શિયાળાની ઋતુ આવતાજ તમને અલગ-અલગ જગ્યાએ દુકાનોમાં કે બજારમાં જામફળ જોવા મળે છે. જામફળને શિયાળામાં ફળોનો રાજા કહેવામાં આવે છે. કારણ કે તેમાં નારંગી કરતાં વધુ વિટામિન સી અને સફરજન જેટલું આયર્ન હોય છે. આ સિવાય વિટામીન C, વિટામીન A, વિટામીન B2, E અને K, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસનું પ્રમાણ ખૂબ વધારે છે.
એટલે કે જામફળમાં અનેક ગુણો છુપાયેલા હોય છે.આટલું જ નહીં જામફળ તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદગાર છે. જામફળ તમને પેટની સમસ્યાઓ એટલે કે કબજિયાતથી લઈને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ જામફળ ખાવાથી કઈ બીમારીઓથી બચી શકાય છે.
થાઇરોડમાં ફાયદાકારક: જો તમને થાઇરોડ સંબધિત સમસ્યા છે તો તમારા માટે જામફળનું સેવન સૌથી સારો ઉપાય છે. તે હોર્મોન્સમાં સંતુલન બનાવી રાખવામાં ખુબ મદદગાર હોય છે અને થાઇરોડ ગ્રંથીઓની સમસ્યામાં પણ ફાયદાકારક છે. માટે થાઇરોઇડના દર્દીએ જામફળ જરૂરથી ખાવું.
નશો ઉતારવામાં ફાયદાકારક: તમને જણાવી દઈએ કે જામફળનો એક મોટો ફાયદો એ પણ છે કે તેને ખાવાથી નશો ઉતારવામાં પણ મદદ મળે છે. જયારે કોઈને નશો વધારે થઇ જાય ત્યારે તમે તેને જામફળ ખવડાવી શકો છો અને નશો ઉતારી શકો છો.
હિમોગ્લોબિનની ઉણપ દૂર કરે: જામફળમાં ઘણું આયર્ન હોય છે, તેથી તેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે. મહિલાઓએ જામફળનું સેવન કરવું જ જોઈએ કારણ કે ભારતીય મહિલાઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે.
કબજિયાતમાં રાહત: પેટની ગડબડમાં છુટકારો અપાવવામાં જામફળ મદદગાર સાબિત થાય છે. જામફળને સંચળ સાથે ખાવાથી પેટની સમસ્યાઓથી બચી શકાય છે. જામફળ તમારી પાચન તંત્ર માટે શ્રેષ્ઠ ફળ છે. તેથી કબજિયાતથી પીડિત મહિલાઓએ જામફળ જરૂરથી ખાવું.
ડાયાબિટીસ અને વજન નિયંત્રણ રાખે: ડાયાબિટીસ અને વધતું વજન એ આજે સામાન્ય સમસ્યાઓ છે. આ સમસ્યાઓથી બધા લોકો દુર રહેવા માંગે છે . જામફળમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારું છે.
આ સિવાય, ફાઈબરની હાજરીને કારણે, તે તમને વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે કારણ કે તેને ખાધા પછી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. જો તમે પણ ડાયાબિટીસ અને વજનને કંટ્રોલ કરવા માંગો છો તો જામફળનું સેવન જરૂર કરો.
ત્વચા ને સુંદર બનાવે: જો તમે સુંદરતા પ્રત્યે વધારે સજાગ છો અને ચહેરા ઉપર ચમક લાવવા માંગો છો તો જામફળ તમારા માટે શ્રેષ્ટ વિકલ્પ છે. જામફળમાં મળતા વિટામિન A, B, C અને પોટેશિયમ ત્વચા પર ચમક લાવે છે. તે ત્વચાને ડાઘ અને ખીલથી પણ બચાવે છે. આ ઉપરાંત, તે ત્વચાની કરચલીઓ અને ત્વચાની અન્ય સમસ્યાઓ સામે રક્ષણ આપીને તમને યુવાન રાખવામાં મદદ કરે છે.
મોઢામાં દુર્ગંધ દૂર કરે: જામફળના પાન ચાવવાથી શ્વાસમાં તાજગી આવે છે અને પેઢાં મજબૂત થાય છે. જો તમારા મોઢામાં દુર્ગંધ આવતી હોય તો જામફળના મુલાયમ પાન ચાવવાથી તમારા માટે ફાયદો થશે. આ સિવાય તેને ચાવવાથી પણ દાંતનો દુખાવો ઓછો થાય છે.
શરીરને ફિટ રાખે: જામફળમાં રહેલા પૌષ્ટિક તત્વો શરીરને ફિટ રાખે છે. જામફળ એક ઉચ્ચ ઉર્જાનું ફળ છે જે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. અને આ તમામ તત્વો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેમજ જામફળ ખાવાથી આપણું મેટાબોલિઝમ બરાબર રહે છે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.