવાય તે કિડની ફેલ થવાનું, દ્રષ્ટિ ગુમાવવાનું અને અલ્ઝાઈમરનું જોખમ પણ વધારે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને આવી તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. આ સમસ્યાઓને નિયંત્રિત કરવામાં માટે આપણા આહાર અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરવો પડે છે. આપણા આહાર અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરવાથી આ સમસ્યાને સરળતાથી નિયંત્રિત લાવી શકીએ છીએ.

હવે જાણો કે આરોગ્ય નિષ્ણાતો શું કહે છે?: હેલ્થ એક્સપર્ટના મતે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે નિયમિતપણે બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ. આ ઉપરાંત, તમે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓની સાથે દરરોજ તમારી જીવનશૈલીમાં કસરતને સ્થાન આપો એટલે કે દરરોજ દવા સાથે કસરત કરો.

દવા સાથે કસરત કરવાથી તમે સરળતાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. કાર્ડિયોલોજિસ્ટ્સ કહે છે કે શારીરિક પ્રવૃત્તિ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સાથે સાથે તે તમારા વજનને નિયંત્રણમાં રાખવામાં અને તણાવના સ્તરને ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

તમારું વધતું વજન ખતરો પેદા કરી શકે છે: હેલ્થ એક્સપર્ટના મતે વજન વધવું સ્વાસ્થ્ય માટે ઘણા કિસ્સામાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. સર્વે અનુસાર , વધારે વજન પ્રજનનક્ષમતા, શ્વસન કાર્યથી લઈને મેમરી અને મૂડ સુધીની દરેક વસ્તુને અસર કરી શકે છે. વધુ વજન ડાયાબિટીસ, હૃદય રોગ અને કેટલાક પ્રકારના કેન્સર જેવા રોગોનું જોખમ પણ વધારે છે.

ધૂમ્રપાનની આદત: સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સિગારેટ પીવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર 20 પોઈન્ટ વધી જાય છે. હાર્વર્ડ અભ્યાસમાં , વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે ધૂમ્રપાન અને આલ્કોહોલ જેવા પરિબળો અકાળ મૃત્યુનું જોખમ અનેક ગણું વધારે છે. ધૂમ્રપાન માત્ર બ્લડ પ્રેશર વધારવા સાથે તે શ્વસન સહિત અન્ય ઘણા ગંભીર રોગોનું જોખમ પણ વધારે છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા