હલવાઇ જેવી જલેબી બનાવવાની રીત

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે હલવાઇ જેવી જલેબી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી

  • 350 ગ્રામ મેદો
  • 500 ગ્રામ ખાંડ
  • 1 મોટી ચમચી દંહી
  • 350 ગ્રામ ઘી
  • કેસર
  • એલચી પાવડર

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો.
  2. આ લોટમાં દંહી નાખો અને તનું જાડું ખીરું બનાવો.
  3. આ ખીરાને 24 કલાક રાખી મૂકવું. હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું.
  4. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.
  5. આ પછી બીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું. હવે અગાઉ તૈયાર કરેલું ખીરૂં નીચેથી કાણાવાળો લોટો લઈ તેમાં ભરવું.
  6. કઢાઈમાં મૂકેલું ઘી ગરમ થાય ત્યારે લોટો ગોળ ગોળ ફેરવીને જલેબીના ચકરડા ઉતારવા. આ ચકરડા બરાબર તળાઈ જાય એટલે તેને નીચે ઉતારી, અગાઉ તૈયાર કરેલી ચાસણીમાં 5 થી 10 મિનિટ રાખવા.
  7. બસ ! જલેબી તૈયાર છે. પ્લેટમાં કાઢીને તેને ફાફડા સાથે લેવાથી સ્વાદિષ્ટ લાગે છે.