અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ કોરોનાની મહામારી થી તમે અને તમારા પરિવારને તમે સુરક્ષિત રાખી શકો છો જેના માટે અહીંયા અમે તમને એક ઉપાય બતાવીશું. જે તમે તમારા પરિવારનું જીવન સુરક્ષિત રાખવા માટે એક પ્રયત્ન તો જરૂર કરી શકો છો. ઘણીવાર આપણને આવા વાતાવરણના બદલવાથી એવા અમુક વાયરસ આપણા શરીરમાં એટેક કરતા હોય છે અને પરિણામે આપણે બીમાર પડી જતાં હોઈએ છીએ અને કોરોના જેવી બીમારીઓ પણ આપણા ઉપર હાવી થઈ જતી હોય છે. એનું કારણ છે આપણામાં રહેલા wbc સેલ નું પ્રમાણ ઓછું હોય એ લોકોને વધારે પ્રકારે આવા વાયરલ ઈન્ફેક્શન કરતા હોય છે અને ઇફેક્ટ પણ કરતા હોય છે.

કોરોના ઓક્સિજન નું લેવલ ઘટાડી દે છે તો ઓક્સિજન નું લેવલ ને બેલેન્સ કરવા માટે અને તેને મેન્ટેન કરવા માટેનો ઉપાય છે અને બિલકુલ ઘરમાં જ રહેલી સામગ્રીઓથી તમે આ ઉપાય કરી શકો છો અને તમારું પરિવાર અને તમને પોતાને સુરક્ષિત રાખી શકો છે. તો જરૂર એકવાર આ ઉપાય તમે અપનાવજો અને તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખજો અને આવો ઉપાય જો બીજા લોકોને પણ મદદરૂપ થાય તો એક પુણ્યનું કામ છે એ પુણ્યનું કામ આપણે જરૂર કરીશું.

ઓક્સિજન લેવલને બેલેન્સ કરવા માટે સૌથી પેહલા એક ચમચી જેટલો અજમો લો અને અજમાની સાથે 7 થી 8 નંગ જેટલા લવિંગ લો. આ બંને વસ્તુને એકદમ ગેસની ધીમી આંચ પર એક મિનિટ માટે શેકી લો ( પણ આ અજમા અને લવિંગ બળવા ના જોઈએ ). બંનેમાંથી થોડી સુગંધ આવવા લાગે એટલા જ શેકવાના છે.

હવે આ બન્ને વસ્તુ શેકાઈ જાય પછી આપણે આને કોઈ એક પ્લેટમાં કાઢી લેશું અને અને બરાબર રીતે ઠંડા કરીશું. બરાબર ઠંડા થઇ ગયા પછી એક કોટનનું કપડું લો. ( તમે કોટન એકદમ, મલમલ નું કપડું હોય, બિલકુલ આછું કપડું હોય એવું લેવાનું, તમે એકદમ પાતળો રૂમાલ પણ લઈ શકો ) અને હવે શેકેલા અજમા અને લવિંગ આ કપડાંની અંદર નાખી દેશું અને આપણે ઓક્સિજન લેવલને વધુ બેલેન્સ કરવા માટે કપૂરની નાની ચાર ગોટી કપડામાં એડ કરીશું. ( કપૂરની ગોટી નું પ્રમાણ થોડું મોટું હોય તો તમારે બે ગોળી લેવી અને નાની ગોળી હોય તો ચાર ગોળી લેવી ).

આ ત્રણેય વસ્તુ ને બરાબર મિક્સ કરી અને એને આપણે પોટલી જેવું વાળી લેવાનું. દર 10 મિનિટે આપણે આ પોટલીને ઊંડા શ્વાસ સાથે એકાદ મિનિટ માટે શુંગવાનું છે. આ રીતે દર 10 મિનિટે સૂંઘવાથી આપણું ઓક્સિજન લેવલ ઘટતું હશે તો પણ બેલેન્સ થશે અને શરદી – ખાંસી તો દૂર રહેશે અને થોડા દિવસ પછી તમારે આ પોટલીને ચેક કરવાની.

જો આ પોટલી માંથી કપૂર ઓગળી ગયું હોય તો ફરીથી આમાં કપૂરની ગોળી નાખવી અને 10 – 12 દિવસ પછી તમારે ચેક કરવાનું અજમા અને લવિંગ માંથી પણ જો સુગંધ જતી રહી હોય તો ફરીથી તમારે અજમાં લવિંગને શેકી અને આ રીતે પોટલી બનાવવી.

અજમો અને લવિંગ ના ઘણા બધા ફાયદા હોય છે. અજમો એક મસાલો જ નથી, પરંતુ એક ઔષધી પણ છે. અજમાનો મુખ્ય કાર્ય શરીરની સફાઈ કરવાનું છે અને અજમા ની અંદર એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટીરિયલ ગુણથી ભરપૂર હોય છે અને એટલા જ માટે શરદી – ખાંસીમાં પણ ખૂબ જ રાહત રૂપ થાય છે.

તો અજમા ખાવાથી પણ એટલા ઉપયોગી બને છે અને અજમા ની સુગંધ લેવાથી પણ તમારૂં સ્ટ્રેસ લેવલ પણ ઘટે છે અને સાથે તમારા નાકમાં રહેલો કફ, નાકમાં રહેલી એલર્જી અને નાકમાં રહેલી તમારી શરદીનું પ્રમાણ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને જો તમારું નાક સાફ હશે તો તમને ઓક્સિજન લેવલ પણ વધી જશે.

હવે લવિંગ નો ફાયદો જોઇશુ, તો લવિંગ પણ ખૂબ જ ઉપયોગી એક ઔષધિ છે. લવિંગ એક મસાલા તો છે જ પણ સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કારણ કે લવિંગ વાયરલ ઈન્ફેક્શન, ગળાનું ઇન્ફેક્શન, શ્વાસ લેવામાં પરેશાની, માથાનો દુખાવો, શરદી ખાસી અને કોઈપણ પ્રકારનો કાનનો દુખાવો, સ્ટ્રેસને દૂર કરવામાં પણ લવિંગ ફાયદાકારક છે.

લવિંગ એક ઔષધિ કહી શકાય અને લવિંગ ની અંદર એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટિસેપ્ટિક જેવા પણ ગુણો રહેલા છે. લવિંગ ની અંદર વિટામિન કે હોય છે અને જરૂરી મિનરલ્સ, ઝીંક, કોપર, મેગ્નેશિયમ હોય છે. તેથી આપણું શુગર લેવલ પણ કન્ટ્રોલ માં થાય છે. ડાયાબિટીસના પેશન્ટને માટે પણ ઉપયોગી છે.

અસ્થમા જેવા રોગો માટે પણ લાભકારક છે. બીપી માં પણ કન્ટ્રોલ કરે છે. જેથી અમુક રોગોની સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. લવિંગ નો સ્વભાવ તીખો છે. જેથી એને ખાવામાં પણ ઉપયોગી થઈ શકે છે અને લવિંગને તમે શુંગવામાં પણ ઉપયોગી કરી શકો છો. જેથી તમારું કફ લેવલ ઓછું થાય છે અને પરિણામે ઓક્ષીજન લેવલ તમારું બેલેન્સ રહે છે.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા