શિયાળાનો સમય માત્ર તેન ખુશનુમા હવામાન માટે જ સારો નથી હોતો, પરંતુ આ સમયે બજારમાં ઘણી ખાવા-પીવાની વસ્તુઓ મળે છે. પરંતુ આ તે સમય છે જ્યાં આપણી રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે તેની સાથે આપણા માટે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.
આ ઋતુમાં લોકો ખૂબ બીમાર પણ પડે છે અને સાથે જ તેમને હિમોગ્લોબીનની ઉણપ વગેરે જેવી બીજી સમસ્યાઓ થવા લાગે છે. જો આપણે ફક્ત મહિલાઓની જ વાત કરીએ તો પીરિયડ્સમાં થતી સમસ્યાને કારણે ઘણી પરેશાની થાય છે. તેમને લોહીની કમી સાથે હિમોગ્લોબીનની સમસ્યા થતી રહે છે.
જો ત્વચા અને વાળના હિસાબે જોવામાં આવે તો આ સિઝન ડ્રાય સ્કિન કરનારી અને ફ્રીઝી વાળ આપનારી છે, પરંતુ આ બધું આંતરિક સમસ્યાઓના કારણે પણ બની શકે છે. આજે આ લેખમાં તમને જણાવીશું એક એનર્જી ડ્રિન્ક વિષે, શિયાળાના પીણાની રેસિપી હિમોગ્લોબિન માટે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
શું કામમાં આવે છે આ ડ્રિન્ક ? આ પીણું માત્ર હેલ્ધી તો છે તેની સાથે સ્વાદિષ્ટ પણ છે. તેને એનર્જી હેલ્થ ડ્રિંક ગણવું જોઈએ જે ત્વચા અને વાળની સંભાળ રાખવાની સાથે-સાથે હિમોગ્લોબિન અને શરીરના એકંદર પોષણને ઠીક કરવામાં મદદ કરે છે.
હિમોગ્લોબીનની ઉણપને કારણે વાળ ખરવા, રોગપ્રતિકારક શક્તિની ઉણપ અને નબળાઈ વગેરે થાય છે અને આવી સ્થિતિમાં હિમોગ્લોબીન વધારવા માટે બીટરૂટ અને ગાજર મદદરૂપ થઇ શકે છે. બીટ કુદરતી રીતે તમારું લોહી વધારવાનું કામ કરે છે અને ગાજરમાં રહેલા તમામ પોષક તત્વો વિટામીન-એ અને બીજી ખામીઓને પૂરી કરે છે.
પીણું બનાવવાની રીત : અહીંયા આ પીણું બનાવવા માટે તમારે બાફેલી બીટ અને બાફેલા ગાજરનો ઉપયોગ કરવાનો છે.
સામગ્રી : 2 બીટ બાફેલી, 2 ગાજર બાફેલા, 2 આમળા, થોડા કોથમીરના પાન, 7 થી 8 મીઠા લીમડાના પાન, થોડા ફુદીનાના પાન, આદુનો ટુકડો, લીંબુ વૈકલ્પિક છે ( ફરજીયાત નથી), કેટલાક કિસમિસ (તેને મીઠું બનાવવા માટે)
ઉપર જણાવવામાં આવેલી બધી વસ્તુઓને બરાબર મિક્સ કરો અને પછી અડધો ગ્લાસ પાણી ઉમેરો. તેને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો અને આ મિશ્રણને ગ્લાસમાં નાખીને પી લો. તમારે તેને ઉકાળવાની પણ જરૂર નથી અને તમે તેને આ રીતે જ પી શકાય છે.
બાફેલી બીટ અને ગાજર જ શા માટે? બાફેલી બીટ અને ગાજરનો ઉપયોગ, તે પચવામાં સરળ છે. જે લોકોમાં હિમોગ્લોબિનની સમસ્યા, થાક, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમના આંતરડાની તંદુરસ્તી પણ સારી નથી હોતી અને તેમને આવી વસ્તુઓ પચવામાં મુશ્કેલી પડે છે. તો આવી સ્થિતિમાં કાચા શાકભાજી કરતાં બાફેલા શાકભાજી વધારે ફાયદાકારક હોઈ શકે છે.
કોણે આ પીણું ના પીવું જોઈએ? જે લોકો પહેલાથી જ કોઈ રોગ છે અથવા કોઈપણ સારવાર ચાલી રહી છે, જે લોકો કોઈ ચોક્કસ વસ્તુથી એલર્જી હોય છે. આવા લોકો જેમને આર્થરાઈટિસ વગેરેનો દુખાવો રહેતો હોય તેમણે આમળા અને લીંબુ જેવા ખાટાં ફળો ખાવાનું ટાળવું જોઈએ. પ્રેગનેન્ટ સ્ત્રીઓએ હંમેશા ડૉક્ટરની સલાહ પર જ કોઈ વસ્તુ લેવી જોઈએ.
જો કે આ પીણું ઘણા લોકોને ફાયદો પહોંચાડી શકે છે, પરંતુ તમારી વ્યક્તિગત સ્વાસ્થ્યની કોઈપણ સ્થિતિને કારણે તે તમને અનુકૂળ ના પણ હોય. તો આવી સ્થિતિમાં, તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.