દરેક ગૃહિણી માટે સિક્રેટ ટિપ્સ, તમારા આળસુ પતિ પણ કરશે ઘરના બધા કામ, અપનાવો આ 4 ટિપ્સ

how do i get my lazy husband to help with housework
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે એમ વિચારો છો કે જ્યારે તમારા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તમારા પતિ, એક વાર કહેવાથી તમામ કામ કરી લેતા હતા, પરંતુ હવે જ્યારે તેઓ ઓફિસેથી ઘરે આવે છે ત્યારે માત્ર સોફા પર બેસીને આરામ ફરમાવે છે અને મોબાઈલમાં વ્યસ્ત રહે છે.

હવે તમે આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહો છો અને જ્યારે તમે તમારા પતિને ઘરકામમાં મદદ કરવા માટે કહો છો તો તે આળસ કરવા લાગે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો તમારે સ્વીકારવું જોઈએ કે તમારા જીવનસાથી ખુબ જ આળસુ છે.

હવે તમે પણ જાણી ગયા હશો કે આળસુ પતિને કામ કરાવવું એટલું પણ સરળ નથી. તેથી, આ લેખમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમારા પતિ તમને ઘરના કામમાં મદદ કરવા લાગશે.

1) શરૂઆતમાં ઓછી જવાબદારીઓ આપો : તમે અવારનવાર જોયું હશે કે તમારા પતિ ઘરના અમુક કામ કરવાથી દૂર ભાગતા હોય છે, પછી ભલે તે ઘરનું કોઈપણ કામ હોય. તમે દરરોજ વાસણ ધોવાથી લઈને રસોઈ બનાવવા અને ઘરને સાફ કરવા સુધીની તમામ જવાબદારી તમારી ઉપર હોય છે.

જ્યારે તમે આ બધું કામ કરી રહ્યા હોવ ત્યારે તે તમારા પતિદેવ સોફા પર બેસીને ટીવી જોતા હોય છે. જો તમે ઈચ્છો છો કે તે તમારા પતિદેવ તમને કામમાં મદદ કરે તો તમારે શરૂઆતમાં પતિને નાના-નાના કામ આપવાનું શરૂ કરવું જોઈએ.

તમે શરૂઆતમાં કેટલાક સરળ કામ આપી શકો છો જેમ કે તમે તેમને શાકભાજી સુધારવાનું કહી શકો છો અથવા બાળકોને ભણાવવા માટે કહી શકો છો. થોડા સમય પછી તમે તેમને ઘરના કામમાં મદદ કરવા માટે કહી શકો છો.

2) ધમકી આપવાનું અને ગુસ્સો કરવાનું છોડો : જો તમે આ કામ નહીં કરો તો હૂં તમારી સાથે વાત નહીં કરું, આ રીતે ધમકી આપવાથી તમારા પતિ પર બહુ અસર નહીં થાય, પરંતુ તે તમારી વાતને વધુ અવગણવા લાગશે. તેથી તમારે તમારા પતિને ધમકી આપવાનું બંધ કરો.

જો તમે તમારા પતિમાં થોડો સારો બદલાવ જોવા માંગતા હોવ તો તમારે ધમકાવવું અને દલીલ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે તમારા પતિને વધુ અડગ બનાવશે. તમારે તમારા પતિ પર ઓછો ગુસ્સો કરવો પડશે કારણ કે વધુ ગુસ્સો કરવાથી તમારા સંબંધોમાં વધારે મનમુટાવ આવી શકે છે.

3) તમારા પતિને તમારા પરિવારનો સુપરહીરો કહો : તમારે તમારા પતિને પણ બતાવવાનું છે અને દેખાડવાનું છે કે તે તમારા અને તમારા પરિવારનો સુપરહીરો છે અને તમે તેમની મદદ વગર કોઈ પણ કામ સરળતાથી નહીં કરી શકતા. તેમને જણાવો કે ઘરના કામમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે ફક્ત તે જ કરી શકે છે.

જ્યારે તમે તમારા પતિને જરૂરિયાતનો અનુભવ કરાવો છો ત્યારે તે પરિવાર માટે પોતાનું વધુ મહત્વપૂર્ણ માનવા લાગશે. આ લાગણી તેમને આળસમાંથી બહાર નીકાળવામાં મદદ કરશે અને તે પોતાની નજરમાં પોતાને હીરો તરીકે જોવા લાગશે.

4) વખાણ કરો : જો તમારા પતિ કોઈ સારું કામ કરે છે તો તેમના વખાણ પણ તમારે જ કરવા જોઈએ. ભલે તે તમને નાના-નાના કામોમાં મદદ કરે છે. તમારે તેમને માત્ર પોઝિટિવ વાતો જ કહેવી જોઈએ. ભલે તે તમારા માટે મોટું કામ ન હોય, પરંતુ લાંબા ગાળે તેમને બદલવામાં મદદ કરશે.

તમે બીજા કામો પણ કરવા માટે કહી શકો છો જેમ કે વોશિંગ મશીનમાં કપડાં ધોવા, તેમનું પોતાનું કામ જાતે કરવા કહી શકો છો. એક આળસુ પતિને સંભાળવું કોઈ અશક્ય કામ નથી. તમારે ફક્ત થોડી ધીરજથી કામ લેવું પડશે અને આ બધી ટિપ્સ તમારા આળસુ પતિને બદલાવ લાવી શકે છે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો પછી આજે જ આ ટિપ્સ અપનાવી જુઓ. આવી જ અવનવી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.