khata falo khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર ખાટા ફળો જોયા પછી અથવા ખાધા પછી લગભગ દરેકના મોં માંથી એક જ વસ્તુ નીકળે છે કે યાર આ ફળ બહુ ખાટા છે, ખાવાનું મન નથી થતું. જો કે ઘણા લોકો ખાટાં ફળ ખાવાનું ટાળે છે પરંતુ એ લોકો ભૂલી જાય છે કે ખાટાં ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.

ઉનાળાની ઋતુમાં તેનું સેવન થોડું વધારે કરવું જોઈએ, પરંતુ ઋતુ ગમે તે હોય, લોકો ખાટા ફળો ખાવાથી ડરે છે. જો તમે પણ એવા લોકોમાંથી છો તો તમારે આ લેખ જરૂર વાંચવો. આ લેખ વાંચ્યા પછી, તમે પણ ખાટા ફળો ખાવાનું શરૂ કરશો. તો ચાલો આ લેખમાં અમે તમને ખાટા ફળોના કેટલાક શ્રેષ્ઠ ફાયદાઓ વિશે જણાવીશું.

લૂ થી બચાવે : ઉનાળાની ઋતુમાં ઘરની બહાર નીકળતા જ સૌથી વધારે લૂ નો ડર હોય છે. ગરમી અને શરીરમાં પાણીની ઉણપને કારણે અચાનક લૂ લાગી જાય છે. કદાચ ગરમીથી બચવા ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકોને લીંબુ પાણી પીતા હોય છે. ઉનાળાની ઋતુમાં લીંબુનો રસ તમને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે અને તમારા શરીર અને ત્વચાને પણ સુરક્ષિત રાખે છે.

ઓછી કેલરી : ખાટા ફળોમાં વિટામિન-સી ભરપૂર હોય છે. વિટામિન-સી આંખોની સાથે શરીર માટે પણ ફાયદાકારક છે. આના સેવનથી આંખોને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને દૂર કરી શકાય છે. આ સિવાય બીજા ફળોની સરખામણીમાં ખાટા ફળોમાં ઓછી કેલરી હોય છે. ફળોમાં કેલરીની માત્રા ઓછી હોવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ હોય છે : આજકાલ દરેક વ્યક્તિ બદલાતી ખાવા પીવાની આદતને કારણે વધતા વજન અને મોટાપાથી પરેશાન છે. આ યાદીમાં પુરુષોની સાથે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વજન અને ચરબી ઘટાડવા માટે આજકાલ દરેક મહિલા કસરત કરે છે, તેમ છતાં વજન ઓછું થતું નથી.

જો કસરત કરવા છતાં વજન નથી ઓછું થઇ રહ્યું તો, કસરતની સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પૌષ્ટિક ખોરાકની સાથે સાથે ખાટાં ફળોનું સેવન કરવું ખૂબ જરૂરી છે. ખાટા ફળોમાં સ્થૂળતા વિરોધી ગુણધર્મો હોય છે જે વજન ઝડપથી ઘટાડે છે અને સ્થૂળતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ત્વચા અને વાળ માટે શ્રેષ્ઠ : ખાટા ફળોમાં હાજર વિટામિન-સી શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. ફ્રી રેડિકલ એટલે કે કરચલીઓ અને ફાઈન લાઈન્સ વગેરેને દૂર કરવા માટે તે શ્રેષ્ઠ સાબિત થાય છે. ઉનાળામાં સામાન્ય ફળોની સરખામણીમાં ખાટા ફળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

ઘણી સ્ત્રીઓ વાળ માટે ખાટા ફળોનો ઉપયોગ પણ કરે છે. તેના સેવનથી વાળ ખરવાથી બચી શકાય છે અને ઘણી સ્ત્રીઓ શેમ્પૂમાં ભેળવીને સાઇટ્રસ ફળોના રસનો પણ ઉપયોગ કરે છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા