ઈંડાના ગંધ થી થઇ ગયા છો પરેશાન તો, આ ટિપ્સથી વાસણને ફટાફટ કરો ગંધ મુક્ત

Spread the love

જો તમે ખૂબ જ વ્યસ્ત રહો છો અને તમને ખોરાક રાંધવા માટે ઘણો સમય નથી મળતો, તો ઇંડા ની વાનગી તમારી સમસ્યા ખૂબ હદ સુધી દૂર થઇ જાય છે. ઇંડા ભુર્જી, ઇંડા ઓમેલેટ, ઇંડા કરી, આ બધી ચીજો ઇંડા ખાનારાઓ ખૂબ પસંદ કરે છે.

સારી બાબત એ છે કે તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી. પરંતુ ઇંડાની સૌથી મોટી સમસ્યા એ છે કે ઇંડાની ડીશ ધોવી. ઇંડા માટે ઉપયોગમાં લેવાતા તમામ વાસણોમાં તીવ્ર ગંધ હોય છે અને જો તેને યોગ્ય રીતે ધોવામાં નહીં આવે તો ગંધ આવતી રહેશે.

તો ચાલો જાણીએ આવી પદ્ધતિઓ, જેના દ્વારા તમે ઇંડાની ગંધને સંપૂર્ણપણે દૂર કરી શકો છો અને સાથે સાથે ખુશ્બુદાર સુગંધનો આનંદ લઈ શકો છો

ચણા નો લોટ: ઇંડા ખાઈ લીધા પછી વાસણમાં ઇંડાની તીવ્ર ગંધ આવે છે, આવી સ્થિતિમાં, તમે વાસણ પર થોડો ચણાનો લોટ ઘસો. આ પછી વાસણને થોડા સમય માટે છોડી દો. પછી તે વાસણને સારી રીતે ધોઈ લો. ઇંડાની ગંધ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.

4

લીંબુ: ઇંડાના વાસણમાં થોડા લીંબુનો રસના ટીપાં નાખીને તેને થોડા સમય માટે છોડી દો. તમે આ માટે ઉપયોગમાં આવેલા લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. આવા લીંબુને વાસણમાં નાંખો, થોડુંક ગરમ પાણી નાંખો અને થોડો સમય એમ જ રહેવા દો,

પછી તેને સારી રીતે ધોઈ લો. લીંબુનો રસ દુર્ગંધ દૂર કરવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે . એક સારી રીત એ પણ છે કે વાસણમાં લીંબુ લિકવીડ સોપના થોડા ટીપાં નાખીને તેને થોડો સમય રાખો, તે પછી તેને સાફ કરો.

વિનેગર: વિનેગરનો ઉપયોગ કરવાથી વાસણો સરળતાથી ચમકે છે. તેની તીવ્ર ગંધ કોઈપણ પ્રકારની ખરાબ ગંધને સંપૂર્ણપણે દૂર કરે છે. આવી સ્થિતિમાં, વાસણ પર થોડા સમય માટે વિનેગરના થોડા ટીપાં નાખો.

જો તમારી પાસે વિનેગરનો સ્પ્રે હોય તો તે પણ લઇ શકો છો. વિનેગરનો છંટકાવ કર્યા પછી, થોડા સમય પછી ડીશને સાબુથી ધોઈ લો. આમ કરવાથી ઇંડાની ગંધ સંપૂર્ણપણે દૂર થઇ જશે.

બેકિંગ સોડા: બેકિંગ સોડામાં એવા ઘટકો મળે છે જે કોઈપણ પ્રકારની ગંધને દૂર કરવામાં અસરકારક છે. જો ઇંડાની ગંધ ખૂબ આવી રહી છે, તો પછી તે વાસણ અથવા જ્યાં પણ ગંધ આવતી હોય ત્યાં, બેકિંગ સોડા છાંટો અને થોડા સમય રાખો.

પછી તેને સાબુથી સારી રીતે સાફ કરો. બેકિંગ સોડા નાખેલા કોઈ પણ ડોલમાં તે વાસણને ડુબાવીને રાખીને પછી તેને ધોવાથી ગંધ પણ દૂર થશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા