kidney stone symptoms
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કિડનીમાં પથરીની સમસ્યા ભારતમાં એકદમ સામાન્ય છે, આ સમસ્યા સૌથી વધુ 25-45 વર્ષની વયજૂથમાં જોવા મળે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં પથરીનું જોખમ ત્રણ ગણું વધારે હોય છે. ભારતમાં દર વર્ષે લગભગ 5 થી 7 મિલિયન (50-70 લાખ) લોકો આ સમસ્યાથી પીડાય છે.

કિડનીની પથરી એ કિડનીની અંદર ખનિજો અને ક્ષારથી બનેલા સ્ફટિકોનું સંચય હોય છે. આ સ્થિતિ ગંભીર પીડાનું કારણ બની શકે છે, કેટલાક લોકોને પેશાબની સમસ્યા પણ હોય છે. સમયસર તેના લક્ષણોને ઓળખીને, પથરીને દૂર કરવા માટે સારવાર કરાવવાની સલાહ આપવામાં આવે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે જેઓ ઓછું પાણી પીવે છે, કિડનીમાં પથરીનો પારિવારિક ઇતિહાસ ધરાવે છે અથવા વધુ મીઠું અને ખાંડનું સેવન કરે છે, તેઓને કિડનીમાં પથરી બનવાનું જોખમ વધારે હોય છે. ડોક્ટર્સનું કહેવું છે કે, જો તમે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાની સાથે ડાયટ પર ધ્યાન આપો તો આ સમસ્યાથી બચી શકાય છે.

તો ચાલો આ લેખમાં જાણીએ કે કયા લક્ષણોના આધારે આ સમસ્યાને ઓળખી શકાય છે કે પથરી બની રહી છે અથવા છે અને તેની સારવાર માટે કયા ઉપાયો ફાયદાકારક માનવામાં આવે છે? આવો જાણીએ.

કીડની પથરીનાં શરૂઆતનાં લક્ષણો : કીડની પથરી ઘણી પીડાદાયક હોય છે. સમયસર તેના લક્ષણો પર ધ્યાન આપીને પથરીને વધતી અટકાવી શકાય છે. જેમકે એ, પીઠના નીચેના ભાગમાં અથવા પેટના એક ભાગમાં દુખાવો થવો. પીડા સાથે ઉબકા અથવા ઉલટી. પેશાબમાં લોહી આવવું અથવા પેશાબ કરતી વખતે દુખાવો થવો. પેશાબ કરવામાં અસમર્થ હોવું, વધુ વખત પેશાબ કરવાની જરૂરિયાત અને પેશાબની દુર્ગંધ અને ફેનીક દેખાવું.

નિષ્ણાતો શું કહે છે? કિડની પથરીની સમસ્યા કોઈને પણ થઈ શકે છે. એકવાર સારવાર કર્યા પછી, પુનરાવર્તિત થવાનું જોખમ પણ રહેલું છે, તેથી બચવાના પગલાંની હંમેશા કાળજી લેવી જોઈએ. શરૂઆતમાં, પથરી વધે ત્યાં સુધી સામાન્ય રીતે કોઈ લક્ષણો દેખાતા નથી.

કેટલીકવાર તે પેશાબની પ્રણાલીમાં અટવાઇ જાય છે જે ગંભીર પીડાનું કારણ બને છે. કિડની પથરીના કિસ્સામાં, પીડા સામાન્ય રીતે પેટની અથવા પીઠ પર એક બાજુ ચાલુ રહે છે. તેને સમયસર ઓળખીને તેની સારવાર કરવી જરૂરી છે.

કિડની પથરીમાં રાહત કેવી રીતે મેળવવી : કિડનીની પથરીની સારવાર એ પથરી કેટલી મોટી અને કેટલી છે તેના પર આધાર રાખે છે. કેટલાક લોકોને પથરીને બહાર કાઢવા માટે વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે જેથી નાની પથરી પેશાબમાંથી નીકળી જાય, જો કે જો તે કદમાં વધે તો સર્જરીની જરૂર પડી શકે છે.

વધુ ખાટા ફળોનું સેવન, પાણી પીવાથી અને મેગ્નેશિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી પણ પથરીમાં ફાયદો થાય છે. કિડનીની પથરીને રોકવા માટે, પાલકને સારી રીતે ધોઈને રાંધીને ખાવાની સલાહ આપવામાં આવે છે. પાણીની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

કિડની પથરી થવાથી કેવી રીતે બચવું? કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખવાથી કિડનીમાં પથરીની સમસ્યાથી બચી શકાય છે. શરીરને હાઇડ્રેટ રાખીને, સંતુલિત આહાર લેવાથી અને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ લેવાથી, ફળો અને શાકભાજીનું વધુ સેવન કરવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

તમે પણ આ લક્ષણોને ધ્યાનમાં રાખીને અને પથરી ન થાય તે માટે આ લેખમાં જણાવેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખીને બચી શકાય છે. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા