hair growth tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે મહિલાઓ ફિલ્મો અને ટીવી શો જોવે છે ત્યારે, સીરીયલમાં મહિલાઓ સવારે પથારીમાંથી બહાર નીકળતી જોવા મળે છે ત્યારે તેમના વાળ સિલ્કી અને સોફ્ટ દેખાય છે, તે આપણને જોવામાં ખૂબ જ સરસ લાગે છે. પરંતુ વાસ્તવિકતા આનાથી ઘણા કોષો દૂર છે એટલે આ વહેમમાં રહેવું નહિ.

હકીકત એ છે કે જ્યારે મહિલાઓ સવારે ઉઠે છે ત્યારે તેમના વાળ વિખરાયેલા અને ગુંચવાયેલા હોય છે. વાળને ધોવા માટે શેમ્પૂ અને કન્ડિશનરથી વાળને મુલાયમ બનાવ્યા પછી તેને સૂકવીને પછી હેર સ્ટાઇલ કર્યા પછી વાળ ત્યારે સુંદર દેખાય છે.

મહિલાઓ ઘણીવાર ટીવી જોતા જોતા વિચારે છે કે આપણા વાળ પણ સેલિબ્રિટીની જેમ સવારે સિલ્કી અને ફોફત હોય. જો તમે વ્યસ્ત હોવાને કારણે સવારે તમારા વાળને યોગ્ય રીતે કેર કરવાનો સમય નથી મળતો તો તમે વાળને સુંદર બનાવવા માટે રાત્રે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

જો તમે પણ રાત્રે વાળની સાર-​​સંભાળને લગતી આ ખાસ ટિપ્સ ફોલો કરશો તો તમારા વાળ પણ સવારે એકદમ સ્થાયી, હેલ્દી અને સારા દેખાશે. આનો ફાયદો એ થશે કે તમે તમારા વાળને સવારે ઘણો સમય બચી જશે અને તમારો લુક પણ આકર્ષક લાગશે.

સુતા પેલા રાત્રે વાળમાં તેલ લગાવો : દિવસમાં તીવ્ર પવન અને હવામાં રહેલા તત્વો વાળને શુષ્ક અને નિર્જીવ બનાવી દે છે. પરંતુ તેલ લગાવવાથી વાળમાં મોઈશ્ચરાઈઝ થાય છે અને આખી રાત માથામાં તેલ રહેવાને કારણે મહિલાઓ રિલેક્સ અનુભવે છે, આ સિવાય તે વાળને મૂળથી મજબૂત બનાવે છે અને વાળને પૂરતું પોષણ મળે છે જેના કારણે વાળ હેલ્દી રહે છે.

તમે રાત્રે નારિયેળ તેલ, બદામનું તેલ અથવા સરસોના તેલને માથામાં લગાવવું સારું છે. વાળની ​​લંબાઈ મુજબ તેલ લગાવો, આ માટે તેલને થોડું ગરમ કરીને પછી તેને હળવા હાથે માથામાં માલિશ કરતા કરતા લગાવો. બીજા દિવસે સવારે વાળને શેમ્પૂથી ધોઈ લો, તમારા વાળ સોફ્ટ અને ચમકદાર દેખાશે. આ સિવાય વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થશે.

હેર સીરમ લગાવો : જો તમને તેલ લગાવાથી ચીપચીપાહટ લગતી હોય તો તમે તમારા વાળમાં હેર સીરમ લગાવી શકો છો. આના કારણે વાળની ​​ફ્રિઝિનેસ ઓછી થાય છે અને ડ્રાય હેરની સમસ્યા રહેતી નથી અને વાળ ચમકવા લાગે છે. આ માટે હાથમાં એક કે બે વાર હેર સીરમ લો અને વાળના છેડા સુધી લગાવી લો, પરંતુ ધ્યાન રાખો કે મૂળ પર સીરમ ના લગાવશો, નહીં તો વાળ ઓઈલી દેખાશે.

સૂતા પહેલા વાળને હળવા બાંધો : જો તમે સુતા પહેલા વાળને ઢીલી ચોંટી બાંધીને અથવા તેને ઠીક કરીને સોફ્ટ હેર બેન્ડ લગાવો છો તો સવારે તમારા વાળમાં એટલી બધી ગુંચ પડતી નથી. વાળને વધારે ટાઈટ બાંધવાની ભૂલ ક્યારેય ના કરો, કારણ કે તેનાથી વાળના મૂળ નબળા પડે છે અને વાળ ખરી શકે છે.

વાળને ઢાંકો : રાત્રે ઘણી વાર પથારી સાથે વાળ ઘસવાથી પણ વાળ રૂખા થઇ જાય છે. જો તમે વાળને મુલાયમ રાખવા માંગતા હોય તો તમે વાળને રાત્રે ઠીક કરીને તેને નરમ કપડાથી બાંધી દો. આના કારણે વાળમાં ઘર્ષણ થતું નથી અને બે મુખી વાળ થવાની શક્યતા પણ ઘટી જાય છે.

ગંદા વાળ હોય તો સુવો નહીં : સામાન્ય રીતે વાળને 2 થી 3 દિવસના અંતરે ધોવા જોઈએ. જો વાળ સ્વચ્છ ના હોય તો તમે ફ્રેશ અનુભવતા નથી, તેમજ માથાની ખોપરી ઉપરની ચામડીના છિદ્રો બ્લોક થઇ જવાથી વાળને લગતી સમસ્યાઓ જેમ ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાઓ વધી જાય છે.

તેથી વાળ માટે તે વધુ સારું છે કે તમે દિવસ દરમિયાન અમુક અંતરે તમારા વાળ ધોઈ લો, જો વાળ ધોયા પછી પણ યોગ્ય રીતે સુકવવામાં ન આવે તો વાળમાં ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે.

આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, હેલ્થ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા