meda no lot in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મેદો ધીમે ધીમે આપણી જિંદગીમાં એવી રીતે પ્રવેશી ગયો છે કે તેમાંથી બનાવેલ દરેક વસ્તુ આપણે હોસે હોસે ખાઈએ છીએ . પરંતુ તમને યાદ અપાવી દઈએ કે મૈંદામાંથી બનેલી વસ્તુઓ તમને સ્વાદ તો આપે છે પરંતુ સ્વાસ્થ્યના નામે અંગૂઠો છે એટલે કે જીરો.

તે આપણા શરીરના દરેક અંગને ખરાબ રીતે અસર કરે છે. મૈંદા વજન વધારવાની સાથે તે હૃદયને લગતી ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. તેથી જ મૈદાને સફેદ ઝેર પણ કહેવામાં આવે છે. આવો અમે તમને જણાવીએ કે મૈદાનું દરોજ સેવન કરવાથી કેટલી સમસ્યાઓ થાય છે.

એસિડિટી : તમને જણાવી દઈએ કે રિફાઇનિંગ પ્રોસેસમાં જ મૈંદામાં રહેલા બધા જ પોશાક તત્વોનો નાશ થાય છે છે અને તેની તાસીર એસિડિક બને છે. આ સાથે તે એટલું ચીકણું હોય છે કે આપણું પાચનતંત્ર તેને પચાવવામાં પણ અસમર્થ હોય છે, જેના કારણે એસિડિટીની શક્યતા વધી જાય છે.

કદાચ તમે જાણતા નહીં હોય, કે એસિડિક ખોરાક આપણા હાડકાને પણ અસર કરે છે. હાડકાંમાંથી કેલ્શિયમ ઓછું થાય છે અને હાડકાંની ઘનતા ઘટી જાય છે અને તેનાથી ગઠિયા અને ઈફ્લેમેશન જેવા રોગો આપણને ઘેરી વળે છે.

બ્લડ સુગર

મૈંદામાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ વધુ હોવાને કારણે, તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાઓ છો તો શરીરમાં શુગરનું સ્તર વધી જાય છે. આનાથી સ્વાદુપિંડ અતિશય સક્રિય બને છે અને જરૂરી કરતાં વધુ ઇન્સ્યુલિન છોડે છે.

જો તમે દરરોજ મૈંદાનું સેવન કરો છો તો આ પ્રક્રિયા દરરોજ થાય છે અને ધીમે ધીમે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘાઈ જાય છે અને તમે બ્લડ સુગરના દર્દી બની જાઓ છો.

પાચન સમસ્યાઓ

જો તમે મૈંદામાંથી બનેલી વસ્તુઓ ખાઓ છો તે આપણા આંતરડામાં ચોંટી જાય છે, જેના કારણે પાચનમાં ઘણી સમસ્યાઓ પેદા થાય છે. આના કારણે તમને કબજિયાત, એસિડિટી, પેટમાં દુખાવો અને બીજી ઘણી પેટ સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મૈંદાના લોટમાં બિલકુલ ફાઈબર નથી હોતું જેના કારણે તેને પચવામાં ખુબ જ લાંબો સમય લાગે છે. તે પાચન પ્રક્રિયાને ધીમું કરવાની સાથે મેટાબોલિજ્મને પણ ધીમું કરે છે. જેના કારણે વજન વધવું , માથાનો દુખાવો થવો જેવી અનેક સમસ્યાઓ થતી રહે છે.

આ પણ વાંચો: સવારે ઉઠતાની સાથે જ આ 6 સંકેતો તમારા શરીરને બતાવે છે, તમારું સુગર લેવલ વધી ગયું છે, સાવધાન રહો

પોષણની ઉણપ

મૈદાને બનાવતી વખતે મૈંદાને ઘણા પ્રોસેસિંગ લેવલમાંથી પસાર થવું પડે છે, રિફાઇનિંગ કરવું તેમાંથી એક છે. આમાં ઉપરની પરતને અને રેસા દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મોટાભાગના ફાઈબર અને પોષક તત્વો જેમ કે વિટામિન્સ , મિનરલ્સ અને ફાયટોકેમિકલ્સ તેમાંથી નષ્ટ થઈ જાય છે.

આ ઉપરાંત, મૈંદાને એકદમ સફેદ બનાવવા માટે બ્લીચિંગ પ્રક્રિયામાં ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. જો તમે દરરોજ તેનાથી બનેલી વસ્તુઓ ખાઓ છો તો તમારી આદતને સુધારી લો.

તમે તમારા આહારમાં ઘઉં અને બીજા અનાજને ખાઈ શકો છો. આ તમને સ્વાસ્થ્ય પણ રહેવામાં મદદ કરશે. જો શરીર સારું રાખવું જોય તો મૈદાના લોટની વસ્તુઓ ખાવાની બંધ કરી દેવી જોઈએ. આવી જ વધુઇ માહિતી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા