hair loss home remedies in gujarati
Image credit - freepik
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

લાંબા, ઘાટા અને જાડા વાળ આપણા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આજકાલ ઘણા કારણોસર વાળ ખરવા લાગી જાય છે. અતિશય વાળ ખરવા એ એક મોટી સમસ્યા કહેવાય છે, જે ઘણી વખત ચિંતાનું કારણ બને છે. પુરુષોમાં ટાલ પડવી સામાન્ય છે પરંતુ સ્ત્રીઓ માટે મોટી સમસ્યા છે.

જો કે, જો સાચી રીતે સારવાર કરવામાં આવે તો કેટલાક આયુર્વેદિક ઉપાયોથી વાળ ખરતા અટકાવી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક આયુર્વેદિક ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માથામાં ટાલ પડતી અટકાવી શકે છે.

આ માહિતી અમને આયુર્વેદ નિષ્ણાત જીતુચંદનજીએ આ ઉપાયનો એક વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેઓ જણાવે છે કે ‘વાળ ખરવાની સમસ્યાને કેવી રીતે દૂર કરવી? આ વાળ વૃદ્ધિ જડીબુટ્ટીઓને ખાવાથી અને તેનો બાહ્ય ઉપયોગ કરવાથી તમને 45 દિવસમાં પરિણામ મળી શકે છે.

આમળા : આપણે બધા જાણીએ છીએ કે આમલા વાળ અને સ્કિન માટે સારા છે. આ ફળનો ઉપયોગ પેસ્ટ, તેલ અને ટોનિકમાં વર્ષોથી કરવામાં આવે છે. જે મહિલાઓને વાળ ખરવાની સમસ્યા છે તેમના માટે આમળા ખરેખર મદદરૂપ થાય છે. તમે દરરોજ સવારે આમળાના રસનો એક શોટ અથવા તેને તમારા વાળમાં પેક તરીકે પણ લગાવી શકો છો.

તેમાં ઘણા બધા આવશ્યક ફેટી એસિડ હોય છે જે તમારા વાળના ફોલિકલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે જે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. આમળામાં ટૈનિન અને કેલ્શિયમ હોય છે જે તમારા વાળને ડેમેજ અને ગરમીથી થતા નુકસાનથી બચાવે છે.

વાળનો ગ્રોથ વધારવા માટે ત્રણ મહિના સુધી દરરોજ એક કાચું આમળા ખાઓ. દિવસમાં એકવાર ખાલી પેટે 2 ચમચી આમળાનો રસ પીવાથી એકંદર આરોગ્ય માટે સારું છે. જો તમે તેનો પાવડરખાવા માંગતા હોવ તો અડધી ચમચી દિવસમાં બે વખત લો.

મીઠા લીમડાના પાંદડા : આ પાંદડામાં રહેલા ભરપૂર પોષક તત્ત્વો વાળને પાતળા થવા અથવા વાળ ખરતા અટકાવવામાં મદદ કરી શકે છે. આ પાંદડા મૃત વાળના ફોલિકલ્સને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે, જે વાળના વિકાસમાં અડચણ બને છે.

તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ એન્ટીઑકિસડન્ટો માથાની ચામડીને મોઇશ્ચરાઇઝ કરે છે અને મૃત વાળના ફોલિકલ્સને દૂર કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી અને આયર્નથી ભરપૂર હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે. તમે વાળમાં તેનું ઓઈલ લગાવી શકો છો.

નારિયેળનું દૂધ: નારિયેળનું દૂધ ઝીંક, ચરબી, પ્રોટીન અને વિટામિન B12, C અને E જેવાપોષક તત્વોથી ભરપૂર છે. વિટામિન E મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને સુરક્ષિત કરવામાં અને તેની સામે લડવામાં મદદ કરે છે.

તમારા વાળ કેરાટિનથી બનેલા હોય છે, આ એક પ્રકારનું પ્રોટીન જે તમે ખાઓ છો તે પ્રોટીનના પ્રકારો દ્વારા સપોર્ટેડ હોય છે. નારિયેળના દૂધમાં ઉચ્ચ પ્રોટીન પ્રોફાઈલ હોય છે જે સંભવિતપણે તમારા વાળને મજબૂત બનાવે છે. નારિયેળનું દૂધ પીવાની સાથે તેને લગાવવાથી પણ ફાયદા મેળવી શકો છો.

એલોવેરા : એલોવેરામાં વિટામિન A, C અને E હોય છે. આ ત્રણેય વિટામિન્સ સેલ ટર્નઓવરમાં ફાળો આપે છે, જે વાળના વિકાસમાં અને તેને ચમકદાર બનાવવામાં પ્રોત્સાહન આપે છે. તમે દરરોજ સવારે પાણીમાં એલોવેરાનો રસ મિક્સ કરીને લઈ શકો છો અથવા તેની જેલ વાળમાં પણ લગાવી શકો છો.

મેથીના દાણા : મેથીના દાણાનો ઉપયોગ વાળ ખરવા અને ડેન્ડ્રફ દૂર કરવા માટે થાય છે . આ બીજ ફોલિક એસિડ, વિટામિન A, વિટામિન K અને વિટામિન Cથી ભરપૂર છે અને પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનિજોનો ભંડાર પણ કહેવામાં આવે છે.

મેથીના દાણામાં ઉચ્ચ પ્રોટીન અને નિકોટિનિક એસિડનું પ્રમાણ પણ વધુ હોય છે, જે વાળ ખરવા અને ડેન્ડ્રફ સામે ફાયદાકારક માનવામાં આવે છે અને માથાની ચામડીની વિવિધ સમસ્યાઓ જેમ કે શુષ્કતા, ટાલ પડવી અને વાળના ખારવા અને પાતળા થવાની સારવાર કરે છે.

તેમાં મોટી માત્રામાં લેસીથિન હોય છે, જે વાળને હાઇડ્રેટ કરે છે અને વાળના મૂળ અથવા વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. આયુર્વેદ અનુસાર, મેથી ગરમ ખોરાક છે. મેથીના દાણાનો વધુ ફાયદો મેળવવા માટે તેને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે છે અથવા તેની ગરમી ઘટાડવા માટે સ્પ્રાઉટ્સ તરીકે ખાવામાં આવે છે.

તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણ પણ હોય છે અને ડિટોક્સીફિકેશન માટે એક સારો ઉપાય છે. તમે પણ
આ વસ્તુઓને તમારી દિનચર્યામાં સામેલ કરીને તમે વાળ ખરતા અટકાવી શકો છો. આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા