ઉનાળામાં પરસેવાના કારણે વાળ સુકા અને નિર્જીવ થઇ ગયા હોય તો, આ દાદીમાના નુસ્ખા અપનાવો

ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં વાળની સમસ્યાઓ વધી જાય છે. ખાસ કરીને ઉનાળામાં બહારથી ઘરે એવો ત્યારે પરસેવાના કારણે વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. એટલા માટે આ ઉનાળાની સખત ગરમીમાં તમારે તમારા વાળની વધારે સંભાળ લેવી જોઈએ. કાળજી લેવાનો એ અર્થ નથી કે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવો.

તેના બદલે તમે કેટલીક એવી રીતો અપનાવો, જેનાથી તમારા વાળ હંમેશા મજબૂત રહે. વાળ તૂટવા અને નબળા પડવા જેવી સમસ્યાઓથી બચવા માટે ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. એટલે કે આપણા દાદીમાએ આપણને જે ઘરેલુ ઉપાયો જણાવ્યા છે તે હંમેશા અસરકારક રહ્યા છે.

તમે પણ વાળમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જે તમારા વાળને વધુ સુંદર બનાવશે. આ સાથે તમારે વાળની ​​સંભાળની રૂટિનનું પણ પાલન કરવાથી તમારા વાળ હંમેશા હેલ્ધી રહેશે. તો આજે આ લેખમાં અમે તમને એવા ઉપાયો વિશે માહિતગાર કરીશું જેનાથી તમારા વાળ હંમેશા મજબૂત અને ચમકદાર રહેશે.

હેર માસ્કનો ઉપયોગ કરો : જો તમારા વાળ નિર્જીવ થઈ ગયા છે તો તમારે હેર માસ્કનો ઉપયોગ કરો. બજારમાં મળતા હેર માસ્કમાં કેમિકલ હોય છે તેથી ઘરે હેર માસ્ક બનાવીને ઉપયોગ કરો. નાળિયેર તેલ અને મધથી બનેલો માસ્ક શુષ્ક અને નિર્જીવ વાળ માટે ફાયદાકારક છે. નાળિયેર તેલ તમારા વાળને મોઇશ્ચરાઇઝ કરીને વાળને સોફ્ટ બનાવશે અને મધ વાળને હાઇડ્રેશન પૂરું પાડે છે.

આ માટે સામગ્રીમાં 2 વસ્તુની જરૂર પડશે. નાળિયેર તેલ અને મધ. હવે માસ્ક બનાવવા માટે, એક બાઉલમાં બંને સામગ્રીને સરખી માત્રામાં મિક્સ કરો. તમે તમારી વાળની લંબાઈ પ્રમાણે બનાવો.

આ હેર માસ્કને તમારા વાળ પર સારી રીતે લગાવીને, લગભગ 20 મિનિટ રાખીને, તમારા વાળને નોન સલ્ફેટ શેમ્પૂથી ધોઈ લો. તમે આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરો.

એલોવેરાનો ઉપયોગ કરો : આજની ભાગદોડવાળી જિંદગીમાં ઘણા લોકોની પાસે વાળની ​​કાળજી લેવાનો સમય નથી. ખાસ કરીને ઉનાળામાં પરસેવાના કારણે વાળ જલ્દીથી ખરાબ થાય છે. એટલા માટે તમારે અઠવાડિયામાં એકવાર સમય કાઢીને તમારા વાળની ​​ડીપ કન્ડિશનિંગ કરવી જોઈએ. એટલે કે રેગ્યુલર શેમ્પૂનો ઉપયોગ ના કરવો અને હર્બલ અથવા ઘરે બનાવેલા શેમ્પૂનો ઉપયોગ કરવો.

કન્ડિશનરની જગ્યાએ તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા વાળ માટે વરદાનરૂપ છે. એલોવેરામાં આવા ઘણા કુદરતી ગુણો જોવા મળે છે જે વાળના વિકાસ માટે ફાયદાકારક છે. એલોવેરામાં રહેલા એન્ઝાઇમ્સ વાળના ક્ષતિગ્રસ્ત કોષોને રિપેર કરવાનું કામ કરે છે જેનાથી વાળની ​​શુષ્કતા ઓછી થાય છે.

તેલ લગાવો : શુષ્ક અને નિર્જીવ વાળ થઇ ગયા હોય તો તમારા વાળમાં તેલ લગાવવું જોઈએ. વાળમાં તેલ લગાવાથી વાળને પોષણ મળે છે. જયારે પણ તમારે માથું ધોવાનું હોય તેની એક રાત પહેલા વાળમાં તેલ લગાવવું જોઈએ.

આમ કરવાથી તમારા શુષ્ક અને નિર્જીવ વાળમાં નવું જીવન લાવશે. તેલ વાળને મજબૂત બનાવે છે અને વાળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય વાળને ચમકદાર બનાવવા માટે તેલ લગાવવાનું ક્યારેય ભૂલશો નહીં. અઠવાડિયામાં બે વાર માથામાં તેલની મસાજ કરો.

આ બાબતોનું ધ્યાન રાખો : તમારા શુષ્ક વાળ પર હીટ ટૂલ્સનો ઉપયોગ ના કરશો. તેનાથી તમારા વાળને વધારે નુકસાન થશે. જો ઉનાળામાં તમારા વાળમાં વધારે પરસેવો થાય છે તો અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત તમારા વાળ ધોવા જોઈએ.

તમારા વાળને યુવી કિરણોથી બચાવવા માટે હંમેશા સ્કાર્ફ પહેરીને જ નીકળો. આશા છે કે તમને અમારી આ જાણકારી ગમી જ હશે, જો તમને આવી જ જાણકારી જણાવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.