જાણીલો સ્પેશિયલ ખજૂર પાક બનાવવાની રીત, શરીરમાં થતા સાંધાના દુખાવાથી મેળવો રાહત

Spread the love

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ ખજૂર પાક રેસિપી. શિયાળાની સિઝન માં શરીરની તાકાત માટે ગુંદરના લાડુ, ચીકી, મેથીના લાડુ, કચરિયું વગેરે ખાવામાં આવે છે. આ વસ્તુઓમાં ખજૂર પાક પણ આવી જાય. ખજૂર પાક શિયાળામાં ખુબજ ખાવામાં આવે છે.

ખજૂર પાક શરીરને તાકાત આપે છે આ સાથે ખજૂર પાકને ઘરે એકદમ ઓછાં સમય માં સહેલાઈથી બનાવી શકાય છે. તો ચાલો જાણીએ લઈએ શરીર માટે ફાયદકારક એવો ખજૂર પાક બનાવવાની રીત. તો રેસીપી પસંદ આવે તો ઘરે એકવાર જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો.

ખજૂર પાક માટે જરૂરી સામગ્રીઃ 350 ગ્રામ ઠળિયા વગરની ખજૂર, 3 ચમચી ઘીઅડધા કપ સમારેલા કાજુ, અડધા કપ સમારેલા પિસ્તા
અડધા કપ સમારેલી બદામ, 2 ચમચી તરબૂચના બીજ, 2 ચમચી ખસખસ, 2 કપ નાળિયેર નું છીણ, 100 ગ્રામ માવા, અડધી ચમચી, એલચી પાવડર, 1 ચમચી દળેલી ખાંડ

ખજૂર પાક બનાવવાની રીત: સૌ પ્રથમ પોચી ખજૂર માંથી ચપ્પાની મદદથી ઠળિયા કાઢી અને ખજૂર ને બાઉલ માં મુકો. હવે એક ગેસ પર જાડી તળિયાવાળી કડાઈ લઇ તેમાં ઘી ગરમ કરો અને અડધા કપ બદામ, કાજુ, પિસ્તા નાખો. ત્રણેય ડ્રાયફ્રુટ ને ઘી સાથે 3-4 મિનિટ સુઘી શેકો.

4

પછી તેમાં ખસખસ ના દાણા અને તડબૂચ ના બીજ ઉમેરો અને સારી રીતે શેકી લો. હવે ધીમા પર નાળિયેર નું છીણ નાખો અને નાળિયેરનું છીણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

હવે તેમાં ઠળિયા કાઢેલી ખજૂર ઉમેરો અને ચમચાની મદદથી બધી વસ્તુને ડ્રાયફ્રુટ સાથે સારી રીતે મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં 100 ગ્રામ માવો, અડધી ચમચી એલચી પાવડર અને ચમચી ખાંડ ઉમેરો.

બધું વસ્તુને સારી રીતે મિક્સ કરો. અહીંયા ખજૂર પાકનું મિશ્રણ તૈયાર થઇ ગયું છે. હવે ખજૂર પાકના ચોરસ પીસ કરવા માટે એક થાળીને ઘીથી ગ્રીસ કરીને બટર પેપર લગાવી દો. તૈયાર કરેલા મિશ્રણને થાળી માં પાથળો.

હવે એક વાટકી લઇ થોડું ઘી લગાવી સારી રીતે ખજૂર પાકનું લેવલ કરી દો. ખજૂર પાકને એક કલાક રાખી તેના નાના નાના ગોળ કે ચોરસ પીસ કરી લો. અહીંયા તમારો ખજૂર પાક બનીને તૈયાર થઇ ગયો છે.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One thought on “જાણીલો સ્પેશિયલ ખજૂર પાક બનાવવાની રીત, શરીરમાં થતા સાંધાના દુખાવાથી મેળવો રાહત

Comments are closed.

x