pudina paratha recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સવારનો હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો તમારો આખો દિવસ ખુશ ખુશાલ બનાવે છે. પરંતુ સવારના નાસ્તામાં એવી વાનગી બનાવવી જોઈએ કે જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારી હોય અને સ્વાદની દૃષ્ટિએ પણ મજેદાર હોય. મોટાભાગના બાળકો ખાવા-પીવાના ખુબજ શોખીન હોય છે આઠે સાથે તે હેલ્ધી ફૂડને બદલે જંક ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે.

તેઓને મેગી અને પાસ્તા જેવી વાનગીઓ ખુબજ પસંદ હોય છે. પરંતુ આ બધું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, બાળકો માટે ખાસ રેસિપી સાથે સ્વાદિષ્ટ ,આરોગ્યપ્રદ વાનગીઓને બનાવો, જેથી બાળકો તેને પસંદ કરે તેને દિલથી ખાઈ શકે. મોટાભાગના ઘરોમાં નાસ્તામાં પરાઠા બનાવવામાં આવે છે.

જો તમે સવારના નાસ્તામાં પરાઠા બનાવવા જઈ રહ્યા છો, તો તેને થોડીક જુદી જ રીતે બનાવો જેથી બાળકો અને પરિવારના બીજા લોકો તેને દિલથી મનમુકીને ખાય. તો અહીંયા તમને નાસ્તામાં ફુદીનાની મદદથી સ્વાદિષ્ટ મસાલા પરાઠા બનાવવાની ખાસ રેસિપી જણાવીશું. આ મસાલા પરાઠા ખાવામાં સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી છે.

તો ચાલો જોઈએ ફુદીનામાંથી બનેલા મસાલા પરાઠાની ખાસ રેસિપી વિશે. આમ તો સામાન્ય રીતે ફુદીનાનો ઉપયોગ બધાના ઘરની અંદર થાય છે. પાણીપુરીનું પાણી બનાવવા ફુદીનાનો ઉપયોગ ચોક્કસ થાય છે. પાણીપુરી નું પાણી ફુદીના વગર એટલું સ્વાદિષ્ટ બનતું જ નથી.

ફુદીનામાંથી બનાવેલી ચટણી જે આપણા ભોજનની અંદર સ્વાદ ઉમેરવા ની સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ ઘણા બધા ફાયદા કરે છે આપણા આયુર્વેદ ની અંદર ફુદીના ને કફ, વાત જેવી સમસ્યા દૂર કરનાર સાથે સાથે ભૂખ વધારનાર,તાવ, પેટ ની સમસ્યાઓ તેમજ ઘણી બધી સમસ્યાઓ દૂર કરનાર ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ફુદીના મસાલા પરાઠા માટેની સામગ્રી: બે કપ ઘઉંનો લોટ, 10-12 ફુદીનાના પાન, તેલ અથવા ઘી અથવા માખણ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, વરિયાળી, એક સૂકું લાલ મરચું, ચાટ મસાલો.

ફુદીનાના પરાઠા બનાવવાની રીત: સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, તેલ અને સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો. તેમાં પાણીથી સારી રીતે ધોયેલા ફુદીનાના બારીક સમારેલા તાજા પાન ઉમેરો અને લોટને સારી રીતે ભેળવો. લગભગ અડધો કલાક લોટને ઢાંકીને રાખો. જેથી લોટ બરાબર સેટ થઈ જાય.

ત્યાં સુધીમાં ફુદીનાના પરાઠા માટે મસાલો તૈયાર કરો. આ મસાલા માટે એક કડાઈમાં ફુદીનાના પાન નાખીને ધીમી આંચ પર તળી લો.આ દરમિયાન પાંદડાને સતત હલાવતા જાઓ. જ્યારે પાન ક્રિસ્પી થઈ જાય ત્યારે તવામાંથી ફુદીનાના પાન કાઢી લો.હવે એજ પેનમાં જીરું, વરિયાળી અને સૂકા લાલ મરચાં નાખીને ધીમા ગેસ પર થોડીવાર સાંતળી લો.

જ્યારે જીરામાંથી સુગંધ આવવા લાગે ત્યારે બધા મસાલા કાઢી લો અને તેને એક પ્લેટમાં લઇ ઠંડા થવા દો. પછી બધા મસાલા અને શેકેલા ફુદીનાના પાનને ગ્રાઇન્ડરમાં નાખીને બારીક પીસી લો. આ ગ્રાઉન્ડ મસાલામાં એક ચમચી ચાટ મસાલો ઉમેરો. હવે કણકના નાના-નાના બોલ બનાવો

કણકને પાતળી રોટલીની જેમ વાળી લો અને તેની ચારે બાજુ થોડું તેલ લગાવો.પછી સૂકો લોટ છાંટવો અને તૈયાર મસાલો છાંટવો અને રોટલીને લચ્છા પરાઠાની સ્ટાઈલમાં ફોલ્ડ કરો જેથી ઘણા સ્તરો બને. હવે પરાઠાને પાથરી લો અને તેને તવા પર મીડીયમ ફ્લેમ પર પકાવો.

બંને બાજુ તેલ કે ઘી વડે શેકી લો. કિનારીઓને સારી રીતે કુક કરો. તો અહીંયા તમારા ફુદીનાનો ઉપયોગ કરીને બનાવેલા ફુદીના મસાલા પરાઠા તૈયાર છે, જેને તમે ગરમાગરમ સર્વ કરી શકો છો.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા