pani ni tankine thandi karva mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એક કહેવત છે “જળ એ જ જીવન છે”. પાણી દરેક મનુષ્યની એક મૂળભૂત જરૂરિયાત છે, તેથી લોકો તેમના ઘરની છત પર એક પાણીની મોટી ટાંકી રાખે છે. જો કે છત કે ધાબા પર મૂકેલી પાણીની ટાંકી આપણી જરૂરિયાત પૂરી કરે છે, પરંતુ ઉનાળામાં સખત તડકાને કારણે પાણી ગરમ થઈ જાય છે અને ઘણા લોકોને પાણીનો ઉપયોગ કરી શકતા નથી.

ઉપરાંત, જ્યારે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પહેલા એક ડોલમાં પાણી બહાર કાઢવું પડે છે. જો કે, દરરોજ પહેલા પાણી કાઢી રાખવું અને પછી પાણીનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે.

પરંતુ હવે તમારે આવું કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ અને ટ્રિક્સ લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે તમારા ટાંકીના પાણીને ઠંડુ કરી શકો છો. તો ચાલો જાણીયે પાણીની ટાંકીને ઠંડી રાખવાની ટિપ્સ વિશે.

ટાંકી પર હળવા રંગનો પેઇન્ટ કરો : ઉનાળામાં તમારા પાણીના ટાંકાને ઠંડુ રાખવા માટે તમે ટાંકી પર હળવો કલર કરી શકો છો.કારણ કે હળવા રંગની પેઇન્ટિંગથી ટાંકીનું પડ જાડું બને છે અને ટાંકીની અંદર વધુ સૂર્યપ્રકાશ નથી આવતો.

આ સિવાય કલર કરવાથી, આ પાણીની ટાંકીનું તાપમાન સામાન્ય રહેશે અને દિવસભર પાણી ઠંડું રહેશે. જો કે આમ કરવાથી ફ્રિજ જેવું વધારે ઠંડું નહીં હોય, પરંતુ એટલું પૂરતું હશે કે તમે આ પાણીનો સરળતાથી ઉપયોગ કરી શકો.

પાઇપને ઢાંકી દો : તમારા પાણીને ઠંડુ રાખવા માટે બીજો ઉપાય છે કે તમે પાઈપોને ઢાંકી શકો છો. આ માટે તમને બજારમાં ઘણા પ્રકારના પાઈપોને કવર કરવા માટે પેપર અથવા કવર મળી જશે, પરંતુ તમે એવું કવર પસંદ કરો કે જે ઓવરહિટીંગ અટકાવે અને પાઇપને ઠંડુ રાખે.

આનાથી પાઈપો પર સૂર્યપ્રકાશની અસર ઓછી થશે અને તમે તમારા આખા ઘરની પાઈપોને ઢાંકી શકો છો. પછી જયારે પણ પાઇપમાંથી પાણી પસાર થશે તો ગરમ નહીં થાય. જો કે અહીંયા તમને થોડો ખર્ચ થશે પરંતુ ઉનાળામાં તમારું પાણી દિવસભર ઠંડુ રહેશે.

બરફનો ઉપયોગ કરો : તમને તે થોડું વિચિત્ર લાગશે અને મનમાં વિચાર આવશે કે આ કેવો ઉપાય છે, પરંતુ ઉનાળામાં પાણીને ઠંડુ રાખવા માટે આ સૌથી અસરકારક અને સરળ રીત છે. આ માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ કોઈ જરૂર નથી પડતી.

તમારે ફક્ત બજારના બરફના ટુકડાઓ મંગાવવાનું છે અને તેને તમારી પાણીની ટાંકીમાં નાખી દેવાના છે. જો કે આ તમારા પાણીને લાંબા સમય સુધી ઠંડુ નહીં રાખી શકે, જ્યારે તમે વધારે પાણીનો ઉપયોગ કરો ત્યારે તમારી ટાંકીમાં બરફના ટુકડા ઉમેરો.

ટાંકીને સૂર્યપ્રકાશથી દૂર રાખો : તમે તમારી પાણીની ટાંકીને સૂર્યથી બચાવવા અને દિવસભર પાણીને ઠંડુ રાખવા માટે તેના માટે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો આવતો હોય. આ માટે તમે તમારી ટાંકીને છતની જગ્યાએ ફ્લોર પર રાખી શકો છો.

જો કે આ માટે તમારે એક અલગ ટાંકી રાખવા માટે જગ્યા બનાવવી પડી શકે છે, પરંતુ તમારે ઉનાળામાં પાણી ગરમ થવાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બીજી બાજુ, જો તમારી ટાંકી છત પર મૂકવામાં આવી હોય તો પણ તમે ટાંકીને જુના કોથળા કે ચાદરથી ઢાંકી કે લપેટી શકો છો.

આ રીતે તમે તમારી છત પર મુકેલી ટાંકીને સારી રીતે ઢાંકી શકો છો. આ ટિપ્સથી તમે તમારા ટાંકીના પાણીને ઠંડુ રાખી શકો છો. આવી જ દરરોજ ઉપયોગમાં આવતી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા