kabjiyat ni dava gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો સવારે કોઈ વ્યક્તિનું પેટ સાફ ના હોય તો આખો દિવસ ખરાબ જાય છે. જો તમારે ઓફિસ જવાનું છે અથવા કોઈના ઘરે મહેમાન બનીને જવું પડે છે અને તમારું પેટ સાફ ન હોય તો ઘણી અવગડતા થાય છે.

ઘણા લોકો માટે તો આ દરરોજની એક સમસ્યા છે જેમાં તેમને લગભગ દરરોજ પેટમાં દુખાવો, ગેસ, કબજિયાત અને પેટમાં ખેંચાણ જેવી સમસ્યામાંથી પસાર થવું પડે છે. તેનાથી શારીરિક સમસ્યા થાય જ છે પરંતુ તેની સાથે માનસિક રીતે પણ કોઈ એક જગ્યાએ તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.

કેટલાક લોકો માટેને માથાનો દુખાવો પણ થાય છે. પરંતુ તમને ક્યારેય મનમાં પ્રશ્ન થયો છે કે તમને હંમેશા આ કબજિયાત કેમ રહે છે? આયુર્વેદમાં કબજિયાતનું મુખ્ય કારણ ખરાબ ચયાપચય કહેવામાં આવેલું છે, જેને મંદાગ્નિ પણ કહેવામાં આવે છે. આ કબજિયાત ધીમે ધીમે ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે.

શા માટે આંતરડાની સમસ્યા શરીરના રોગનું કારણ બની શકે છે? આપણે બધા જાણીએ છીએ કે આંતરડામાં જ શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે હોર્મોન્સ બને છે. તેમને યોગ્ય પ્રક્રિયા કરવા માટે આપણે દરરોજ પેટ ખાલી કરવું જરૂરી છે. શરીરમાં ઉપયોગમાં લેવાતા 70-85% હોર્મોન્સ આ રીતે બને છે અને જો પેટ ખાલી ન હોય તો આ પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થતી નથી.

આ હોઈ શકે છે કબજિયાતના કારણો : કબજિયાત થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી વાત દોષનું વધુ પડતું મુખ્ય કારણ છે, જો તમે ધ્યાનથી ખોરાક ના ખાતા હોય તો, જો તમે વધારે સૂકો, ઠંડો, મસાલેદાર, ફ્રાય અથવા ફાસ્ટ ફૂડ ખાતા હોય, જો તમે પૂરતું પાણી નથી પીતા તો પણ કબજિયાત થઇ શકે.

આ સિવાય, જો તમે ફાઈબર સારી રીતે નથી લેતા, મેટાબોલિઝમ ખરાબ છે, ઊંઘની સમસ્યા છે, તમે રાત્રિભોજન ખૂબ મોડું કરો છો, તમારી જીવનશૈલી ખૂબ જ ખરાબ અને વર્કઆઉટ વગરની બની ગઈ છે, આ બધા કારણો હોઈ શકે છે.

શૌચાલય પર વધારે સમય આપો : કબજિયાત મટાડવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તમે શૌચાલયમાં બેસીને વધારે સમય પસાર કરો. ઘણા લોકો ટોયલેટમાં બેસવાની સાથે તરત જ ઉઠવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ યોગ્ય નથી.

જો તમને કબજિયાત છે તો થોડો વધારે સમય આપવો જરૂરી છે. આ સાથે ઘણા લોકોની આદત છે કે તેઓ ટોયલેટમાં ન્યૂઝપેપર કે મોબાઈલ લઈને જાય છે, આ આદતને બદલો. જો તમને કબજિયાત છે તો ઓછામાં ઓછા 15-20 મિનિટ ટોયલેટમાં કોઈપણ મોબાઈલ કે આઇપોડ કે પુસ્તક વગર બેસવાનો પ્રયાસ કરો.

આ સિવાય, તમે એક નિયમ બનાવો કે, એક સમયે જ ખાવું, એક જ સમયે પીવું અને પછી શૌચાલયમાં જવાનો પણ એક જ નિયમ બનાવો.

કબજિયાત દૂર કરવાનો ઘરગથ્થુ ઉપચાર : જો તમને કબજિયાત છે તો ઉપર જણાવેલી ટિપ્સની સાથે કેટલાક ઘરેલું ઉપાયો પણ અપનાવી શકો છો. દરરોજ સવારે 1 ચમચી ગાયનું ઘી હૂંફાળા પાણી સાથે અથવા સૂતી વખતે હૂંફાળા દૂધ સાથે લો. તે આંતરડામાંથી ગંદકીને સાફ કરવામાં ઘણી મદદ કરે છે.

દિવસમાં ઘણી વાર હૂંફાળું પાણી પીવાનો પ્રયાસ કરો. આ તમારા આંતરડાને રાહત આપવામાં મદદ કરી શકે છે. જો તમારું પાચન બરાબર છે તો લંચ સાથે સલાડ અવશ્ય ખાઓ. કસરત કરવાનું ભૂલશો નહીં, તમે દિવસમાં 40 મિનિટ કોઈપણ ફિજિકલ એક્સરસાઇઝ કરો. કોઈપણ પ્રકારની શરીરનું હલનચલન તમારા માટે કામ કરી શકે છે.

કબજિયાત માટે યોગ : કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ કેટલાક યોગાસન પણ કરી શકો છો. જેમ કે માલાસના, અર્ધ મત્સ્યેન્દ્રાસન, સર્વાંગાસન, પવનમુક્તાસન વગેરે વગેરે.

આ બધી જ ટિપ્સ કબજિયામાંથી છુટકારો મેળવવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમારી કબજિયાત લાંબા સમય સુધી ચાલુ રહે છે તો ડૉક્ટરની મુલાકાત લો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા