bp vadhavathi thata rogo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બ્લડપ્રેશર વધી જવું, લોહીનું દબાણ વધી જવું, જે લોકોને આ સમસ્યા હોય, બીમારી હોય, બીપી વધી જવાની સમસ્યા હોય, લોહીનું દબાણ અચાનક વધી જતું હોય તેવા જે લોકો હોય છે એ લોકોને ૬ પ્રકારની એવી ગંભીર અને જીવલેણ બીમારી થઇ શકે છે. જેનાથી તમારો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.જે ખૂબ જ ગંભીર બાબત છે.

જેથી બ્લડપ્રેશરની સમસ્યા છે તે લોકોને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવું જોઈએ. તમારું બ્લડ પ્રેશર છે સામાન્ય રહેવું જોઈએ. જે લોકોને ખબર ન હોય કે બ્લડ પ્રેશર શું છે? તો અચાનક લોહીનું દબાણ વધી જાય તો શરીરમાં બેચેની થાય, અકળામણ થાય, માથામાં ચક્કર આવવા લાગે, ઘણી વખત વ્યક્તિ બેભાન થઈ જાય અથવા ઢળી જાય, માથાના પાછળ નાં ભાગ માં દુખવા લાગે છે, ઘણી વખત ઘણાં લોકોને નાક માંથી લોહી નીકળવા લાગે, દેખાતું ઓછુ થઈ જાય છે.

લોહીનું દબાણ વધવાની સમસ્યા છે એ એક પ્રકારનું સાયલન્ટ કિલર છે. ખૂબ ગંભીર બીમારી છે. તેને હલકામાં ન લેવી જોઈએ. જે લોકોના શરીરનું વજન વધારે હોય છે, શરીરમાં ચરબી વધારે ચરબીના થર જામી ગયા હોય છે આવા લોકોને આ બ્લડપ્રેશર વધવાની સમસ્યા ખૂબ જ શક્યતા રહેલી છે.

તેમજ જે લોકો માનસિક ટેન્શન લેતા હોય, માનસિક તણાવ, માનસિક થાક, સ્ટ્રેસ આ બધા કારણોસર પણ સમસ્યા થાય છે અથવા બહારનું ખાવાનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ચરબીમાં વધારો થાય છે અને એને કારણે પણ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

જે લોકોને બ્લડપ્રેશર વધવાની સમસ્યા છે એ લોકોને ૬ પ્રકારની એવા એટેક આવી શકે, એવા ગંભીર અને જોખમી હુમલો આવી શકે છે જેનાથી જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. તો કયા કયા પ્રકારના સાત હુમલાઓ છે જે તમારા શરીરમાં આવી શકે છે તો જાણો.

બ્રેઈન સ્ટોક: જે લોકોને બ્લડ પ્રેશર સમસ્યા હોય, બ્લડ પ્રેસર વધી જવાની સમસ્યા હોય તે લોકો બ્રેઈન સ્ટોક આવી શકે છે. અચાનક બ્લડ પ્રેશર વધી જાય થઈ જાય, અચાનક બીપી વધી જાય અને જો તમને સમયસર સારવાર ન મળે તો તમને બ્રેઈન સ્ટોક નો પૂરેપૂરો ખતરો છે, મગજ ની નસ ફાટી જવાની શક્યતાઓ ખુબ રહેલી છે અને જેને લીધે બ્રેઈન સ્ટોક એવી શકે છે.

દ્રષ્ટિ ગુમાવવી: જે લોકોને હાઇ બીપી ની સમસ્યા છે, તે લોકો ને જો અચાનક બ્લડ પ્રેશર વધી જાય અને જો તાત્કાલિક સારવાર ન મળે અથવા તો જો બ્લડ પ્રેશર કંટ્રોલ માં ન આવે તો તે લોકોને અંધાપો આવી શકે છે, દ્રષ્ટિ હંમેશા માટે પણ ચાલી જાય એવું પણ થઈ શકે છે.

કિડની ફેલ થઈ જવી:  અચાનક બ્લડ પ્રેશર વધી જાય અને સમયસર પૂરતી સારવાર ન મળે તો તમારી કિડની ફેલ થઈ શકે છે. કિડની ઉપર જોખમ રહેલું છે. કિડની ડૅમેજ થઈ શકે છે અને કિડની ફેલ થઈ શકે છે. જેથી બ્લડપ્રેશરને હમેશાં સામાન્ય રાખવું.

હૃદય બંધ પડી જવું અથવા હૃદય રોગનો હુમલો: જે લોકોને બ્લડપ્રેશર ની સમસ્યા છે. જે લોકોને બ્લડ પ્રેશર અચાનક વધી જાય અને જો સમયસર પૂરતી સારવાર ન મળે તો વ્યક્તિનું હૃદય પણ બંધ પડી શકે છે. હૃદય રોગનો હુમલો પણ આવી શકે છે અને તે જીવલેણ સાબિત થઇ શકે છે.

હાડકા નબળા પડી જવા: જે લોકોને બીપીની સમસ્યા હોય છે, જે લોકો વારંવાર બેભાન થઈ જતા હોય આવા વ્યક્તિના સમય કરતાં વહેલાં તેના હાડકા નબળા પડી જતાં હોય છે. જેને લીધે ઘણી બધી સમસ્યાઓ થાય છે. હાડકાના દુખાવા, સાંધાના દુખાવા અને પુષ્કર સમસ્યાઓ થાય છે.

માનસિક સ્વચ્છતા ગુમાવવી: આ એક પ્રકારની એવી સમસ્યા છે કે જો બ્લડ પ્રેશર વધી ગયું હોય અને સારવાર ન મળે અને જો બ્લડ પ્રેશર સામાન્ય ન થાય તો માણસ ડિપ્રેશન માં આવી જાય છે અને ઘણી વખત તેને  સમયસર સારવાર ન મળવાને કારણે  માનસિક સ્વસ્થતા પણ ગુમાવવી પડે છે.

જે લોકોને બ્લડપ્રેશર વધવાની સમસ્યા વારંવાર થતી હોય જે લોકો માટે એકદમ સરળ ઘરેલૂ ઉપચાર માં શું કરી શકે છે જેથી તેમનું બ્લડ પ્રેશર નોર્મલ રહે.

ઉપાય ૧) મેથી નાં દાણા લેવાના છે. આ મેથીના દાણા ને મિક્સર માં વાટી પાઉડર બનાવી ને ડબ્બી માં રાખી દેવો. દરરોજ રાતે એક બ્લડ હૂંફાળું ગરમ પાણી માં એક ચમચી મેથીના દાણાનો પાઉડર નાખી અને બરાબર હલાવી આ પાણી થોડું થોડું કરીને પી જવાનું છે.

ઉપાય ૨) સવારે ઊઠીને બે લસણ ની કળી લઈ તેને ફોલી ને ચાવી જવાની છે. તમે જો આ ઉપાય કરશો તો તમરૂ બ્લડ પ્રેશર હંમેશા માટે નિયંત્રણ માં રહેશે.

ઉપાય ૩) સૂર્યોદય ની પહેલાં અડધા કલાક પહેલા તમારે ચાલવા જવું. આ ખુબજ ફાયદાકારક છે. તો જે લોકોને બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તે લોકોએ સવારે ચાલવા જવું તે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા