health tips for weight loss in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ છીએ કે વજન ઘટાડવા માટે દરરોજ કસરત કરવી જોઈએ. પરંતુ શું આપણે આ દરરોજ કરી શકીએ છીએ, તો તમારો જવાબ હશે કે ના. ક્યારેક વ્યસ્તતાને કારણે તો ક્યારેક થાકને કારણે, આપણે દરરોજ કસરત કરી નથી શકતા.

આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે શું કરવું કે જેનાથી દરરોજ કસરત કરવામાં વધારાનો સમય પણ ના લાગે અને વજન પણ ઘટી જાય. તો દરેકના જીવનના વ્યસ્ત સમયમાં દરરોજ કસરત માટે સમય કાઢવો શક્ય નથી, પરંતુ દરેક વ્યક્તિએ ઊંઘવા માટે 6 કલાકનો સમય કાઢવો જ પડે છે.

એવામાં ઓછા લોકો જાણે છે કે તમે સૂતી વખતે પણ વજન ઘટાડી શકો છો પરંતુ આ માટે કેટલીક ખરાબ આદતોને છોડવી જરૂરી છે. કદાચ તમને એ વાતની ઉત્સુકતા હશે કે સૂતા પહેલા એવી કઈ ખરાબ આદતો છે જેને છોડવાથી વજન ઘટાડી શકાય છે. આવો જાણીએ.

સૂતા પહેલા ઠંડા પીણા બંદ કરો : ઉનાળાની ઋતુમાં ઘણા લોકો શરીરને ઠંડુ રાખવા માટે ઠંડા પીણાનો સહારો લે છે. ઘણા લોકો રાત્રિભોજન કર્યા પછી અને ઊંઘતા પહેલા ઠંડા પીણા પીવાની આદત હોય છે. પરંતુ ઠંડા પીણા પીવાથી ચરબી વધે છે પણ તેના બદલે 30 ગ્રામ પ્રોટીન શેક પીને સૂઈએ તો શરીર આના કરતા વધુ કેલરી બર્ન કરે છે અને પ્રોટીનથી મસલ્સને રિપેર કરી શકાય છે.

રાત્રે જમવાનું હળવું હોવું જોઈએ : દિવસમાં 4 વાર જમવું મહત્વપૂર્ણ છે. તેમાંથી રાત્રિભોજનનું પણ પોતાનું એક અલગ મહત્વ છે. પરંતુ ઘણા લોકો રાત્રિભોજન સમયે ભારે ખોરાક ખાય છે જે બિલકુલ યોગ્ય નથી. વાસ્તવમાં રાત્રે સૂતી વખતે મગજ વૃદ્ધિ હોર્મોન છોડે છે અને જો તમે રાત્રે વધારે ખાઓ છો અથવા મોડા ખાઓ છો તો વૃદ્ધિ હોર્મોન ચરબી એકઠી કરે છે, જેનાથી તમારું વજન વધે છે.

આલ્કોહોલ ના પીવો : આલ્કોહોલ લિમિટમાં લેવાથી શરીર પર કોઈ ખરાબ અસર થતી નથી. પરંતુ ઘણા લોકો સૂતા પહેલા તેનું સેવન કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખરાબ છે અને વજન માટે પણ સારું નથી. સૂતી વખતે આલ્કોહોલનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ ઓછું થઇ જાય છે. તેનાથી વજન વધવાની શક્યતા વધારે વધી જાય છે.

સૂતા પહેલા ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી દૂર રહો : મોટાભાગના લોકોની આદત હોય છે સૂતા પહેલા ટીવી અને મોબાઈલ સર્ફિંગ કરે છે. પરંતુ આ તમારી આદત ઊંઘ પર ઊંડી અસર કરે છે. આ બધી વસ્તુઓને સૂવાના લગભગ 1 કલાક પહેલા તમારાથી દૂર કરવી જોઈએ. જો નિષ્ણાતોનું માનીએ તો સાતથી આઠ કલાકની સારી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે.

આનાથી ઘણી બીમારીઓ તો દૂર થાય જ છે પણ તેની સાથે સારી ઊંઘ કેલરી બર્ન કરવામાં ખુબ મદદગાર છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ જે લોકો રાત્રિભોજન પછી સારી રીતે ઊંઘે છે તેઓ ઓછી ઊંઘ લેનારાઓ કરતાં 20 ટકા વધારે કેલરી બર્ન કરે છે.

જો તમને રાત્રે કંઈક સારું કામ કરીને સૂવાની આદત હોય તો સારું સાહિત્ય વાંચવું એ પણ સારો વિકલ્પ છે. તેનાથી તમને સારી ઊંઘ પણ આવશે અને તમારી ઈચ્છા પણ પૂરી થઇ જશે.

સૂતા પહેલા ના કરો કસરત : ઘણી મહિલાઓ સવારે ઓફિસ જવાને કારણે અથવા ઘરના કામમાં વ્યસ્ત રહેવાના કારણે કસરત કરી શકતી નથી. અને તેઓ રાત્રે કસરત કરે છે. રાત્રે કસરત કરવી ખરાબ નથી પરંતુ જો તમારે રાત્રે કસરત કરવી હોય તો સૂવાના 4 કલાક પહેલા કરી લેવી જોઈએ. હકીકત છે કે કસરતને કારણે શરીરમાં થાક લાગવાને કારણે ઘણી વખત સારી ઊંઘ આવતી નથી.

સૂતી વખતે લાઇટ બંધ કરો : જો તમને સૂતી વખતે લાઇટ બંધ કરીને સૂવાની આદત નથી તો આ આદતને જલદીથી સુધારી લેવી જોઈએ. હાર્વર્ડ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ મુજબ જે લોકો લાઈટ ચાલુ રાખીને સુવે છે તેમને ના તો સારી ઊંઘ આવે છે અને ના તો વધારે ઊંઘ આવે છે.

આનાથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર વધી જાય છે અને એડિપોનેક્ટીનનું સ્તર ઘટી જાય છે. એટલે કે તે તમારા શરીરમાં પ્રોટીનની માત્રાને ઘટાડે છે જેના કારણે તમારા શરીરમાં ગ્લુકોઝ અને ફેટી એસિડ્સ વધારે બની જાય છે અને ડાયાબિટીસનો ડર રહે છે

AC નો વધારે ઉપયોગ ના કરવો જોઈએ : ઉનાળામાં મોટાભાગના લોકો શરીરને ઠંડુ રાખવા માટે એસીનું તાપમાન નીચું રાખીને સૂઈ જાય છે. આ રૂમને વધુ પડતો ઠંડો બની જાય છે, પરંતુ તે શરીરમાં હાજર બ્રાઉન એડિપોઝ પેશીઓની અસરને ઘટાડે છે.

વાસ્તવમાં આ પેશીઓમાં પેટની ચરબી ઓછી કરવાની અને શરીરને ગરમ રાખવાની ક્ષમતા હોય છે. જે લોકો ઓછા ઠંડા રૂમમાં સૂવે છે તેઓ 75 ટકા વધુ કેલરી બર્ન કરે છે અને જ્યારે વધારે ઠંડા રૂમમાં સૂતા લોકો ઓછી કેલરી બર્ન કરી શકે છે.

તો જો તમે ખરેખર શરીરને સ્લિમ બનાવવા માંગતા હોવ તો આજથી સૂતા પહેલા આ 7 કામ કરવાનું બંધ કરો. તેનાથી તમને વજન ઘટાડવામાં ઘણો ફાયદો થશે અને સાથે તમારે વધારાનો કોઈ ટાઈમ આપવાનો પણ જરૂર નહિ પડે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા