મિન્ટ ખીચડી બનાવવાની રીત

મિન્ટ ખીચડી પીળા મગની દાળ અને ભાત એક સાથે મરીના દાણા સાથે રાંધવામાં આવે છે અને તેમાં ઘીનો સ્વાદ હોય છે, મગની દાળ ખીચડી એક ઘણું અને દાળ આપે છે તે સમૃદ્ધ પોત હોવા છતાં હળવા અને સ્વસ્થ ભોજન છે. મૂંગ દાળની ખીચડી કમ્ફર્ટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે. ખાતરી કરો કે તમે રંગીન હોવ ત્યારે તમને શાંત પાડશે અને તમને સારું લાગે, ખાસ કરીને જો તમે તાવ અથવા પેટમાં દુખાવો અનુભવતા હોવ તો!

સામગ્રી

  • 1 વાટકી મગની ફોતરાવાળી દાળ લેવી
  • 1 વાટકી ચોખા લેવા
  • 1 વાટકી વટાણા(ઓપ્સનલ)
  • 2 વાટકી મિન્ટ( ફુદીનાના પાન)
  • 1 વાટકી કોથમીર
  • 2-3 લીલા મરચાં લેવા
  • આદુનો ટુકડો
  • 1-2 ટી સ્પૂન લિમ્બુનો રસ
  • 1-2 ટી સ્પૂન રજવાડી ગરમ મસાલો
  • હિંગ લેવી
  • જીરુ લેવું
  • ઘી લેવું

Khichadi

બનાવવાની રીત

દાળ ચોખાને ધોઈને પલાળીલો.  હવે મિક્ષચર બાઉલમાં ફુદીનો,કોથમીર,લીલા મરચા,આદું અને લિમ્બુનો રસ આ બધાને પીસી પેસ્ટ બનાવીલો. કૂકરમાં ઘીનો વઘાર મૂકી તેમાં જીરુ,હિંગ નાખી તેમજ તૈયાર ફુદીનાની પેસ્ટ ઉમેરી સૌતે કરો. હવે તેમાં રજવાડી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો અને ધોઅેલા દાળ ચોખા નાખીદો. જરૂર મુજબ પાણી નાંખીને કૂકરમાં ખિચડી તૈયાર કરો. પાપડ અને દહીં જોડે ખિચડીને ગરમા ગરમ સર્વ કરો.