kapur na faida gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

હિન્દુ ધર્મમાં પૂજા પાઠની વસ્તુઓની લિસ્ટમાં કપૂરનું નામ પણ જરૂર હોય છે. કપૂરને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માત્ર કપૂરની સુગંધ જ તે જ જગ્યાને શુદ્ધ કરે છે. જો કે, જ્યોતિષમાં કપૂરની ઘણી એવી યુક્તિઓ અને ઉપાયો જણાવવામાં આવેલા છે, જે જીવનમાં આવતી પરેશાનીઓને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

જો તમારા જીવનમાં કેટલીક એવી સમસ્યાઓ છે જેનાથી છુટકારો મેળવવા માટે તમે લાંબા સમયથી ઉપાય શોધી રહ્યા છો અને તમને સાચું સસમાધાન નથી મળી રહ્યું, તો તમારે કપૂરની મદદ પણ લેવી જોઈએ. કપૂરનો રંગ સફેદ છે અને તે સુગંધી પણ હોય છે.

કપૂર શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. તમને જણાવી દઈએ કે નવ ગ્રહોમાં સૌથી સુંદર, વૈભવી અને ધનવાનનો દરજ્જો શુક્ર ગ્રહ જોડે છે. આવી સ્થિતિમાં જો શુક્ર તમારી કુંડળીમાં નબળો હોય અને તમારા જીવનમાં એક સાથે ઘણી બધી પરેશાનીઓ આવી શકે છે.

તો આજે આ લેખમાં અમે તમને, જીવનમાં આવતી આ સમસ્યાઓને દૂર કરવા માટે કપૂરના કેટલાક સરળ ઉપાયો વિશે જણાવવા જઈ રહયા છીએ. શુક્રનો પ્રભાવ : જો તમે જીવનમાં આર્થિક પરેશાનીઓ કરવો પડી રહ્યો છે અથવા માન-સન્માનનો અભાવ, દાંપત્ય જીવનમાં કલેશ, નોકરીમાં પરેશાની હોવ તો સમજવું કે તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ છે.

શુક્ર ગ્રહને સૌથી વધુ આકર્ષિત સુંદર અને સુગંધિત વસ્તુઓ કરે છે. આ ગ્રહનો રંગ સફેદ અને તેજસ્વી હોય છે, તેથી શુક્રને પણ કપૂર પ્રિય છે. કપૂરનો ઉપયોગ કરીને તમે નબળા શુક્રને મજબૂત બનાવી શકો છો.

નજરદોષથી બચવા માટે : જો તમને લાગે છે કે પરિવારના કોઈ સભ્યને નજર લાગી ગઈ છે અને તેના કારણે તેના સ્વાસ્થ્ય, પ્રગતિ અને સુંદરતા પર અસર થઈ રહી છે, તો તમારે માથાના ઉપરના ભાગેથી 7 કપૂર સીધી અને વિરુદ્ધ દિશામાં 7 વાર ફેરવવા જોઈએ અને પછી રાત્રે ચાર રસ્તા પર જઈને બધા કપૂરોને બાળી દો. એ પછી પાછું વળીને જોશો નહીં.

ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે : જો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે કલેશ હોય અથવા અશાંતિ હોય તો તમે કપૂરની મદદથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકો છો. તેના માટે તમારે ઘરના મંદિરમાં સવાર-સાંજ નિયમિતપણે કપૂરનો દીવો પ્રગટાવવો જોઈએ.

લગ્નમાં અવરોધો આવે છે : જો તમે લાંબા સમયથી લાઈફ પાર્ટનરની શોધમાં છો અને સારા સંબંધ મળ્યા પછી પણ હા થતી નથી તો શુક્રવારે માતા સંતોષીની પૂજા કરો અને કપૂરથી તેમની આરતી કરો.

નોકરીમાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવા : જો તમને નોકરી અથવા કાર્યસ્થળમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહયા છો તો એક રૂમાલમાં કપૂર બાંધીને તમારા વર્ક ડેસ્કની (ટેબલની પાસે) પાસે રાખો. આ કપૂર પોતાની સકારાત્મક ઉર્જાથી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવશે.

બીમારીઓને દૂર કરવા : જો તમારી તબિયત લાંબા સમયથી ખરાબ છે, તો તમારે સવારથી સાંજ સુધી નિયમિતપણે કપૂરને એક કપડામાં બાંધીને તમારી સાથે રાખવું જોઈએ અને જ્યારે પણ તમને તક મળે ત્યારે તેની સુગંધ લેવી જોઈએ. આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.

તમે રાત્રે સૂતી વખતે પણ તમારા ઓશિકા નીચે કપૂરને કપડામાં બાંધીને રાખી શકો છો. આ કરવાથી તમને ચોક્કસપણે ફાયદો થશે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા