દૂધ પીવાથી ખરેખર એસીડીટી માં સુધારો થાય છે? એસીડીટી મટી જાય છે? એસિડીટી થવી આજના સમયમાં સામાન્ય બાબત જોવા મળે છે. નાનાથી લઈને મોટા સુધી દરેક લોકોને આ પ્રશ્ન સતાવ્યા કરે છે. એસીડીટી થવાના કારણોમાં બહારની ખાણીપીણી, બહુ વધારે પ્રમાણમાં દહીં છાશનું સેવન કરવું, ટમેટાનું સેવન કરવું, ખાટાં પદાર્થોનું સેવન કરવું, ખાટાં અથાણાં સેવન કરવું ,પકોડા બ્રેડ આ પ્રકારની વસ્તુઓ ખાધા કરવી, અડદની દાળનું સેવન વધારે પડતું કાર્ય કરવું, સરગવાનું શાક ખાધા કરવું, ખોટી ચિંતાઓ કર્યા કરવી, ટેન્શન કર્યા કરવું, નાની નાની વાતમાં માથાકૂટ કરવી, આ તમામ કારણો જવાબદાર છે.
જે લોકોને એસિડિટી થતી હોય તેવા લોકો ઘરેલું પ્રયોગો કરતા જ રહેતા હોય છે. તેમાંનો એક પ્રયોગ છે દૂધ પીવું. એસીડીટીના ઘણા દર્દીઓ એસિડિટીને કારણે થતી પેટની તકલીફો, બળતરા વગેરે ઓછી કરવા માટે દૂધ નો પ્રયોગ કરતા હોય છે. તો દૂધમાં ગાયનું દૂધ, ભેંસ નું દૂધ અને અમુક લોકો તો બકરીનું દૂધ પીતા હોય છે.
એસીડીટી જે લોકોને થતી હોય તે લોકો દૂધ પીવે તો, તત્કાલ ઠંડક પણ થઈ જતી હોય છે પરંતુ, દૂધ પીવાના બે કલાક પછી ફરીથી એસિડિટી વધે છે. તો તેનું મિત્રો મુખ્ય કારણ છે કે દૂધમાં કેલ્શિયમ રહેલું છે. તો કેલ્શિયમ જઠરમાં એસિડનો સ્રાવ વધારે છે. મોટાભાગના લોકોમાં આ ફરિયાદો થતી જોવા મળે છે.
જેને પરિણામે દૂધ પીધા ના બે કલાક પછી એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જે પેટમાં બળતરા વધારી શકે છે. એસીડીટી વધારી શકે છે. એસિડિટી એટલે અમ્લપિત. ટૂંકમાં એસીડીટી મટાડવા હોય તો દૂધનો માત્ર કામચલાઉ ફાયદો કરે છે. એસિડિટીને જડમુળથી મટાડે હોય તો, પહેલા ખાવા -પીવામાં ધ્યાન આપવું જોઈએ.
તળેલું, આથાવાળું, મરચા વાળું, રીંગણા આ બધું ખાવાનું બંધ કરી દેવું જોઈએ. ખટાશ સંપુર્ણ બંધ કરી દેવી જોઈએ. દહીં તથા છાશનો ઉપયોગ વિવેકમાં કરવો જોઈએ. આથાવાળી વસ્તુ થોડોક સમય ન ખાવી જોઈ. આપણે ટેન્શન સ્વભાવ, ચિંતા વાળો સ્વભાવ રાખીશું, ઉતાવળિયો સ્વભાવ રાખીશું તો આ બધામાં આપણે સુધારો લાવવો પડશે.
એસિડિટીથી બચવા માટે લોકો દૂધને બદલે એન્ટાસિડ ગોળીઓ પણ લોકો લેતા હોય છે. પરંતુ એન્ટાસિડ ગોળીઓ લેવાથી આપણે એસીડીટી મટી જાય છે એવું જરૂરી નથી. એસિડિટીને મટાડવાનો હોય તો, પ્રથમ છે આપણા ખોરાકમાં બદલાવ કરવો, બીજા ક્રમાંકે આવે છે આપણો સ્વભાવ સુધારો અને ત્રીજા ક્રમાંકે આવે છે કોઈપણ આયુર્વેદિક ઔષધી અથવા એલોપેથી ઔષધિ, કોઈ પણ દવાઓ તમે લઇ શકો છો.
આયુર્વેદ એકમાત્ર એવું છે, કે જે એસિડિટીને જડમુળથી મટાડે છે અને એ પેટમાં રહેલા એસિડને મળ દ્વારા બહાર કાઢે છે. એક માન્યતા છે કે દૂધ પીવાથી એસિડિટી મટે જાય છે તો હા એ મટી જાય છે પણ થોડોક સમય પૂરતી આપને રાહત મળે છે. પરંતુ જો એસીડીટી મટાડવી હોય તો આગળ જણાવ્યું તે પ્રમાણે, આપણે લાઈફસ્ટાઈલમાં સુધારો કરીશું.
આપણે આપણા સ્વભાવ સુધારીશું તો આપણને એસીડીટી મટાડવા પાત્ર છે. આ એક જે એક વાત હતી કે દૂધ પીવાથી એસિડિટી મટે જાય છે તો તેના વિશે સારી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમે એસીડીટી વાળા દર્દીઓને શેર કરો અન્યથા દરેક લોકોને શેર કરો. જેનાથી સાચી અને સારી માહિતી અનેક લોકો માં પહોંચતી રહે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.