haras masa no upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકોને Haras masa વારંવાર થયા કરતુ હોય છે. ગુદામાંથી બ્લીડીંગ થયા કરતુ હોય છે. ગુદામાં સોજો આવી જતો હોય છે, ખંજવાર આવતી હોય છે અને બેસવામાં પણ તકલીફ થતી હોય છે. ચાલવામાં પણ તકલીફ પડતી જોવા મળે છે. તો ચાલો આજે જોઈએ આનો ઘરઘથ્થુ ઈલાજ જે તમે ઘરે પણ કરી શકો છો.

લોકો એવું પણ કહે છે કે આપણા પૂર્વજો પણ આ રીતે જ તેનો ઈલાજ કરતા હતા. પેહલી વાર આ ઉપાય કરો ત્યારે થોડા પ્રમાણ માં આ ઉપાય કરજો પછી તેના તમને ફાયદા જણાય અને તમારી પ્રકૃતિને અનુરૂપ થઇ જાય પછી તમે વધુ પ્રમાણમાં બનાવી શકો છે.

જો તમે ખાન-પાનમાં વારંવાર ફેરફાર કરશો તો તમને વારંવાર આ પ્રોબ્લમ થતો હોય છે.એટલે ઠંડી તાસીર ના પદાર્થો વધુ પ્રમાણ માં લેવા. વારંવાર હરસ થતું હોય તો આદુ, લસણ, તજ, લવિંગ, દૂધ, કોબીજ, આખી મેથી વગેરે બંદ કરી દેજો.

તો તમારે બજાર માંથી સુરણ લાવાનું છે. સુરણ ને લાવીને તેને ધોઈ લેજો. સાફ કર્યા પછી તેના નાના- નાના ટુકડા કરી લેજો. આખી રાત લીંબુ ના રસ માં પલાળી રાખજો અને બીજા દિવસે તાપ માં સુકવી દેજો. પાઉડર બનવા યોગ્ય ના થયું હોય તો તેને બીજા દિવસે તાપ માં સુકાવવા મૂકી દેજો (રાત્રે ઘર માં લઇ લેજો).

સુકાઈ ગયા પછી વાટી ને અથવા મિક્સરમાં એનો પાઉડર બનાવી લો. આ પાઉડરને રોજ તમારે નાસ્તા ના અડધા કલાક પહેલા, રાત્રે ભોજન ના પહેલા, 4 થી 5 ગ્રામ આ પાઉડર લઈને છાસ માં નાખીને સવાર સાંજ પીવાનો છે.

છાસ ની અનુકુરતાં ના હોય તો પાણી જોડે લઇ શકો છો. પાણી જોડે અનુકુરતા ના હોય તો મધ સાથે ચાટી ને પણ લઇ શકો છો.આ ઉપાય કરવાથી તમને ચોક્કસ લાભ થશે. તમે સુરણ ની સબ્જી માં લીંબુ નાખીને પણ આ ઉપચાર કરી શકો છો.

સુરણ નું રાઇતું બનાવ્યું હોય તો એમાં દહીં નાખીને પણ તમે લઇ શકો છો. આમ કરવાથી પાઇલ્સમાં તમને ઘણો ફાયદો થશે અને આંતરડા રીપેર થઇ જશે.

તમે પણ આ પાઉડર 100 થી 150 ગ્રામ બનાવીને સ્ટોર કરી શકો છો. આ ઘરઘથ્થુ ઉપચાર ચોક્કસ ફાયદાકારક થશે જો તમે ખાન-પાન માં કંટ્રોલ કરી શકશો તો.

તમને અમારી Haras masa પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા