આપણા વાળના લીધે જ આપણે સુંદર લાગીયે છીએ તેથી આપણા વાળ ખૂબ જ કિંમતી છે અને તેની કાળજી લેવા માટે આપણે ઘણું બધું કરીએ છીએ. આમ તો વાળને ખરતા રોકવા માટે અને તેના સ્વાસ્થ્યને સુધારવા માટે ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે અને ઘણી બધી બજારમાંથી હેર કેર પ્રોડક્ટ્સ ખરીદવામાં આવે છે.
મોટાભાગના લોકોની સમસ્યા વાળ ખરવાની હોય છે અને આના નિવારણ માટે અનેક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પરંતુ શું ખરી ગયેલા વાળ ખરેખર પાછા ઉગી શકે છે કે પછી આ માત્ર એક ભ્રમ છે.
હેર ટ્રાન્સપ્લાન્ટથી લઈને વાળ ખરવા માટે બનાવેલા શેમ્પૂ સુધી ઘણી બધી આપણે કોશિશ કરવામાં આવે છે, પરંતુ કોઈ ફરક પડતો નથી. છેવટે ફરક કઈ વસ્તુથી પડી શકે છે અને વાળ ખરેખર ઉગી શકે છે કે કેમ આ કેવી રીતે જાણી શકાય ..
આ માટે બે જ રસ્તા હોઈ શકે છે. વાળ ખરવાનું કાં તો અચાનક શરૂ થઇ જાય છે અથવા તમારા વાળની રેખા ધીરે ધીરે ઓછી થતી જાય છે. તેમાંથી વાળનો ફરીથી ગ્રોથ થાય તે માત્ર એક સાથે શક્ય છે.
જો અચાનક જ વાળ ખરવા લાગ્યા હોય તો? જો અચાનક જ વાળ ખરવા લાગ્યા હોય અને ઘણા બધા વાળ ખરતા હોય તો તેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે કોઈ રોગ, શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ હોય તો, કોઈ દવાનું રિએક્શન, અમુક પ્રકારના તણાવને કારણે, કોઈપણ પ્રકારની બ્યુટી પ્રોડક્ટનું રિએક્શન વગેરે
આને મેડિકલ ભાષામાં એક્યુટ ટેલિજેનિક એફ્લુવિયમ કહેવામાં આવે છે. જો તમારી પાસે આવી સ્થિતિ છે તો શક્ય છે કે તમે સંપૂર્ણપણે રિકવર કરી શકશો. એકવાર તે ઉણપ, બીમારી અથવા તણાવ સમાપ્ત થઈ જાય તો તમારા વાળ ફરી 6 થી 9 મહિનામાં પાછા વધવા લાગશે, પરંતુ શરીરને આટલો સમય તો લાગી જ શકે કુદરતી રીતે સ્વસ્થ થવામાં.
વાળ ધીરે ધીરે ખરતા હોય તો, તે પણ કહી શકાય વાળની રેખા પાતળી થાય છે અથવા ઉંમરને કારણે હોઈ શકે છે, વારસાગત સમસ્યા હોય, અમુક પ્રકારના કારણે તેને પુરુષ/સ્ત્રી પેટર્ન વાળ ખરવા પણ કહી શકાય. આવા કિસ્સામાં વાળની વૃદ્ધિ ફરીથી એટલી જ થાય શક્ય નથી. તેની રિકવરી ઘણા પરિબળો પર આધારિત છે અને આનુવંશિકતા તેમાં ઘણી ઊંડી ભૂમિકા ભજવે છે.
આ માટે ડૉક્ટરની સલાહ પર જીવનભર માટે ટ્રીટમેન્ટ પણ ચાલી શકે છે. તે સગર્ભાવસ્થા દરમિયાન બંધ કરવામાં આવે છે અને આ ઉપરાંત ઘણા બધા લોશન અને ઓરલ હોર્મોન્સ આપવામાં આવે છે.
ડૉક્ટરની સલાહ વગર કંઈ પણ ના કરો : તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો તમે અમુક હોર્મોનલ ગોળીઓ અથવા બ્યુટી હેર ટ્રીટમેન્ટ જાતે લો છો તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે. કોઈપણ બ્યુટી પ્રોડક્ટ જાદુ ના કરી શકે. જે રીતે ટીવીમાં જાહેરાતોમાં બતાવવામાં આવે છે તેવું નથી હોતું તેથી તમારે કોઈપણ પ્રકારની કલ્પના કરવી જોઈએ નહીં.
ખાસ કરીને જો તમે હોર્મોનલ ગોળીઓ લેવાનું વિચાર કરી રહ્યા હોય તો હંમેશા ડૉક્ટરની સલાહ લો. તો હવે તમે જાણી ગયા છો કે તમારા વાળ વધશે કે નહીં. તમારી સમસ્યા અનુસાર તમારી ટ્રીટમેન્ટ નક્કી કરો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.