શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. ઘણા લોકો શિયાળાની ઋતુની લાંબા સમયથી રાહ જોતા હતા. પરંતુ તે ખૂબ જ જરૂરી છે કે તમે તમારા આહારમાં ઋતુ પ્રમાણે ફેરફાર જરૂર કરો, જેથી શરીરમાં એનર્જી લેવલ વધારે રહે અને બીમારીઓથી બચી શકાય.
ખજૂર એક એવું સુપરફૂડ છે જેને તમારે શિયાળામાં તમારા આહારમાં જરૂરથી સામેલ કરવું જોઈએ. તેમના પૌષ્ટિક તત્વોને લીધે, તે સ્વાસ્થ્ય માટે ગુણોનો ખજાનો કહેવાય છે. તમે તેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે કરી શકો છો.
ખજૂર વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કોપર અને મેગ્નેશિયમનું પાવરહાઉસ કહેવામાં આવે છે. ખજૂરમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર હોય છે જે પાચનતંત્રને સારું રાખવામાં મદદ કરે છે.
ખજૂરમાં હીલિંગ પાવર હોય છે અને વિશ્વભરમાં ઓછામાં ઓછી 30 પ્રકારની ખજૂર જોવા મળે છે. ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝની સામગ્રીના આધારે, ખજૂર ત્રણ પ્રકારમાં આવે છે, જેમ કે સોફ્ટ , અડધી સૂકી (અર્ધ શુષ્ક) અને સૂકી ખજૂર.
હાડકાના સ્વાસ્થ્ય : ખજૂર વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરનો ખુબ જ સારો સ્ત્રોત છે અને તે ખાંડનો પણ એક સારો વિકલ્પ છે. શિયાળામાં સૂર્યપ્રકાશ શરીરમાં ઓછો પહોંચવાથી શરીરમાં વિટામિન ડીની ઉણપ થાય છે જેના કારણે હાડકાં કમજોર પડી જાય છે.
તમારા આહારમાં કેલ્શિયમથી ભરપૂર ખજૂરનો સમાવેશ કરીને હાડકાં અને દાંતને કમજોર પડતા બચાવી શકાય છે. તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કોપર અને મેગ્નેશિયમ જેવા ખનિજો હોય છે જે ઓસ્ટીયોપોરોસિસ અને આર્થરાઈટીસ જેવી હાડકા સંબંધિત થતી સમસ્યાઓને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સંધિવાના દુખાવામાં અસરકારક : ઠંડીની શરૂઆત થતા જ તમે જોયું હશે કે ઘણા લોકોને આર્થરાઈટિસની સમસ્યા થવા લાગે છે. મેગ્નેશિયમ અને એન્ટી ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર ખજૂર તમારી પીડાને દૂર કરવા માટે સારી વસ્તુ છે.
હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે : શિયાળામાં શરીરનું તાપમાન ઘટી જવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ખજૂર ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે જેનાથી હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થાય છે. સવાર અને સાંજના નાસ્તામાં ખજૂર ખાવાથી સ્ટેમિના વધે છે, જેથી તમે ઠંડીના દિવસોમાં સુસ્તી નથી મહેસુસ કરતા.
એનર્જી વધારનાર : જો તમે શિયાળાની ઠંડીની સવારે સારી ઊંઘ લીધા પછી પણ આળશ અનુભવો છો તો તમારે ખજૂર ખાવી જોઈએ. ખજૂરમાં સિમ્પલ કાર્બોહાઇડ્રેટ હોય છે જેના કારણે એનર્જી લેવલ વધારે રહે છે. તમે કસરત પહેલા પણ ખજૂર ખાઈ શકો છો.
આયર્નથી ભરપૂર : ખજૂર આયર્નથી ભરપૂર સ્ત્રોતોમાંથી એક છે જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે. આજકાલ શહેરી અને ગ્રામીણ મહિલાઓમાં આયર્નની ઉણપ જોવા મળી રહી છે અને તેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગી છે, જેમ કે ઓછી એનર્જી, હોર્મોનલ સમસ્યાઓ, ઓછી ઇમ્યુનીટી, વાળ ખરવા.
આવી સ્થિતિમાં, તમારે આયર્નથી ભરપૂર ખજૂરનું સેવન કરવું જોઈએ, જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને લાલ રક્ત કોશિકાઓને વેગ આપે છે. તો હવે તમે પણ દરરોજ ખજૂર ખાવાની શરુ કરી શકો છો. જો તમને માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.