ઉનાળાની ગરમીમાં ત્વચાને ઘણી અસર થાય છે. માત્ર પરસેવાના કારણે જ નહીં પરંતુ આ ઋતુમાં ધૂળ, પ્રદુષણ અને માટીના કારણે ત્વચામાં ડેડ સ્કિનની પરત જામવા લાગે છે. મૃત ત્વચાને કારણે ચહેરા પર કાળાશ દેખાવા લાગે છે અને ત્વચા પણ ખરબચડી દેખાય છે.
આવી સ્થિતિમાં, તમે મૃત ત્વચાને દૂર કરવા માટે બ્યુટી પ્રોડક્ટ્સની સાથે કેટલાક ઘરેલુ સામગ્રીમાંથી બનેલા ફેસ સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો. સારી વાત એ છે કે આ બધા સ્ક્રબ ઘરે સરળતાથી બનાવી શકાય છે અને ત્વચાની સ્વચ્છ બનાવવાની સાથે ગ્લોઈંગ પણ બનાવે છે.
જો તમારે પણ ચહેરા પર ડેડ સ્કિન જમા થઇ ગઈ છે અને તમે આ સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો તમારે તમારી ત્વચાના પ્રકાર અનુસાર એક વાર નીચે જણાવેલ ઘરેલું સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ.
(1) ખાંડ સ્ક્રબ સામગ્રી : 1 મોટી ચમચી ગ્રીન ટી, 1 મોટી ચમચી ખાંડ અને 1/2 નાની ચમચી મધ. વિધિ – પહેલા એક પેનમાં પાણી ઉકાળો અને તેમાં ગ્રીન ટી ઉમેરો. જ્યારે ગ્રીન-ટી બફાઈ જાય ત્યારે પેનને નીચે ઉતારી લો. હવે જ્યારે પાણી ઠંડુ થાય ત્યારે તેને એક બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો.
જ્યારે પણ તમે સ્ક્રબ તૈયાર કરો ત્યારે આ પાણીનો ઉપયોગ કરવાનો છે. તમારે ગ્રીન-ટીના પાણીમાં ખાંડ અને મધ મિક્સ કરવાનું છે અને પછી તેનાથી ચહેરાને સ્ક્રબ કરવાનું છે. ખાસ ટિપ્સ – આ સ્ક્રબ ડ્રાઈસ્કિન ત્વચાવાળા લોકો માટે બેસ્ટ છે. અને અહીંયા ઉપયોગમાં લેવાયેલી ખાંડ ખૂબ જ સારી ત્વચા એક્સ્ફોલિયેટર છે.
(2) પપૈયા સ્ક્રબ સામગ્રી : 1 મોટી ચમચી પપૈયાનો પલ્પ અને 1 ચમચી ઓટ્સ. વિધિ – પપૈયાની એક સ્લાઈસ મેશ કરીને તેમાં ઓટ્સ ઉમેરો. હવે આ મિશ્રણથી ચહેરાને 2 મિનિટ સુધી સ્ક્રબ કરો. તમે ઈચ્છો તો ઓટ્સને પણ પીસી શકો છો અને આ મિશ્રણમાં થોડું દૂધ મિક્સ પણ કરી શકો છો.
ખાસ ટિપ્સ : જો તમારી ત્વચા પર ખીલ થઇ રહ્યા છે તો તમારે આ સ્ક્રબનો ઉપયોગ ના કરવો જોઈએ. પપૈયામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ તમારી ત્વચામાં ચમક અને નિખાર લાવવાનું કામ કરે છે.
(3) નારંગી છાલ સ્ક્રબ સામગ્રી : 1 નાની ચમચી નારંગીની છાલનો પાવડર, 1 નાની ચમચી કાચું દૂધ અને 5 ટીપાં નાળિયેર તેલ. વિધિ – સૌથી પહેલા નારંગીની છાલને સૂકવીને પાવડર બનાવી લો. હવે એક બાઉલમાં નારંગીની છાલનો પાવડર, કાચું દૂધ અને નારિયેળનું તેલ ઉમેરો. હવે આ મિશ્રણથી ચહેરા પર સારી રીતે સ્ક્રબ કરીને પછી પાણીથી ચહેરો ધોઈ લો.
ખાસ ટિપ્સ : નારંગીની છાલનું સ્ક્રબ ચહેરા પર ચોંટેલી ડેડ સ્કિનના લેયરને દૂર કરે છે અને સાથે ચહેરા પર ચમક પણ લાવે છે. જો તમારી સ્કિન ઓઈલી છે તો તમે કાચા દૂધને બદલે દહીંનો ઉપયોગ કરી શકો છો.
નોંધ- જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો ઉપર જણાવેલ આ સ્ક્રબનો ઉપયોગ કરતા પહેલા તમારે ત્વચારોગ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. જો તમને આ બ્યુટી ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.