આપણા પૂર્વજો શા માટે ખાટલા નો વધુ ઉપયોગ કરતા. જાણો ખાટલામાં સુવાના ફાયદા

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજે જોઈશું કે ઘરે રહેલા ખાટલા માં સુવાના શું ફાયદા થાય છે.તો અત્યાર નાં જમાનામાં નવા નવા ફેશન યુગ માં બધા લોકો એક બીજા ને જોઇને ઘરે બેડ પર, સોફા કે પછી શેટી બનાવી તેમાં સૂવાનું પસંદ કરતા હોય છે.અને જો ઘર માં જૂના ખાટલા હોય તો તેનો ઉપયોગ નથી કરતા અને ઘરમાં ખાટલા રાખવાનુ પસંદ નથી કરતા.

મિત્રો પહેલાના જમાનામાં ક્યાંય બેડ પલંગ, સોફા કે શેટિ ન હતા. પહેલાના જમાનામાં લોકો ખાટલા પર સુવાનું પસંદ કરતા હતા. તો તમને જણાવીશું કે ખાટલા પર સૂવાથી કયા કયા ફાયદા થાય છે..આ ફાયદા જાણી તમે પણ ખાટલામાં સુવાનું પસંદ કરશો.

ખાટલા પર સુવાથી એકદમ સારી ઉંઘ આવે છે.જો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય અને જો તમે ખાટલા પર સૂવાનું પસંદ કરો તો તમને ઉંઘ સારી આવે છે. કોઇ પણ પ્રકાર ની સમસ્યા થતી નથી.

ખાટલાને બનાવતી વખતે તેમાં દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ દોરડાની ગુંથણીની અંદર વચ્ચે ઘણા હોલ રાખવામાં આવે છે. જે તમારા શરીર ને ખુબજ ફાયદકારક થાય છે.તે તમારા શરીર માં લોહીના પરિભ્રમણ માટે પણ વધુ ઉપયોગી બનતા હોય છે.

4

જમ્યા પછી મોટા ભાગના લોકોને સૂતી વખતે પોતાનાં પેટની અંદર વધુ લોહીના પરિભ્રમણ ની જરૂર પડતી હોય છે. કેમકે જમ્યા પછી પાચન ની ક્રિયા ચાલતી હોય છે તેમાં સૌથી વધુ રક્ત પ્રવાહ ની જરૂર પડે છે.

જો ખાટલામા સૂવામાં આવે તો વચ્ચે ની ભાગ સહેજ નીચે ઢળતો હોય છે જેથી તમારા પેટના ભાગમાં વધુ લોહી જમાં થાય છે અને ત્યાં લોહીનું પરિભ્રમણ પણ સૌથી વધુ થતું હોય છે. આથી જમ્યા પછી ખાટલામાં સૂવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. માટે જમ્યા પછી પાચન ક્રિયા માટે ખાટલો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

બીજું જોઈએ તો ખાટલા મા સૂવાથી આપની કમર ને સંપૂર્ણ પણે આરામ મળી રહે છે અને તમારા મણકાઓ ને ઓન શરીર ની અંદર અનુકૂળતા રહે છે. અને આથી જ લોકોને કમર અને કરોડરજ્જુ ની સમસ્યામાંથી છુટકારો મળે છે. આમ ખાટલા પર સૂવાથી તમને અનેક પ્રકાર ના ફાયદા થઈ શકે છે. આથી જ આપના પૂર્વજો સૌથી વધુ ખાટલામાં સૂવાનું પસંદ કરતા હતા.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

%d bloggers like this: