કીવી ફળ એન્ટીઑકિસડન્ટો, એન્ટી ઈફ્લેમેટરી, એન્ટિ-હાયપરટેન્સિવ, એન્ટિ-થ્રોમ્બોટિક, મિનરલ્સની સાથે વિટામિન્સથી ભરપૂર હોય છે. જ્યારે કોઈપણ ફળમાં ઘણા બધા પોષક તત્વો હોય તો તેનું સેવન તો કરવું જોઈએ ને.
તમને જણાવી દઈએ કે દરરોજ એક કીવીનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, જે તમને ઘણી બીમારીઓથી દૂર રહેવામાં મદદ કરશે. તમે કિવીને એમ પણ ખાઈ શકો છો અથવા સલાડ, સ્મૂધી અથવા અન્ય કોઈપણ વાનગીમાં તેનો ઉપયોગ કરી શકો છો. કિવીના બીજ અને છાલને પણ ખાવામાં આવે છે.
જો કે કીવી મુખ્યત્વે એક ચાઈનીઝ ફળ છે, પરંતુ તેના ગુણધર્મોને જોતા તે આજે વિશ્વના ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતના કેટલાક વિસ્તારોમાં પણ કિવીની ખેતી થાય છે, પરંતુ તેમ છતાં આપણે તેને બીજા દેશમાંથી ભારતમાં લાવવું પડે છે.
આજે આ લેખમાં અમે તમને વિટામીન C, K, E અને કેલ્શિયમ, ફોલેટ, પોટેશિયમ, ફાઈબરથી ભરપૂર કીવી કઈ બીમારીઓમાં રાહત આપી શકે છે તેના વિશે વિસ્તારથી જણાવી રહયા છીએ.
પાચન સુધારવા માટે
ફાઇબરથી ભરપૂર કીવી ફળ તમારા પાચનને સુધારવામાં મદદ કરે છે. જો તમે કબજિયાતથી પરેશાન છો તો કિવીનું સેવન કરો. તેમાં રહેલ લૈકસેટિવ પેટને સાફ કરીને કબજિયાતમાં રાહત આપે છે.
લોહી ગંઠાઈ જવામાં મદદરૂપ
જો શરીરમાં લોહી ગંઠાઈ જાય છે તો સ્ટ્રોક, હાર્ટ એટેક અને કિડની સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી. કીવીમાં રહેલા એન્ટિ-થ્રોમ્બોટિક એટલે લોહી ન ગંઠાઈ તેવા ગુણો રહેલા છે.
અસ્થમા માટે ફાયદાકારક
એક રિસર્ચ દર્શાવે છે એ દરરોજ 1 ગ્રામ વિટામિન સીનું સેવન કરવાથી અસ્થમાના હુમલામાં ઘટાડો થાય છે. કીવી પણ વિટામિન સી થી ભરપૂર છે. તો જો તમે તેનું સેવન કોઈપણ સ્વરૂપમાં કરો છો તો તમને ફાયદો થઇ શકે છે.
આ પણ વાંચો: લોહી વધારવાની સાથે ગાલ લાલ ટામેટા જેવા કરવા હોય તો, આ 5 ફળો ખાવાનું શરુ કરી દો
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે
કીવી લોહીમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરીને ઇન્સ્યુલિન સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે, તેથી તેને લો ગ્લાઈસેમિક ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવ્યું છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો પણ તમે ડોક્ટરને પૂછીને મર્યાદિત માત્રામાં કીવીનું સેવન કરી શકો છો.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
કીવીમાં હાજર વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા કે કેરોટીનાઈડ અને પોલિફેનોલ શરીરને મુક્ત રેડિકલની ખરાબ અસરોથી બચાવીને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.
કીવીમાં એન્ટિ-હાયપરટેસિવ એટલે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરનાર ગુણધર્મો પણ છે. તે એન્ડોથેલિયલ ફંક્શન (હૃદય અને રુધિરવાહિનીઓને જોડતી પાતળી પટલ) સુધારવામાં પણ મદદરૂપ છે.
કીવીમાં ફોલેટ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે. સગર્ભા સ્ત્રીઓ માટે ફોલેટ એક આવશ્યક મિનરલ્સ હોય છે, જેની ઉણપને કારણે તમને એનિમિયા, થાક, નબળાઇ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વૃદ્ધત્વ વિરોધી લાભોથી ભરપૂર હોય છે. કીવીમાં વિટામિન્સ અને મિનરલ્સ એટલી મોટી માત્રામાં હોય છે કે તેનું નિયમિતપણે સેવન કરવાથી વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી થાય છે. તેનું સેવન કરવા સિવાય તમે તેનો ઉપયોગ ફેસ પેક તરીકે પણ કરી શકો છો.