fan repair service at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકો ઉનાળાના દિવસોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કારણ કે તેમને ઉનાળુ વેકેશન ખૂબ જ ગમે છે, પરંતુ ઉનાળામાં તેઓ પંખો ચાલુ રાખવાથી પણ દિવસ કે રાત્રે સારી રીતે સુઈ શકતા નથી. માત્ર બાળકો જ નહીં મોટી ઉંમરના લોકોને પણ ઊંઘ આવતી નથી.

ઘરમાં પંખા ચાલુ હોય છતાં પણ તેમને ખુબ જ ગરમી લાગે છે. પંખા યોગ્ય રીતે હવા નથી આપી શકતો હોવાથી ગરમીનો સામનો કરવો પડે છે. જો પર્યાપ્ત વોલ્ટેજ હોય તો પણ પંખો સારી રીતે હવા નથી આપી શકતા. ઉનાળાના દિવસો શરૂ થતાં જ આ સમસ્યા દરેક ઘરમાં જોવા મળે છે.

પંખો ઓછી હવા આપે છે તેમ છતાં વીજળી યુનિટનો એટલો જ વપરાશ થાય છે. આવી સ્થિતિમાં પંખાને રીપેર કરાવવો જરૂરી છે કારણ કે ઘણી વખત પંખાને કારણે હવા બરાબર નથી આવતી.

તો આજે આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે પંખાની સ્પીડને વધારી શકો છો. તેનાથી પંખાની સ્પીડ પણ વધશે અને વીજળીનું બિલ પણ ઘટશે. તો ચાલો જાણીએ કઈ રીતે.

ઇલેક્ટ્રિશિયનને બોલાવવાની જરૂર નથી : ઉનાળાની ગરમીમાં ઇલેક્ટ્રિક વસ્તુઓની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે પંખો, ફ્રિજ અને કુલર. આવી સ્થિતિમાં આ વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. ચાલો તમને જણાવી દઉં કે જ્યારે પંખો દબાણ ઉત્પન્ન કરે છે અને હવાને તમારી બાજુ ફેંકે છે.

આ પ્રક્રિયા હવાને કાપીને તેને એક દિશામાં ફેંકવાની હોય છે. આને કારણે પંખાની પાંખોનો સાઈડનો ભાગ સહેજ વાળેલો હોય છે. જ્યારે તે વાળેલો ભાગ પર ધૂળ અને માટી જમા થઇ જાય છે ત્યારે પંખો બરાબર કામ કરતો નથી અને બરાબર ના ચાલવાને કારણે હવા પણ ફેંકતો નથી.

જેના કારણે હવાનું દબાણ ઓછું રહે છે : પંખાના પાંખિયા હવાને કાપવાનું કામ કરે છે. પરંતુ ધૂળ અને માટીના કણો તેમના ભાગ પર જાડું પડ બનાવીને જમા થઇ જાય છે. આ ધૂળ અને માટી પંખા પર જમા થતાં જ પંખો ભારે ચાલવા લાગે છે, જેના કારણે પંખાને હવા કાપવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં પંખાની મોટર પર દબાણ આવે છે અને વીજળીનું બિલ વધારે આવે છે.

વધારે દબાણને કારણે પંખાની ઝડપ ઓછી થાય છે અને વીજળીનો વપરાશ વધે છે. તમને જણાવી દઈએ કે આ કારણ ફક્ત એક જ પંખા માટે નથી પરંતુ બધા પંખા સાથે આવું જ છે. આવી સ્થિતિમાં પછી ભલે તે સીલિંગ ફેન હોય, ટેબલ ફેન કૂલર હોય કે બીજું કંઈક. આ સમસ્યા દરેકમાં થાય છે.

આ ટિપ્સ અનુસરો : આ સમસ્યાને ઠીક કરવા માટે ઇલેક્ટ્રિશિયનને બોલાવાની જરૂર નથી. તમે જાતે ઠીક કરી શકો છો. આ માટે પહેલા પંખાના બ્લેડના આગળના ભાગને ભીના કપડાથી લૂછી લો. સફાઈ કરતી વખતે બ્લેડ પર વધારે દબાણ ના કરો. વધારે દબાણ લગાવવાથી પાંખિયું વાંકુ થઈ શકે છે અને પાંખિયાને પણ નુકસાન પહોંચી શકે છે.

તો હળવા હાથે પંખાના બધા પાંખિયા સાફ કરો. જ્યારે બધા પાંખિયા સારી રીતે સાફ થઈ જાય, ત્યારે પંખાની સ્વીચ ચાલુ કરીને જુઓ કે પંખાની સ્પીડ અને હવા ફેંકવાની ઝડપ વધી છે કે નહીં.

મીટર પર પડે છે ઓછો લોડ : જ્યારે પંખાના પાંખિયા સાફ થઇ જાય છે ત્યારે પાંખો ઝડપથી હવાને કાપે છે અને પંખાની મોટર પર ઓછો લોડ પડે છે. ઓછા લોડને કારણે વીજ બિલ પણ ઓછું આવે છે. તો તમને પણ હવા મળવા સિવાય પૈસાની પણ બચત થઈ શકે છે

અને ઉનાળાના દિવસોમાં તમે ગરમીથી બચી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો બીજાને પણ જણાવો. આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ફક્ત 5 મિનિટમાં પંખાની સ્પીડ ડબલ થઇ જશે અને વીજળીનું બિલ પણ ઓછું આવશે”

Comments are closed.