અહીંયા આપણે જોઈશું કે શરીરના હાડકાને કાયમી માટે મજબૂત રાખવા અને કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવો મટાડવા માટે ઉપયોગી સૌથી વધુ કેલ્શિયમ ધરાવતા ખોરાક ની યાદી જોઈશું. કેલ્શિયમ એ શરીર માટે ખુબ મહત્વનું ખનિજ છે. શરીરમાં રહેલ કુલ કેલ્શિયમ માંથી ૯૯ ટકા કેલ્શિયમ આપણા દાંત અને હાડકાંમાં સમાયેલું છે.
માટે જો પૂરતું કૅલ્શિયમ લેવામાં ન આવે તો દાંત અને હાડકાં નબળા પડી જાય છે. કેલ્શિયમનું શરીરમાં મહત્વ ખુબજ છે. હવે આપણે એવી વસ્તુઓની યાદી જોઉં છું જે કેલ્શિયમથી ભરપૂર છે અને ૩5 વર્ષની ઉંમર પછી દાંત અને હાડકાને નબળા પડતા અટકાવે છે.
ચિયા સીડ: 100ગ્રામ ચિયાસીડમાંથી 631 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું છે. તે મેગ્નેશિયમ, આયર્ન અને ફાઈબરથી ભરપૂર છે અને કબજિયાત મટાડે છે. ચીઝ: 100ગ્રામ ચીઝમાંથી 721 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે સાથે તે પ્રોટીનથી પણ ભરપૂર છે. પરંતુ સોડિયમનું પ્રમાણ વધારે ધરાવતું હોવાથી હાઈ બી.પી.ની તકલીફ મા ચીઝ ઓછી માત્રામાં લેવું.
રાગી: 100ગ્રામ રાગીમાંથી 344 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. રાગીમાં આયર્નનું સારું પ્રમાણ હોવાથી તે હિમોગ્લોબીનને પણ વધારે છે. નાના બાળકો માટે રાગી ખૂબ ફાયદાકારક છે. ટોફુ : સોયાબીનના દુધમાંથી બનતા પનીરને ટોફુ કહેવાય છે. 100ગ્રામ ટોફુમાંથી 350 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે.
તલ: 100ગ્રામ તલમાંથી 975 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત આયર્ન અને મેગનેશિયમ પણ સારા પ્રમાણમાં છે. કેલ્શિયમથી ભરપુર આ વસ્તુઓમાંથી ત્રણથી ચાર વસ્તુ દરરોજ ખાવાથી શરીરને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે છે અને હાડકા તેમજ દાંત મજબૂત રહે છે.
બદામ: 100ગ્રામ બદામમાં 264 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું છે. વિટામિન ઈ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી તે વાળ અને ત્વચાને સ્વસ્થ તેમજ યુવાન રાખે છે. પનીર: 100ગ્રામ પનીરમાંથી 420 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. ઓછી ચરબી ધરાવતું હોવા છતાં પનીર ખાવાથી ભૂખ ઓછી લાગે છે, જેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
પાલક: 100ગ્રામ પાલકમાંથી 99 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. તે વિટામીન એથી પણ ભરપૂર છે. દહીં: 100ગ્રામ દહીંમાં 110 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. દહીં આંતરડામાંથી નુકસાનકારક બેક્ટેરિયાને દૂર કરે છે. દૂધ: 100મિલીગ્રામ દૂધમાંથી 125 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. વિટામિન સી સિવાયના બધા વિટામિન દૂધમાંથી મળે છે.
અડદની દાળ: એક કપ બાફેલી અડદની દાળમાંથી 136 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. સાથે સાથે તે પ્રોટીનથી ભરપૂર હોવાથી વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. રાજમા: 100ગ્રામ રાજમામાંથી 143 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત તેમાં આયર્ન ખૂબ સારા પ્રમાણમાં હોવાથી તે હિમોગ્લોબીનને વધારે છે.
ઓરેન્જ: એક ઓરેન્જમાં 55 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું છે. કેલ્શિયમ ઉપરાંત તેમાં વિટામિન સી ખૂબ સારા પ્રમાણમાં છે. સૂર્યમુખી ના બીજ: 100 ગ્રામ સૂર્યમુખી ના બીજ માં 78 મિલી ગ્રામ કેલ્શિયમ રહેલું છે. આ ઉપરાંત તે વિટામિન ઈ થી ભરપૂર છે. ભીંડો: 100 ગ્રામ ભીંડામાંથી 82 મિલી ગ્રામ કેલ્શિયમ મળે છે. ભીંડો પોટેશિયમથી પણ ભરપૂર છે.
સોયાબીન: 1 કપ બાફેલા સોયાબીનમાંથી 175 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત તે પ્રોટીનથી ભરપૂર છે. અંજીર: 100ગ્રામ અંજીરમાં 162 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું છે. અંજીર ફાઈબરથી ભરપૂર હોવાથી અંજીર કબજિયાતને મટાડે છે. મગફળી : 100 ગ્રામ મગફળીમાં 92 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું છે અને પ્રોટીનથી પણ ભરપૂર છે
સરગવો: સરગવો કરતાં પણ વધુ કેલ્શિયમ સરગવાના પાન માં રહેલું હોય છે. 100 ગ્રામ સરગવાનાં પાનમાંથી 185 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. અળસી : 100ગ્રામ અળસીમાથી 255 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. અળસી ફાઇબરથી ભરપૂર છે . તે કોલેસ્ટ્રોલને બહાર કાઢી હાર્ટ એટેકથી બચાવે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.