jaiphal in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખીર બનાવવામાં સૌથી ઉપયોગી એવી વસ્તુ એટલે જાયફળ. જાયફળ વગર તમારી ખીર નો સ્વાદ અધૂરો જ રહી જાય છે. પણ આ જાયફળ નાં બીજા બધા પણ ઘણા ફાયદા થાય છે જે તમે જાણતા નહિ હોય. તો આપણે જોઈશું જાયફળ નાં ફાયદા વિશે.

વિવિધ પ્રકાર ની મીઠાઈઓ માં જાયફળનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જાયફળ તીક્ષ્ણ, ગરમ, રુચિ ઉત્પન્ન કરનારું, હલકુ, અગ્નિને પ્રદીપ્ત કરનાર, ઝાડાને રોકનાર, કફ તથા વાયુનો નાશ કરનારું, પાચક, વીર્યવર્ધક અને માદક છે. જાયફળ કૃમિ, ઉધરસ, ઊલટી અને હ્રદય રોગોમાં હિતકારી છે.

જાયફળનું તેલ ઉત્તેજક, બલ્ય અને અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. તે જીર્ણ અતિસાર, પેટનો આફરો, તાણ, આંચકી, દાંતનું પરું વગેરે રોગોને મટાડે છે. દૂધમાં અડધી ચમચી જાયફળનું ચૂર્ણ ઉમેરી સૂતા પહેલા પીવાથી ખૂબ સારી ઉંઘ આવે છે. જાયફળને પાણીમાં ઘસી કપાળ પર તેનો લેપ કરવાથી માથાનો દુખાવો પણ મટે છે.

જાયફળને દૂધમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. નાના બાળકોને શરદી માં જાયફળનું ચૂર્ણ અને સૂંઠનું ચુર્ણ મધ સાથે સવાર-સાંજ ચટાડવાથી રાહત થાય છે. વાયુજન્ય પેટના દુખાવામાં ઉબકા કે ઉલટી થતી હોય ત્યારે તેમાં જાડામાં એકરતી જેટલા જાયફળના ચૂર્ણને શેકીને આપવાથી રાહત થાય છે.

કમરના દુખાવામાં જાયફળ પાણીમાં કે દારૂમાં ઘસી ચોપડવાથી રાહત થાય છે. પેટમાં ગેસ ભરાય, ઝાડો થાય નહીં ત્યારે લીંબૂના રસમાં થોડું જાયફળ ઘસી એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગેસ છુટે છે તથા ઝાડો થાય છે.

આ હતા જાયફળ ના ફાયદા. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા