kachori recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખાસ્તા કચોરી બનાવવાની કોઈ ઋતુ નથી હોતી. તે કોઈપણ સમયે અને કોઈપણ ઋતુમાં બનાવીને ખાઈ શકાય છે. તમે તમારી આજુબાજુના માર્કેટમાં સાઇકલ પર કચોરી વેંચતા લોકો જોયા હશે જ. તમારામાંથી કેટલાકે રસ્તા પર પસાર થતી વખતે ખાસ્તા કચોરીનો આનંદ માણ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય ઘરે બનાવી છે?

જો તમને લાગે કે કચોરી બનાવવું મુશ્કેલ છે, તો તે બિલકુલ નથી. તમે તેને થોડા સરળ સ્ટેપમાં ઘરે પણ બનાવી શકો છો. થોડીક વાતોનું ધ્યાન રાખો અને પછી જુઓ તમારા ઘરમાં બજાર જેવી ક્રિસ્પી કચોરી બનાવવી કેટલી સરળ છે.

કચોરી બનાવવા માટેની ટિપ્સ : ખાસ્તા કચોરી બનાવવા માટે મેદાનો ઉપયોગ થાય છે. તેમાં ઘી અને તેલ ઉમેરીને મસળીને કણક તૈયાર કરવામાં આવે છે, ત્યારે જ સારો અને પરફેક્ટ લોટ તૈયાર થાય છે. લોકો તેમાં વિવિધ પ્રકારના કઠોળની ભરણ પણ ભરી શકે છે.

કેટલાક લોકો તેમાં મગની દાળ ઉમેરે છે તો કેટલાક લોકો કાળી દાળ ભરવાનું પસંદ કરે છે. તમે તમારી પસંદગી મુજબ દાળ પસંદ કરી શકો છો. કોઈ પણ પ્રકારની દાળ હોય, તેને થોડીવાર પલાળી રાખો. જ્યારે તમે તેને પીસશો ત્યારે તેનું ટેક્સચર સારું રહેશે.

દાદીમાના નુસખા : જયારે મૈદાને લોટ બાંધો ત્યારે તેમાં 1 ચમચી હૂંફાળું ગરમ તેલ અથવા ઘી અને થોડું મીઠું નાખીને લોટ સારી રીતે બાંધો. કઠોળને ગ્રાઇન્ડરમાં પીસવાને બદલે પથ્થરની અથવા માર્બલની ખાંડણીનો ઉપયોગ કરવો સારું છે. દાળને બારીક પીસવાને બદલે તેને બરછટ પીસવાથી કચોરી સારી બને છે.

ના કરો આ ભૂલો : કચોરી માટે કણક બંધાતી વખતે ધ્યાન રાખો કે લોટ નરમ ન હોવો જોઈએ નહીં તો કચોરીનો સ્વાદ નહીં આવે. કચોરીને તળતી વખતે, આંચ ધીમી થી મધ્યમ રાખો અને ધ્યાનમાં રાખો કે તે અંદરથી પણ પાકી જાય. કચોરીમાં મસાલો ભરતી વખતે ધ્યાન રાખો કે તે ઓછું કે વધુ ન હોય, નહીંતર કચોરી ફાટી શકે છે.

આ ખાસ વસ્તુ ઉમેરો : જો તમે કચોરી ક્રિસ્પી બનાવવા માંગતા હોવ તો લોટમાં થોડો સોજી નાખો.
આ ઉપરાંત, તમે 1/2 ચમચી કસૂરી મેથી પણ નાખી શકો છો.

  • ક્રિસ્પી કચોરી બનાવવાની સામગ્રી : 1 કપ મેદાનો લોટ
  • 1/2 ચમચી મીઠું
  • 1 ચમચી તેલ/ઘી
  • જરૂર મુજબ પાણી
  • 1 વાટકી મગની દાળ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ટીસ્પૂન આખા ધાણા, ફૂટેલા
  • એક ચપટી હીંગ
  • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી ચણાનો લોટ
  • કસૂરી મેથી
  • 1 ચમચી સોજી
  • સ્વાદ માટે મીઠું
  • 1 ચમચી વરિયાળી

બનાવવાની રીત :

મગની દાળની ક્રિસ્પી કચોરી બનાવવા માટે સૌથી પહેલા દાળને 3 કલાક પલાળી રાખો. પછી, દાળને પાણીમાંથી કાઢી લો અને તેને ખાંડણીમાં ફૂટીને પીસી લો. તમે તેને ગ્રાઇન્ડરમાં પણ પીસી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે તેને બારીક પીસવામાં ન આવે.

હવે એક મોટી પ્લેટમાં મેદાનો લોટ લઈ તેમાં મીઠું, સોજી અને ઘી નાખીને પાણી વડે મસળી લો. લોટને થોડો સખ્ત ગૂંદો. તૈયાર કરેલા લોટને ઢાંકીને 10 મિનિટ માટે રાખો. આ પછી એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, વરિયાળી, ધાણા (ફૂટેલા), હિંગ, ધાણાજીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને બેસન ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

આંચ એકદમ ધીમી રાખીને, તેમાં બરછટ પીસેલી દાળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. દાળને ઓછામાં ઓછી 5-10 મિનિટ સુધી પકાવો. આ પછી મસાલામાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેને એક પ્લેટમાં કાઢી લો. તેમાં કસૂરી મેથી ઉમેરો અને ફરી એકવાર મિક્સ કરો.

હવે સેટ કરવા મુકેલા લોટને ફરી એક વાર મસળી લો અને તેમાંથી લોઈ બનાવી લો. હવે એક લોઈ લો અને તેને તમારા હાથથી દબાવીને સહેજ ફેલાવો અને તેમાં દાળનું મિશ્રણ ભરો. ધ્યાન રાખો કે મિશ્રણ વધારે કે ઓછું ન ભરવું જોઈએ.

હવે તમે તેને પુરીની જેમ વણી લો. ધ્યાન રાખો કે તમે વણતી વખતે વધારે બળ ન લગાવો, નહીં તો પુરી ફાટી શકે છે અને દાળનું મિશ્રણ બહાર આવી શકે છે. હવે એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો અને પછી તેમાં આ કચોરી નાંખો અને મધ્યમ તાપ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

તમારી ક્રિસ્પી કચોરી બનીને તૈયાર છે. હવે તમે તેને લીલી અને લાલ ચટણી સાથે પરિવાર સાથે બેસીને સર્વ કરો. હવે તમે પણ ઘરે ક્રિસ્પી કચોરી બનાવવાનો આ રીતે પ્રયાસ કરો અને તમારા અનુભવો અમારી સાથે શેર કરો. તમને રેસિપી અને ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા