Watch out for these 5 things a Cancer person gets
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેન્સર માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ ખજુબ જ ખરાબ અસર કરે છે. કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા અને કેન્સરના દર્દીઓના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે દર વર્ષે 22 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ ગુલાબ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસ કેનેડાની 12 વર્ષની કેન્સર પીડિતા મેલિન્ડા રોઝની યાદમાં પણ ઉજવવામાં આવે છે. મેલિન્ડાએ તેના જીવનના છેલ્લા 6 મહિના તેની નજીકમાં રહેતા કેન્સરના દર્દીઓના જીવનમાં ખુશીઓ લાવવામાં વિતાવ્યા હતા.

મનથી મજબુત હોવું જરૂરી છે

ઘણા વર્ષો પહેલા જ્યારે કેન્સરનો ઇલાજ અસંભવ હતો ત્યારે કોઈપણ કેન્સરની બીમારીના સમાચાર સાંભળતા જ પગની નીચેથી જમીન સરકી જતી હતી. હવે કેન્સરની સારવાર ઉપલબ્ધ હોવાથી આ બીમારી એટલી ભયંકર નથી લાગતી.

જો કે કેન્સરની સમયસર સારવાર કરવામાં ના આવે તો કેન્સર જીવન માટે જોખમી બની જાય છે. પરંતુ એ વાત સાચી છે કે હવે પણ કેન્સર સામે જીતવા માટે માત્ર શારીરિક જ નહીં માનસિક શક્તિની પણ એટલી જ જરૂર છે અને આજનો રોઝ ડે આ ઉદ્દેશ્યને સમર્પિત છે.

જ્યારે પણ આપણે સગા સબંધીમાં કે પાડોશમાં કોઈ વ્યક્તિને કેન્સરની બીમારી વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે તરત જ તેને મળવા અને તેની હાલચાલ પૂછવા માટેની યોજના બનાવીએ છીએ.

રોગના ભયને લીધે, દર્દી સાથે વાતચીત કેવી રીતે શરૂ કરવી તે અમે સમજી શકતા નથી. કેન્સર માત્ર દર્દીના શરીરને જ અસર કરતું નથી, પરંતુ તેના આત્મવિશ્વાસને પણ હચમચાવી નાખે છે.

વિશ્વ ગુલાબ દિવસ શું છે 

કેટલીકવાર આપણે દર્દીને દિલાસો આપવાને બદલે આપણાથી ખોટા શબ્દો બોલાઈ જાય છે જેના કારણે દર્દી વધારે ડરવા લાગે છે. કેન્સરના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવા અને આ રોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ રોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. જો તમે પણ કેન્સરના દર્દીને મળવા જાઓ છો તો તમારે આ 5 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

1. કંઈપણ બોલતા પહેલા વિચારો

કહેવાય છે કે શબ્દોમાં ઘણી શક્તિ હોય છે. તેથી બોલતા પહેલા જરૂર વિચારો. તમારા દ્વારા બોલાયેલો 1 ખોટો શબ્દ અથવા વાક્ય સામેની વ્યક્તિના આત્મવિશ્વાસને તોડી શકે છે. કેન્સરના દર્દીની સામે બહુ મોટી મોટી મોટી વાતો કે મહાપુરુષો દ્વારા બોલાયેલા શબ્દો પણ ન બોલો.

આનાથી કેન્સરના દર્દીને લાગશે કે તેઓ મહાપુરુષોની જેમ કેન્સર સામે લડવામાં સક્ષમ નથી. જયારે પણ તમે કેન્સરના દર્દીને મળવા જાઓ ત્યારે તમારા ચહેરા પર દુઃખ ના દેખાવું જોઈએ, પરંતુ તમે ખુશખુશાલ દેખાવા જોઈએ.

2. તેઓ જે કહે છે તેનું પાલન કરો

ઘણી વખત કેન્સરના દર્દીઓ કેન્સરની સારવારથી આખો દિવસ કંટાળી જાય છે. તે અહીંયાની અને ત્યાંની વાત કરીને પોતાને નોર્મલ અનુભવે છે. તેથી ફક્ત તે જ વાતો કરવાનો પ્રયાસ કરો જે તેમને ગમે છે. તેમને તમારા ઘર અથવા ઓફિસની રમુજી વાતો કહેવાનો પ્રયાસ કરો. જો તેઓ પોતે કેન્સર વિશે વાત કરવા માંગતા હોય તો જ આ રોગ વિશે વાત કરો.

3. તમારા દુઃખડા ના રોવો

ઘણીવાર કેન્સરના દર્દીની સામે કેટલાક લોકો તેમની બીમારી વિશે વાત કરવાનું શરૂ કરે છે. તમારા માથાનો દુખાવો, કમરનો દુખાવો અને પીઠના દુખાવા વિશે કહેવું તેમને પરેશાન કરી શકે છે. તમે યાદ રાખો કે તેઓ તમારા કરતા મોટી બીમારીનો સામનો કરે છે તો તમારા દુઃખડા રડવાને બદલે તેમની હિંમત વધારવાનો પ્રયાશ કરો.

આ પણ વાંચો: આ 4 ઔષધિઓ કેન્સરના દુશ્મન છે, તમને ક્યારેય કેન્સરની જાળમાં ફસાવા દેશે નહીં

4. વ્યક્તિગત પ્રશ્નો પૂછવાનું ટાળો

ઘણી વખત, જ્યારે આપણે કેન્સરના દર્દીની મુલાકાત લેતી વખતે તેમને અંગત જીવન અને અન્ય બાબતો વિશે પૂછવાનું શરૂ કરીએ છીએ. આ યોગ્ય નથી. તેમને તેમની અંગત જીવન અથવા તેમના રોગ વિશે તમને કહેવાની સ્વતંત્રતા આપો. કેન્સર સંબંધિત કોઈ પ્રશ્નો પૂછશો નહીં. જો તેઓ પોતે બ્લડ ટેસ્ટ અથવા બીજા ચેકઅપ વિશે કહે છે તો એક સારા શ્રોતાની જેમ સાંભળવાનો પ્રયાસ કરો.

5. કોઈપણ પ્રકારના દેખાવની ચર્ચા ના કરશો

આજના દિવસોમાં સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયામાં કેન્સર સર્વાઇવર તરીકે તેમની માથામાં વાળ વગરના ફોટા પોસ્ટ કરે છે. જ્યારે તમે કેન્સરના દર્દીની મુલાકાત લઇ રહયા હોય ત્યારે આ પ્રકારના કેન્સરની ચર્ચા તેમની સામે બિલકુલ કરશો નહીં.

વાળ ખરવા કે વજન ઘટાડવા વિશે પણ ચર્ચા ના કરો. તેમની સરખામણી કોઈ બીજા કેન્સરના દર્દી સાથે ન કરવી. જો તમે કંઈક સકારાત્મક કહેવા માંગતા હોય તો તેમને જણાવો કે, તે પહેલા કરતા વધુ મજબૂત, વધુ સુંદર દેખાય છે.

આ લેખ નો ઉદ્દેશ્ય કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને માનસિક રીતે મજબૂત કરવાનો છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા