દિવસે ને દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે જેથી પ્રદુષણમાં પણ ખુબજ વધારો થઇ રહ્યો છે. પ્રદુષણ વધવાથી તેની સીધી અસર માનવી પાર પડે છે. સમય જતાં વધતા પ્રદૂષણને કારણે વાળની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આપણા વાળ એ આપણા શરીરનું સૌથી વધુ અગત્યનું અંગ ગણી શકાય છે.
જો સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓને વાળ પ્રતે ખુબજ પ્રેમ હોય છે. દિવસમાં અવાર નવાર સ્ત્રીઓ પોતાના વાળની કાળજી રાખતી હોય છે. પરંતુ નાની ઉંમરે વાળ ખરવા, સફેદ થવા અને નબળા પડવા એ માણસને ખુબજ તકલીફમાં મૂકી દે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વાળની સમસ્યા માટે પર્યાવરણ જ એકમાત્ર પરિબળ નથ.
પરંતુ આપણી જીવનશૈલી અને આહાર પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોષક તત્વોની ઉણપને કારણે વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનો ખતરો વધી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શરીરના અન્ય ભાગોની જેમ જ વાળને સ્વસ્થ રાખવા માટે યોગ્ય પોષણ અને કાળજી જરૂરી છે.
પોષક તત્વોથી ભરપૂર ખોરાક તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વાળ માટે પૂરતું પોષણ જરૂરી છે: આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વાળના એકંદર આરોગ્યને જાળવવા માટે બાયોટિન (વિટામિન-બી), વિટામિન ડી, વિટામિન ઇ, આયર્ન, વિટામિન સી, ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા પોષક તત્વોની જરૂર છે.
આ પોષક તત્વોને ખોરાકમાંથી સરળતાથી મેળવીને આપણે, વૃદ્ધાવસ્થા સુધી વાળને સ્વસ્થ અને ચમકદાર રાખી શકીએ છીએ. ચાલો જાણીએ એવી ત્રણ સૌથી જરૂરી પોષક તત્વો વિશે, જેનું સેવન વાળ માટે સૌથી જરૂરી માનવા માં આવે છે.
1- પ્રોટીનની માત્રામાં વધારો : પ્રોટીન માત્ર સ્નાયુઓની વૃદ્ધિ માટે જ નહીં, પણ વાળને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે એટલું જ જરૂરી છે. એક સર્વે અનુસાર પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરીને હૃદય, વાળ, મગજ અને ત્વચા જેવા અંગોને સ્વસ્થ રાખી શકાય છે.
ઈંડા, મરઘા, માછલી, ચણા, દાળ, ઓટ્સ અને કઠોળ પ્રોટીનના સારા સ્ત્રોત માનવામાં આવે છે. આમ વાળના વિકાસ માટે પ્રોટીન સૌથી જરૂરી છે. 2- વિટામિન B: વિટામિન B તંદુરસ્ત વાળના વિકાસમાં મદદ કરે છે. એક સંશોધન મુજબ, વાળ ખરતા અટકાવવા, વાળને સ્વસ્થ રાખવા, ત્વચા અને નખ માટે વિટામિન B ફાયદાકારક માનવામાં આવે છે.
વિટામિન B માટે માછલી, ઈંડા, બીજ, બદામ અને કેટલીક શાકભાજી જેવી કે શક્કરીયા, બ્રોકોલી અને પાલક નો ઉપયોગ કરી શકાય છે. વિટામીન-બીના સેવનથી વાળની સમસ્યાઓ દૂર કરી શકાય છે.
3- વિટામિન-ડી: હાડકાં ઉપરાંત વાળને સ્વસ્થ રાખવા માટે વિટામિન-ડીનું સેવન સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન-ડી એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સમાંનું એક માનવામાં આવે છે, જે વાળના ફોલિકલ્સની રચના અને વૃદ્ધિ માટે જરૂરી છે.
તમે વિટામિન ડી સૂર્યપ્રકાશ ઉપરાંત, મગફળી, મશરૂમ, કૉડ લિવર તેલ, સારડીન અને ઇંડામાંથી સરળતાથી મેળવી શકો છો. તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.