Tuesday, September 27, 2022
Homeસ્વાસ્થ્યપેટની ચરબી ઘટાડવી હોય તો આજથી જ આ 5 આદતો જલ્દીથી બદલો,...

પેટની ચરબી ઘટાડવી હોય તો આજથી જ આ 5 આદતો જલ્દીથી બદલો, 1 મહિનાની અંદર જાતે જ ફર્ક જોવા મળશે

આપણે બધા સ્ટાઇલિશ કપડાં પહેરવા માંગીએ છીએ પરંતુ આ મોટું પેટ આપણને રોકે છે. જો કે, આ પેટને ઓછું કરવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડ્યા પછી પણ સફળતા નથી મળતી. જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું હોય તો તમારે તમારા આહારમાં ફેરફાર કરવાની જરૂર છે કારણ કે આહાર વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

તમારે વર્કઆઉટ સિવાય પણ, તમારી રોજિંદી આદતો પર પણ નજર રાખવાની જરૂર છે. મીઠું ઘટાડવાથી લઈને વધુ પ્રવાહી પીવા સુધીની આદતો તમારે સપાટ પેટ મેળવવા માટે તમારા જીવનમાં કેટલાક સ્વસ્થ ફેરફારો કરવાની જરૂર છે. અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જે તમારે તમારા ધ્યાનમાં રાખવાની જરૂર છે.

મીઠું ઓછું ખાઓ : હવે તમે પણ વિચારતા હશો કે, મીઠું ઓછું કરવાથી વજન ઘટાડવા ને શું સબંધ છે. પરંતુ તમે તમને જણાવી દઈએ કે મીઠામાં સોડિયમ હોય છે જે શરીરમાં સુજન પેદા કરે છે. જ્યારે તમે વધુ પડતું મીઠું ખાઓ છો ત્યારે તમારી ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે અને લો મેટાબોલિજ્મનો રેટ તમારા માટે ઝડપથી વજન ઘટાડવાનું મુશ્કેલ બનાવે છે.

તમે ઘણા ડાયેટિશિયનોની સલાહ સાંભળી હશે કે રાત્રે 8 વાગ્યા પછી ખોરાક ના ખાવો જોઈએ. આ એટલા માટે છે કારણ કે દિવસ દરમિયાન તમારું ચયાપચય ધીમો પડી જાય છે અને જ્યારે તમે રાત્રે ખાઓ છો ત્યારે તમારું વજન વધવા લાગે છે. આથી રાત્રે 8 વાગ્યા પહેલા ભોજન કરી લેવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે તેમાં મીઠાની માત્રા ઓછી હોવી જોઈએ અને હળવો ખોરાક હોવો જોઈએ.

4

વધારે પ્રવાહી પીવો : પેટની ચરબી ઘટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમારા આહારમાં વધારે પ્રવાહીનો સમાવેશ કરો. આ માટે તમે હેલ્ધી ડ્રિંક, પાણી, ડિટોક્સ વોટર, ગ્રીન ટી, બ્લેક કોફી, હેલ્ધી જ્યુસ વગેરે પ્રવાહી લઈ શકો છો. જ્યારે પણ તમને ભૂખનો અહેસાસ થાય ત્યારે તમારે પ્રવાહી લેવું જોઈએ.

આનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે અને તમે બિન જરૂરી બિનઆરોગ્યપદ નાસ્તા કરવાનું ટાળશો. તે તમને દિવસભર હાઇડ્રેટેડ રાખશે જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

ખાંડયુક્ત ખોરાક ખાવાથી બચો : તમારા સ્વાસ્થ્યની સૌથી મોટો દુશ્મન ખાંડ છે. બધાને એવું લાગે છે કે આ સ્વાદિષ્ટ ખાંડવાળા ખાદ્યપદાર્થો કરતાં વધુ સારું કંઈ હોઈ શકે નહીં, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકો ખાંડને ધીમું ઝેર પણ કહે છે કારણ કે ખાંડ તમારા શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે.

જો તમે સપાટ પેટ મેળવવા માંગતા હોવ તો તમારે કેક, ચોકલેટ, કૂકીઝ જેવા તમામ ખાંડવાળી વસ્તુઓથી દૂર રહેવાની જરૂર છે. આ બધામાં અનસેચ્યુરેટેડ ચરબી હોય છે જે તમારા શરીર પર જમા થાય છે અને તેને ઘટાડવી ખૂબ મુશ્કેલ છે.

પ્રોટીનથી ભરપૂર ખોરાક લો : જ્યારે તમે ખોરાક પ્રોટીનથી ભરપૂર ખાઓ છો ત્યારે શરીરને તેને યોગ્ય રીતે પચવામાં સમય લાગે છે. તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને તમે ઊર્જાવાન લાગો છો. તે તમારું ભૂખને ઓછી કરે છે.

આ માટે શ્રેષ્ઠ પ્રોટીનયુક્ત ખોરાકમાં ઈંડા, દાળ, ઓટ્સ, લીલા શાકભાજી અને બદામનો સમાવેશ થાય છે. જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો જે તમને વાહન ઓછું કરવા માટે મદદરૂપ થશે.

જો તમારું પેટ પણ વધી રહ્યું છે તો અને તમે સપાટ પેટ મેળવવા માંગતા હોય તો આ બધી ટીપ્સ અપનાવી શકો છો અને ખાતરી કરો કે તમે તમારા જીવનમાં આ ફેરફારો જલ્દીથી કરો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -
x