how to cook tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાસી ખોરાક અથવા કાપેલું સલાડ અને ફળો જે તમારા શરીરમાં માત્ર ફૂડ પોઇઝનિંગ જ નહિ, તાવ, ઝાડા, પેટમાં દુખાવો અને ઉલટી જેવી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો તમને જણાવીએ એવા કેટલાક ફળો અને શાકભાજી વિશે, જેને ખાસ કાપીને તરત જ ખાવા જોઈએ.

આજના ઝડપી અને ગતિશીલ જીવનમાં, લોકો સવારનો નાસ્તો બપોરે, બપોરનું ભોજન અને રાત્રે ઉપયોગ કરે છે, પરંતુ શું તમને કોઈ ખ્યાલ છે કે આ ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે કેટલો નુકસાનકારક હોઈ શકે છે. જે તમને કલ્પના પણ નહીં હોય કે કાપેલા ફળોથી કેટલું નુકસાન થઈ શકે છે.

ફક્ત ઉનાળા માટે જ નહીં, પરંતુ અન્ય ઋતુઓમાં પણ થોડો સમય પહેલા કાપીને રાખવાથી તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થઇ જાય છે અને આમ ખાવાથી શરીરમાં અનેક રોગો થઈ શકે છે.

ચિકિત્સક અનુસાર “આખા ફળો અને શાકભાજી ખાવાથી શરીરને મોટા પ્રમાણમાં પોષક તત્વો મળે છે, જે ઘણીવાર પહેલા કાપવાથી પોષક તત્વો ઓછા થઇ જાય છે.” કુકીંગ ટિપ્સ જે તમારી જીવનશૈલીને સરળ બનાવશે

1) તેમને મોટા ટુકડાઓમાં કાપવાનો પ્રયાસ કરો.

2) શક્ય હોય ત્યાં સુધી છાલનો ઉપયોગ વધારે કરો, કારણ કે છાલમાં પોષક તત્ત્વોની માત્રા સારી હોય છે. જો તમે તેની છાલ કાઢવા માંગતા હોય તો, પછી પાતળી છાલ કાઢો.

3) શાકભાજીને બે-ત્રણ વાર પાણીથી સારી રીતે સાફ કર્યા પછી તેને સાફ પાણીમાં પલાળીને રાખો. આ પાણીનો ઉપયોગ તમે કણકમાં ભેળવી શકો છો અથવા દાળ બનાવી શકો છો. આને કારણે, શાકભાજીમાં હાજર પોષક તત્વો મળી રહેશે.

4) રાંધતી વખતે અને રસોઈ કર્યા પછી પણ ખોરાકને ઢાંકી રાખો, નહીં તો તેમાં હાજર પોષક તત્વો પાણીની સાથે ખોવાઈ જશે.

5) કાપેલા ફળોના ટુકડાઓને એક ચુસ્ત બંધ કન્ટેનરમાં ભર્યા પછી તેને ફ્રિજમાં મૂકી દો. શક્ય હોય તો કાપેલા શાકભાજી અથવા ફળોનો જલદી ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો.

6) રાંધતી વખતે વધારે પાણીનો ઉપયોગ ન કરો. આને કારણે ખોરાકમાં પૌષ્ટિક તત્વો ખતમ થઈ જાય છે અને લાંબા સમય સુધી રાંધશો નહીં.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા