kerini gotli khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે જેને કચરામાં ફેંકી દઈએ છીએ તેવી કેરીની ગોટલી ના ફાયદા વિશે જાણીશું.  ગુજરાતની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા તેની છાલ પર અનોખું સંશોધન કરવામાં આવ્યું છે.  ભારતમાં ૮૦ ટકા શાકાહારી માણસોમાં વિટામિન બી-૧૨ની ઊણપ હોય છે તે દૂર કરવામાં કેરીની ગોટલી મદદરૂપ બની શકે છે.

કેરીની ગોટલી માંથી મળતું મેંગી ફેરા નામનું ઘટક માનવ બ્લડમાં શુગરનું લેવલ પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સો ગ્રામ ગોટલી માંથી બે કિલો કેરીના રસ કરતાં પણ વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્ત્વો ધરાવતી ગોટલીને કચરામાં ફેંકી દેવામાં આવી રહી છે.

કેરીની ગોટલી માં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે. માનવ શરીર માટે જરૂરી ૨૦ એમિનો એસિડમાંથી ૯ એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી અને એમિનો એસિડ કેરીની ગોટલી માંથી બહુ મોટી માત્રામાં મળે છે. એમિનો એસિડમાંથી તૈયાર થતાં પ્રોટીન જ, શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કેરીની ગોટલી માંથી વિટામીન સી, કે અને એ મળે છે. જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટિઓક્સિડન્ટ તરીકે ની ભૂમિકા ભજવે છે. કેરીની ગોટલી માંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન એટલે કે લોહતત્વ જસત મેંગેનીઝ જેવા ખાન પણ મળી રહે છે. કેરીની ગોટલી ની માફક કેરીની છાલમાં પણ મેગી ફેરીન હોય છે.

તેથી પાકી કેરી જો છાલ સાથે ખાવામાં આવે તો પણ ડાયાબિટીસના દર્દીઓને ફાયદો મળી શકે છે.  છાલની સાથે માનવ શરીરમાં આંતરડામાં જતા ફાઇબર, પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે. શરીરમાં થતા ફાઈબર શરીરમાંથી વધારાની જાય છે.

કેરીની ગોટલીના કેટલાક નુસખા:(૧) રક્તપિત્ત રૂપે લોહીની ઊલટી થતી હોય તો કેરીની તાજી ગોટલી અથવા સુકી ગોટલીની પાણીમાં કે દૂધમાં પીસી તેનો રસ ગાળીને નાકમાંથી પાડવા અને પાવો. (૨) જો નસકોરી ફૂટતી હોય તો પણ આ જ નુસખો અપનાવો.

(૩) કોઈપણ પ્રકારે જો ઝાડામાં લોહી પડતું હોય તો છાશ અથવા ચોખાના ઓસામણમાં ગોટલી વાટીને પીવડાવી. (૪) ગર્ભવતી મહિલા ને ઝાડા થયા હોય તો ગોટલી ચાવી ને ખવડાવી. જેમાં પુષ્કળ પ્રમાણમાં ઝાડા ઉલટી થાય છે તેવા રોગ કોલેરામાં ગોટલી દહીં માં આપવી હિતાવહ છે.

(૫) વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તે રોગમાં ગોટલી ફાયદાકારક છે. બાળક પથારીમાં પેશાબ કરતું હોય તો તેમાં પણ કેરીની ગોટલી ફાયદો કરે છે. (૬) કરમિયા એટલે કે કૃમિના દર્દમાં ગોટલી ખાવી અથવા મધમાં ગોટલીનું ચૂર્ણ ચાટવુ.

(૭) વધુ પડતો પરસેવો થતો હોય તેમણે ગોટલીનું બારીક ચૂર્ણ શરીરે ચોડીને હંમેશા સ્નાન કરવું જોઈએ. (૯) માથામાં ખોડો થયો હોય તો ગોટલી અને ખસખસને પાણીમાં પીસી લેપ કરવું અને તે લેપ લગાવવો.

(૧૦) વાળ કાળા રાખવા માટે આમળા અને કેરીની ગોટલીનો જાડો લેપ કરવો. અને લગાવવો.અહિયા આપણે જેને કચરામાં ફેંકી દઈએ છીએ અને જે સરળતાથી તથા મફતમાં મળી રહે છે તેવી કેરીની ગોટલીના અદભુત ફાયદા વીશે જાણ્યુ.

મિત્રો અમને વિશ્વાસ છે કે તમે પણ કેરીની ગોટલી ના ફાયદા વિશે જાણ્યા પછી કેરીની ગોટલીને સાચવવાનું ચાલુ કરી દેશો અને તેનો ઉપયોગ કરવાનું પણ ચાલુ કરી દેજો. ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા