heart no problem dur karva shu karvu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

૧) ચોકલેટ: જે ચોકલેટ ડાર્ક આવે છે, કેટબરી જેવી. આ ચોકલેટ છે આપણા માટે ખુબ જ ફાયદાકરક છે. ઘણા અમેરિકાના જે ડોક્ટર છે તે પોતાના દર્દીઓને જ્યારે પણ હાર્ટના કોઈ દર્દી આવે છે એમને તે લોકો ડાર્ક ચોકલેટ ખાવાનું વધુ માં વધુ ખાવાનુ કહેતા હોય છે.

૨) પિસ્તા:  પિસ્તાને સામાન્ય રીતે હાર્ટ માટે એક સારી ઔષધી પણ ગણવામાં આવે છે. તમે સામાન્ય રીતે ક્યારેક કાજુ બદામ અને આની સાથે પિસ્તાની ખરીદી પણ કરી હશે. તો પિસ્તા માત્ર આપણા શરીરના શરીરના હેલ્થી સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ આ હાર્ટ માટે પણ ખૂબ જ મહત્ત્વના છે.

પિસ્તાના રિસર્ચમાં પિસ્તા ઉપર થયેલા રિસર્ચમાં એ સાબિત થયું છે કે પિસ્તા ખાનારા લોકો માં ૯૫% લોકોને ક્યારેય પણ હાર્ટ નો પ્રોબ્લેમ નથી થતો. રોજ ૫-૭ પિસ્તા નું સેવન કરવાથી આપણા હાર્ટની બ્લોકેજ પણ દૂર થાય છે અને શરીર એકદમ તંદુરસ્ત રહે છે.

૩) ચણા: ચણા સામાન્ય રીતે આપણા શરીર ને મજબૂત બનાવવા માટે વજન વધારવા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે લોકોની  કમજોરી છે શરીરમાં, તે લોકો ચણા ખાઇ શકે છે. પરંતુ એક રિસર્ચ માં સાબિત થયું છે કે જે લોકો ચણા અથવા ચણાની દાળનો લોટ બનાવીને ખાય છે.

આ લોકોના શરીરમાં હાર્ટ ને લગતો પ્રોબ્લેમ જિંદગીભર ક્યારેય નથી થતો. અમુક સંજોગોમાં જે લોકોને થાય છે તે અન્ય કારણોસર થાય છે. પરંતુ ચણા રોજ રાત્રે પલાળી સવારે ખાવાથી, તમે તમારું આખું શરીર છે સો ટકા હેલ્ધી રહેશે.

૪) લસણ:- લસણની અંદર એન્ટિઓક્સિડન્ટ તત્વો ખૂબ વધારે પ્રમાણમાં રહેલા હોય છે.રોજ સવારે ૨ થી ૩ લસણની કળી ખાવાથી આપણા હાર્ટને લગતી કોઈપણ સમસ્યા દૂર થાય છે. લોહીનો બગાડ અથવા તો લોહી વધારે પડતું જાડું હોય, ફેટ વધારે હોય લોહીની અંદર તો આ ફેટની માત્રા પણ ઓછી થાય છે. કોલેસ્ટ્રોલ લેવલ પણ કન્ટ્રોલ થાય છે. અને શરીરમાં કોઈપણ પ્રકારની બલોકેજ તમે ૧૫થી ૨૦ દિવસમાં કંટ્રોલ કરી શકો છો.

૫) બાજરો: –  બજરો મેગ્નેશિયમ, પોટેશિયમ આ તમામ તત્વો ધરાવે છે. હાર્ટમાં બ્લોકેજ માટે હાર્ટ માટે ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે. તો બાજરા નો ઉપયોગ તમે બાજરાના રોટલા, રોટલી માં તેનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં ક્યારેય પણ હાર્ટ ની સમસ્યા નહીં થાય. આવું ઘણાં રિસર્ચ અંદર સાબિત થઈ ચૂક્યું છે.

૬) મલાઈ વગરનું ગાયનું દૂધ:- જે લોકો ભેંસનું દૂધ પીવે છે તે લોકો સાંભળી લો. તમારા શરીરમાં જિંદગીમાં ક્યારેક ને ક્યારેક કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. તમારું હાર્ટ બ્લોક થઈ શકે અને આના કારણે તમારા હાર્ટ એટેક આવવાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે. માટે તે ભેંસ નાં દુધ કરતા ગાયનું દૂધ પીવાનું રાખો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા