kabjiyat ni ayurvedic dava
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

દરેક લોકો માટે આપણું પેટ સાફ થવું એ ખૂબ જરૂરી છે. દરરોજ સવારે ઉઠીને જો આપણું પેટ પૂરતું સાફ ન થાય તો ઘણા બધા ગંભીર રોગને આમંત્રણ આપી શકે છે. પેટ સાફ ન થવાથી શરીરમાં ઘણા બધા ગંભીર રોગો પ્રવેશી શકે છે.

ગુજરાતી ભાષામાં આપણે પેટ સાફ ન થવું તેને કબજીયાત કહીએ છીએ. કબજીયાતને દૂર કરવા માટે અહીંયા તમને એક દેશી ઉપાય જણાવીશું. આ ઉપચાર કરવાથી બે થી ત્રણ દિવસમાં તમને કબજીયાતની કાયમી સમસ્યા દૂર થઇ જશે. જે લોકોને દરરોજ પેટ સાફ ન થતું હોય તે સમસ્યામાંથી તેમેને છુટકારો મળી શકે છે અને કબજીયાતની સમસ્યાને કાયમી રીતે મટી શકે છે.

કબજીયાતનો ઉપચાર જાણતા પહેલા કબજીયાત થવાના કારણો જાણવા ખુબજ જરૂરી છે. કબજીયાત થવાનું સૌથી મૂળભૂત કારણ એ આપણી ખાવાની ખોટી તેવો અને બહાર ના જંકફૂડ છે. કારણ કે બહારના ખોરાકની અંદર ફાઈબરની માત્રા ઓછી હોય છે. તેમાં મેંદાનું પ્રમાણ વધુ હોય છે.

બહારનો ખોરાક આંતરડામાં પાચન થવાને બદલે આંતરડામાં ચોટી જતો હોય છે અને એ ખોરાક પાછળથી આંતરડામાં સડે છે. આ કારણથી ખોરાક ખાવાની ખોટી આદતો અને બહારનું ભોજન કરવાથી કબજીયાત થવાની સંભાવના ખુબજ રહેલી હોય છે.

અહીંયા આપણે કબજિયાતને દૂર કરવા માટે આયુર્વેદ ની સૌથી શ્રેષ્ઠ ગણાતી હરડે નો ઉપયોગ કરીશું. હરડે કબજિયાતને કાયમી રીતે મટાડી શકે છે. આ ઉપાયમાં હરડે અને બીજી વસ્તુ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ તે વસ્તુ છે તજ. હરડે પેટ સાફ કરવા પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાતી દિવ્ય ઔષધી છે.

હવે જાણીએ કે કઈ રીતે તેનો ઉપાય કરવાનો છે: માત્ર 3 થી 4 દિવસ સવાર અને સાંજ ઉપચાર કરવાનો છે. 3 થી 4 દિવસ ઉપચાર કરવાથી પેટ સાફ ન થવાની જે સમસ્યા છે એ સમસ્યા મટી જાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 100 મિલી પાણી લેવાનું છે. તેને ગરમ કરવા માટે મુકવાનું છે.

ગરમ કરતી વખતે તેની અંદર એક ચપટી તજનો પાવડર નાખવાનો છે. બરાબર પાણી ગરમ થાય ત્યારબાદ પાણીને નીચે ઉતારી લેવાનું છે. પાણી ને નીચે ઉતાર્યા બાદ તે ની અંદર પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ નાખવાનું છે. પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ નાખી અને બરાબર હલાવી લેવાનું છે અને આ પાણી થોડું ઠંડુ પડે, હૂંફાળું રહે ત્યારે તેને ધીમે ધીમે પી જવાનું છે.

સવાર અને સાંજ બે ટાઈમ આનો ઉપચાર કરવાનો છે. રાત્રે સૂતાં પહેલા અને સવારે જાગીને આ પી જવાનું છે. ત્રણથી ચાર દિવસ ઉપચાર કરવાથી તમારી કબજીયાતની સમસ્યા છે એ જડમૂળમાંથી મટી શકે છે.

જે લોકોને દરરોજ સવારે પેટ સાફ ન થતું હોય, બે વાર ત્રણ વાર ટોયલેટ જવા છતાં પણ પેટ સાફ ન થતું હોય તેવા લોકો માટે આ ઉપચાર છે. આ ઉપાયથી પેટ સાફ થવાથી આંતરડા એકદમ ચોખ્ખા થઈ જાય છે સાથે સાથે શરીરની મોટા ભાગની બીમારીઓથી બચી શકાય છે.

જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો તમે તમારા મિત્રોને અવશ્ય જણાવજો સાથે સાથે આવી માહિતી દરરોજ જાણવા અને શીખવા માટે રસોઈ ની દુનિયા સાથે જરૂર થી જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા