fatakadi in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

અહિયાં તમને ફટકડી વિશે જણાવીશું. ફટકડી કઈ રીતે આપણ ને ફાયદાકારક સાબિત થઈ શકે અને આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે પણ જોઈશું. આમ ફટકડી વિશે બધા લોકો જાણતા હશે અને તેનો ઉપયોગ પણ જુદી જુદી રીતે કરતા હશે. પણ અહિયાં તમને તેના બીજા, જે ન જાણતા હોય તેવા ઉપાય વિશે જોઈશું.

ફટકડી એક આયુર્વેદિક ઔષધ છે. તેને વાપરતા પહેલા તેને બનાવવાની રીત : આ માટે બજારમાંથી ફટકડીના સ્ફટિક લઈ તેને માટીના વાસણમાં મૂકી ગરમ કરો. ગરમ કરવાથી તે ઓગળી જશે. ત્યારબાદ ધીમેધીમે પાણીનો ભાગ બળી જાય પછી તે એકદમ સફેદ રંગ ધરાવતા પોપડા સ્વરૂપે બની જશે. ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવું.

ઠંડું પડી ગયા બાદ આ પોપડા ને દળીને ચૂર્ણ બનાવી લેવું. જેને ફુલાવેલી ફટકડી કહેવાય છે. ઔષધ તરીકે હંમેશા ફુલાવેલી ફટકડીનો જ ઉપયોગ કરવો. આ રીતે ફટકડીને ફુલાવીને વાપરવાથી તેમાંથી અસુદ્ધી દુર થઇ સુદ્ધ બની જાય છે.

ફટકડીના ઔષધીય ઉપયોગો: એક થી બે ચમચી ફટકડી ના ચૂર્ણ ને એક ચમચી મધમાં મિક્સ કરી સવાર સાંજ બે વખત લેવાથી મોટી ઉધરસ અને છીંક આવતી હોય છે તેમાં તરત જ ફાયદો થાય છે. એક ગ્લાસ પાણીમાં ફૂલાવેલી ફટકડીનો અડધી ચમચી ચૂર્ણ મિક્ષ કરી તેનાથી સવાર-સાંજ કોગળા કરવાથી ભાગી ગયેલા દાંત ના પેઢા મજબૂત બને છે અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તે દાંત કે સકો થયો હોય તો તે દૂર કરે છે અને મોમાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે.

પાયોરિયા ની તકલીફમાં ફટકડી ઉમેર્યા પાણીના કોગળા કરવાથી ચમત્કારિક ફાયદો થાય છે. એક થી બે ચપટી ફુલાવેલી ફટકડીનો પાઉડર મધમાં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી એક થી બે દિવસમાં ચાંદા મટી જાય છે.

વાગ્યા પછી થતા ઘા માં ફટકડીનો પાઉડર દબાવી દેવાથી લોહી નિકળતું બંધ થઈ જાય છે. જૂના અને ન રુઝાતા ઘાને ફટકડીના ઉમેરેલા પાણીથી દિવસમાં બેથી ત્રણ વખત ધોવાથી ઝડપથી રૂઝ આવે છે અને ઇન્ફેક્શનને કારણે રસી આવતી બંધ થાય છે. બગીચામાં કે કુંડામાં વાવેલા કુલ છોડમાં ફટકડી ઉમેરેલું પાણી નાખવાથી વધુ પ્રમાણમાં ફુલ આવે છે.

આ માટે એક ગ્લાસ પાણીમાં ફટકડીનો ટુકડો આઠથી દસ વાર ફેરવી પાણી ફુલછોડ માં નાખવું. મહિનામાં એક વખત આવી રીતે કરવાથી માટી એસિડિક બનશે અને ફૂલનું પ્રમાણ વધી જશે.

ચહેરાની ત્વચા પરના ખુલ્લા છિદ્રોને બંધ કરવા માટે ફટકડીના ટુકડાને સહેજ ભીનો કરીને ચહેરા પર બે થી ત્રણ મીનીટ ઘસી અને પાંચ મીનીટ પછી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા પરના છિદ્રો સંકોચાઈ જશે અને ચહેરો લીસો અને ટાઇટ બને છે. એક ડોલ ગરમ પાણીમાં બે ચમચી ફટકડીનો પાઉડર ઉમેરી તેમાં ૧૫ મિનિટ સુધી પગ બોળી રાખવાથી પગના વાઢીયા મટે છે.

ઝાડા કે મરડા ની તકલીફ માં બે ચમચી ફટકડી નું પાઉડર મધ સાથે લેવાથી તરત ફાયદો થાય છે. જેમની પરસેવામાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય તેઓ નાવાના પાણીમાં ફટકડીનો એક ચમચી પાઉડર ઉમેરી તેનાથી નાય તો પરસેવાની દુર્ગંધથી છૂટકારો મળે છે.

સ્ત્રીઓને વધુ પડતા માસિકની તકલીફ માં એક થી બે ચમચી ફુલાવેલી ફટકડી નું ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થાય છે. ફટકડીના ચૂર્ણમાં જરૂર પૂરતું પાણી મેળવી ઘટ્ટ પેસ્ટ બનાવવી ખીલ થયા હોય તે જગ્યાએ આ પેસ્ટ લગાવી અડધો કલાક રહેવા દઈ ચહેરો ધોવાથી ખીલ સંકોચાઈને સુકાઈ જાય છે અને ખીલના ડાઘ પણ દૂર થાય છે અને તેનાથી ત્વચા પરનું વધારાનું ઓઇલ દૂર થવાથી નવા ખીલ થતા અટકે છે.

આમ ડહોળા પાણીને સ્વચ્છ બનાવવા માટે વપરાતી ફટકડીનાં અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે. ફટકડીનો ઉપયોગ એકથી બે ગ્રામ ના પ્રમાણમાં જ કરવો. વધુ પ્રમાણમાં ફટકડીનું સેવન કરવાથી ઉલટી ઉબકા કે અપચો કબજિયાતની સમસ્યા ઉભી થાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા