ભાખરવડી તો તેમ ખાધી જ હસે, પણ શું તમે બટાકાની ભાખરવડી ખાધી છે? આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી બટાકા ની ભાખરવડી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.
સામગ્રી :
- 3 નંગ બાફેલા બટેટા
- 2 કપ મેંદો
- 1/2 કપ રવો
- 2-3 ટે સ્પૂન શેકેલાં સિંગદાણા
- આદું મરચાની પેસ્ટ
- આમચૂર પાવડર
- ગરમ મસાલો
- બૂરૂ ખાંડ
- કોથમીર
- મીઠુ
- તલ
- તેલ
બનાવવાની રીત
- મેંદો અને રવો મિક્ષ કરી તેમાં મીઠુ અને તેલનુ મોયણ નાખીને પૂરી જેવો લોટ બાંધીલો .10 મિનીટ ઢાંકીને રાખો .
- એક બાઉલમાં ,બાફેલા બટેટાનો માવો લઈ,તેમાં સ્વાદ મુજબ આદું મરચાંની પેસ્ટ,મીઠુ ,આમચૂર,ગરમ મસાલો,બૂરૂ ખાંડ અને કોથમીર છાંટીને માવો રેડીકરો.
- શેકેલી સિંગને અધ કચરી ખાંડીલો .
- હવે મેંદાના લોટમાંથી રોટલો વણો(બહુ જાડો કે બહુ પાતળો નહીં)
- તેના પર બટેટાનો માવો પાથરીદો.ઉપર શેકેલી સિંગનો ભૂક્કો ભભરાવીને રોલ વાળીલો.આ રોલ ને તલમાં રગદોળીલો .
- આ રોલને 10- 15 મિનીટ ફ્રીજમાં મૂકીદો જેથી તે રોલ થોડો કડક થઇ જાય.
- આ રોલમાંથી 1 1/2cm ના ગેપથી કાપા પાડીલો .અને હળવેથી ફ્લેટ કરીલો.
- ગરમ તેલમાં આછા ગુલાબી તળીલો .
- સૉસ તથા ગ્રીન ચટણી સાથે સર્વ કરો .