આપણા શરીરની પાચન પ્રણાલી એકદમ જટિલ છે અને જો તમારી આંતરડા ઠીક ના હોય તો તમારી પાચન પ્રક્રિયામાં બદલાવ આવી શકે છે. પેટ અને ખાવા પીવાની લગતી મોટાભાગની બીમારીઓ હંમેશા પાચનતંત્રની ગરબડને કારણે જ થતી હોય છે.
આયુર્વેદમાં આંતરડાના સ્વાસ્થ્ય વિશે ઘણું બધું કહેવામાં આવે છે જેમ કે જો આંતરડા યોગ્ય હશે તો તમારું સ્વાસ્થ્ય પણ યોગ્ય રહેશે અને રોગોથી પણ દૂર રેહશો. આંતરડાને માત્ર ખોરાક પચાવવાનું સાધન જ ના માનો પરંતુ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને પણ દૂર કરવાનું પણ કામ કરે છે અને તે પાચનતંત્રને પણ પાટા પર રાખે છે.
આંતરડાના સ્વાસ્થ્ય નબળા માટે ઘણા કારણો હોઈ શકે છે જે આપણા પાચનતંત્રને સીધી અસર કરે છે. જેમ કે તણાવ, ખોટા સમયે ખાવું અને પીવું, ચિંતા, ખૂબ લાંબા સમય સુધી ઉપવાસ કરવો, બરાબર ઊંઘ ના લેવી, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ વધારે ખાવા, બિલકુલ કસરત ના કરવી, ઓછું પાણી પીવું, ખરાબ જીવનશૈલી જીવવી, ખોરાક સારી રીતે ચાવીને ના ખાવો, વધારે પડતું ધૂમ્રપાન કરવાથી અને માંસાહારી ખોરાક ખાવાથી વગેરે વગેરે.
આ તો હતા કારણો કે જેના કારણે તમારી આંતરડામાં સમસ્યા થઈ શકે છે પણ તેના બદલે તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને પણ તમારા શરીરને થોડું સારું બનાવી શકો છો. તો તમારે તમારી જીવનશૈલીની કેટલીક આદતોને બદલવી પડશે જેમ કે, ઊંઘની પેટર્ન બદલવી પડશે અને કસરત કરવાનો ટાઈમ ટેબલ બદલવો પડશે અને તમારા તણાવને પણ નિયંત્રિત કરવો પડશે.
ખાવાનું ખાવાની રીતને બદલો : તમારે ભોજન લેતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને તમારે કેટલાક નિયમો બનાવવ પણ પડશે. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખાઓ. જમવાનું શાંત અને આરામદાયક જગ્યાએ જ ખાવાનું રાખો, જરૂર હોય એટલું જ ખાઓ, વધારે ના ખાઓ, ગરમ ખોરાક ખાવાનો પ્રયત્ન કરો ખાઓ.
સારી ગુણવત્તાવાળો ખોરાક ખાઓ, ખૂબ ઝડપથી ખાવાનું બંદ કરો, ખોટા સમયે ક્યારેય ખાશો નહિ. દરરોજ ખાતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો. તમારા આહારમાં બધા 6 સ્વાદ લેવાનો પ્રયાશ કરો. સૂવાના સમયના 3 કલાક પહેલા કોઈ પણ વસ્તુને ખાવાનું બંધ કરો.
સવારે અને સાંજના વચ્ચે હર્બલ ચાનો ઉપયોગ કરો. બપોરના ટાઈમમાં જ સૌથી ભારે ખોરાક ખાઓ. તમારી દિનચર્યામાં શ્વાસ લેવાની કસરતોનો સમાવેશ કરો. તમારે દરરોજ કેટલીક હલનચલન કસરતો અને શ્વાસ લેવાની કેટલીક કસરતો કરો.
વ્યાયામ માં જોઈએ તો યોગ કરો. સાયકલ ચલાવો. દરરોજ થોડું ચાલો. સ્ટ્રેન્થ ટ્રેનિંગની તાલીમ લો. સ્વિમિંગ કરી શકો છો. શ્વાસ લેવા માટેના યોગાસન : મેડિટેશન કરો. દરરોજ થોડો ટાઇમ અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભ્રામરી જેવા પ્રાણાયામ કરો.
મોબાઈલ, લેપટોપ દૂર રાખો : જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણે હંમેશા ફોન પોતાની બાજુમાં રાખીએ છીએ પણ આ આદત ખોટી છે કારણ કે તે માત્ર આંખો માટે જ ખરાબ નથી પરંતુ તે આપણી ઊંઘને પણ બગાડે છે. તમે પુસ્તક વાંચો, પ્રાણાયામ કરો, તમારા પરિવાર સાથે વાત કરો પરંતુ સૂતા પહેલા 1 કલાક ગેજેટ્સથી દૂર રહો.
જો તમને લાગે છે કે ઊંઘ વિના તમે તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો તો તે સાવ ખોટું છે. સૂવાથી તમારા આંતરડાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને પ્રયત્ન કરો કે તમે 10 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ અને મોડા રાત સુધી જાગશો નહિ.
દરરોજ સાત કલાક સૂવાથી લીવર ડિટોક્સ થાય છે અને હોર્મોન્સનું સંતુલન પણ જળવાઈ રહે છે. ઊંઘ તણાવને ઓછો કરે છે અને ચિંતાની સમસ્યા પણ ઓછી થાય છે. આ તમામ ટીપ્સ તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
આ બધી સામાન્ય ટિપ્સ છે જે મોટાભાગના લોકોને મદદ થઇ શકે છે પણ જો તમને કોઈ રોગ છે અથવા કોઈ પણ પ્રકારની સમસ્યા અનુભવી રહ્યા હોય તો તમારે જીવનશૈલી અથવા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા ડૉક્ટર સાથે વાત કરવી જ જોઈએ. જો તમને આ માહિતી ગમી હોય તો આવી વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.