વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો, મોંઘી દવાઓ લાવીને થાકી ગયા છો તો અપનાવો આ ઉપાયો

0
581
val kharvani dava gujarati

જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા છે તેમ તેમ આજે પર્યાવરણ ની અંદર ઘણો ફેરફાર થઈ રહ્યો છે. આપણી આસપાસનું વાતાવરણ ધીરે ધીરે ખૂબ જ પ્રદૂષિત થઈ રહ્યું છે. જેની સીધી અસર આપણા વાળ પર પડી રહી છે. જેથી આજે નાની ઉંમરમાં જ વાળ ખરવાના કેસ વધી રહ્યા છે.

આ ઉપરાંત આપણા ખરાબ ખાન-પાનને કારણે થતા પોષક તત્વોની કમીને કારણે પણ વાળ ખરવાની સમસ્યા વધી રહી છે. તમારી આસપાસ ઘણા લોકો ને વાળ ખરવાની સમસ્યા હશે. ઘણા વાળને ખરતા રોકવા માટે મોંઘી દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમને આ સમસ્યામાંથી છુટકારો મળતો નથી.

તમને વાળને ખરતા રોકવા માટેના કેટલાક ઉપાયો વિશે જણાવીશું. તો ચાલો જાણીલો આ ઉપાયો વિષે. 1) ડુંગળી નો રસ: ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળને ખરતા અટકાવી શકાય છે. કારણ કે ડુંગળી ની અંદર ભરપૂર માત્રામાં સલ્ફર રહેલું હોય છે.

જે વાળને મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. એક રિસર્ચ અનુસાર વૈજ્ઞાનિકોએ સો વ્યક્તિઓના વાળમાં ડુંગળીનો રસ નાખીને આ પ્રયોગ કર્યો હતો. જેમાંથી 75 વ્યક્તિના વાત ખરતા અટકી ગયા હતા. આ પ્રયોગ એક મહિનો દિવસ ચાલ્યો હતો.

2) એલોવેરા: એલોવેરા ની અંદર એક એવું તત્વ રહેલું હોય છે જે વાળો ના સ્વસ્થ વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે .આ તત્વ વાળના પીએચ લેવલ ને સારું કરે છે, જેથી વાળના વિકાસને વેગ મળે છે અને વાળ ખરતાં અટકી જાય છે. આ પાંચ ઉપાયો સિવાય પણ તમારે તમારા વાળની કાળજી રાખવા માટે દિવસભર પૂરતું પાણી પીવું જરૂરી છે તથા યોગાસન અને કસરતો કરવી પણ ખૂબ જ જરૂરી છે.

3) આમળા: આમળા ની અંદર વિટામિન સી રહેલું છે અને વિટામિન સી ની ખામી વાળ ખરવા માટેનું સૌથી મોટું કારણ હોઇ શકે છે. તેથી રોજ આમળાનું સેવન કરવાથી ખરતા વાળ અટકાવવા શકાય છે અને વાળને મજબૂત બનાવી શકાય છે. આમળાના સેવનથી શરીરને ઘણા બધા બીજા લાભ પણ થાય છે.

4) તેલની માલિશ: નારિયેળનું તેલ કે બદામનું તેલ લઇ તે તેલ માથાના વાળ પર લગાવી, આપણી આંગળીઓથી ધીરે ધીરે માલીશ કરવી. આ પ્રયોગ એક અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવો. આ પ્રયોગ કરવાથી ધીરે-ધીરે આપણા વાળ મજબૂત બને છે તથા ખરતા વાળ અટકે છે અને આપણા મગજમાં રહેલા તણાવ પણ દૂર કરે છે. જેથી વાળમાં તેલ ની માલીશ કરવી ખૂબ જ ફાયદાકારક છે.

5) મેથી: મેથી ની અંદર મળી આવતા વિટામિન અને બીજા તત્વો આપણા વાળને મજબૂત કરવા તથા ખરતા વાળને રોકવા માટે સૌથી વધારે ઉપયોગી છે. તેથી મેથીને વાળનો ગ્રોથ કરવા માટે સૌથી સારી ઔષધી કહી શકાય છે.

જો તમને આ માહિતી ગમી હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈ ની દુનિયા સાથે બીજી આવીજ માહિતી જાણવા માટે જોડાયેલા રહો.