Thyroid thay to su karvu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા તમને જણાવીશું Thyroid thay to su karvu તે વિશેની માહિતી. આજ કાલ નાં દોડધામ અને ઝડપી જીવન માં આ સમસ્યા એવી થઈ ગઈ છે, અને એલોપેથી માં તેનો ઇલાજ પણ નથી. બસ થાઈરોઈડ માનવ શરીર માં મળી આવતા એન્ડોક્રાઇનગ્લેન્ડ માંથી એક છે. થાઈરોઈડ ગ્રંથિ ગરદન માં શ્વાસ નળી ની ઉપર અને સ્વર યંત્ર ની બન્ને તરફ બે ભાગમાં બનેલી હોય છે. તેનો આકાર તિતલી જેવો હોય છે.

થાઈરોઈડ દરેક મનુષ્ય માટે ખૂબ જ અગત્યની ગ્રંથિ છે. થાઈરોઈડ ગ્રંથિ આપણા શરીરનું તાપમાન જાળવી રાખવાનુ કામ કરે છે. નાના બાળકોના મગજના વિકાસ માટે આ ગ્રંથિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. થાઇરોઇડ ગ્રંથિ આપણા શરીરને દૂષિત પદાર્થોને બહાર કાઢવા નું કામ કરે છે. આ ગ્રંથિ આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ અને પચાવવામાં મદદ કરે છે .

થાઇરોઇડ ને સાઇલેન્ટ કિલર ગણવામાં આવે છે, કેમ કે તેના લક્ષણો ધીમે ધીમે ખબર પડે છે.અને જ્યારે આ બિમારીનું નિદાન થાય છે. ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. સામાન્ય રીતે શરૂઆતના સમય માં થાઈરોઈડ નાં કોઇપણ લક્ષણ ની ખબર પડતી નથી, કેમ કે ગરદન માં નાની એવી ગાંઠ સામાન્ય ગણવામાં આવે છે. અને ત્યાં સુઘી તે ગંભીર સ્વરૂપ લઇ લે છે.

આ પણ વાંચો

હવે જાણીએ થાઈરોઈડ મટી જાય તે માટે આયુર્વેદિક ઉપચાર (Thyroid thay to su karvu): ૧) તુલસીના પાન:-  થાઇરોઈડના દર્દીઓ માટે આપણા આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે કે જો આવા દર્દીઓ રોજ ચારથી પાંચ તુલસીના પાન ચાવી ચાવીને ખાય તો આ રોગ આસાનીથી મળી શકે છે.

૨)દહીં અને દૂધ:- દર્દીઓએ રોજ બપોરે ૧ નાની વાટકી દહીં ભોજન સમયે લેવું જોઇએ. અને રાતના ભોજન સમયે એક ગ્લાસ સારામાં સારું દૂધ નું સેવન કરવું જોઇએ અને આ બંને વસ્તુના સેવનથી થાય છે અને વિટામિન બી જેવા જરૂરી વિટામિનો મળી રહેવાથી ખૂબ જ રાહત થાય છે.

૩) લીમડાના પાન: પાન ૩ થી ૪ લીમડાના પાન રોજ ચાવી ચાવીને ખાવાથી થાઈરોડ અને થાઇરોડ ના કારણે ઊભી થયેલી ઘણી બધી તકલીફો ધીરે ધીરે સારી થઈ જશે. ૪) ડ્રાયફ્રુટ:– અખરોટ સૌથી વધુ ફાયદાકારક છ. થાઇરોઈડના દર્દીઓ માટે અખરોટ એક ખૂબ જ જરૂરી ડ્રાયફ્રુટ છે.આની અંદર રહેલા તત્વો આવા દર્દીઓનાં દિમાગને તંદુરસ્ત રાખે છે અને તણાવ કે માનસિક બીમારીઓથી બચાવી રાખે છે.

૫) ડુંગળી, ગાજર, કાકડી અને બાફેલા ચણાનુ સલાટ. આ સલાડ થાઇરોઈડના દર્દીઓ માટે સો ટકા રામબાણ ઈલાજછે. જ્યાં સુધી થાઈરોઈડ માટે ત્યાં સુધી આ સલાડ રોજ સવારે કે બપોરે લેવું જોઈએ. ડુંગળી આપણા લોહીને શુદ્ધ કરે છે અને ગાજરમાં ઝિંક અને વિટામિન એ મળી આવે છે.જે થાઈરોઈડ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે આ સલાડનું સેવન થાઇરોઈડના દર્દીઓ માટે ખૂબ જ આવશ્યક છે.

૬)  શાકભાજી: ઝીંક અને આયર્ન થી ભરપૂર શાકભાજીઓનું સેવન વધારેમાં વધારે કરવું જોઈએ:-  સરગવાની સિંગ ની સબ્જી રોગો અને દર્દીઓ માટે અત્યંત આવશ્યક છે અને ખૂબ જ ફાયદાકારક છે આથી આ પ્રકારની શાકભાજીઓનો શાકભાજીઓનું સેવન બપોરના ભોજનમાં વધારેમાં વધારે કરવાથી થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ ધીરે ધીરે મટી જાય છે.

૭) ફ્રુટ : ફ્રુટ કે જેમાં પોટેશિયમ વધુ હોય તેવા જ લેવા જોઇએ. આ ઉપરાંત દાડમ પણ થાઇરોઇડ માટે અતિ મહત્વપૂર્ણ ફ્રુટ છે. થાઈરોઈડ નાં દર્દીઓએ પોટેશિયમથી ભરપૂર દાડમ ફ્રુટ નું સેવન કરવાથી ધીરે-ધીરે થાઇરોઇડમાં રાહત થશે.

૮) ગ્રીન ટી:– ગ્રીન ટી આપણા શરીરમાં એનર્જી ભરવા માટે ખૂબ જ ઉપયોગી છે જે આપણા વજનને પણ નિયંત્રિત રાખે છે તે ચા કે કોફી કરતાં ગ્રીન ટીનું સેવન કરવાથી થાઇરોઇડ ના દર્દીઓ માટે ખૂબ જ ફાયદો થાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

4 replies on “થાઈરોઈડ થાય તો કરો આ ૮ ઘરેલુ ઉપાય – Thyroid thay to su karvu”