hadka ma dukhavo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમારી ખાવાની સારી ટેવ હોવા છતાં તમારા શરીરના હાડકાં સતત નબળા પડી રહ્યાં છે તો તમારા હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે તમારે તાત્કાલિક હાડકાના ડૉક્ટરની સલાહની સાથે સાથે તમારી ખાવાની શૈલી બદલવાની જરૂર છે.

વાસ્તવમાં ખાવા-પીવાની ઘણી એવી વસ્તુઓ છે જેના કારણે શરીરને ફાયદો ઓછો થાય છે અને નુકસાન વધુ થાય છે. જેના કારણે હાડકામાં સતત દુખાવો રહે છે અને કમજોરી આવે છે. તો આવો જાણીએ એવા કયા કયા ખોરાક છે જે શરીરના હાડકાને નુકસાન પહોંચાડે છે.

વધારે મીઠું અને ખાંડ ન ખાઓ : મીઠા વગર તો રસોઈ બનાવવી સપના સમાન છે અને ખાંડ પણ આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ છે. આ બંને વગર તો ખોરાકમાં સારા સ્વાદની અપેક્ષા રાખી શકાતી નથી. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે મીઠું અને ખાંડના વધુ પડતા સેવનથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે.

શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે હાડકાં નબળાં થવા લાગે છે અને તમારા શરીરને હંમેશા દુખતું રહે છે. તેથી મીઠું અને ખાંડનું સેવન અવશ્ય કરો પરંતુ તેમની મર્યાદાને પણ ખાસ ધ્યાનમાં રાખો.

ચા અને કોફી પીવાનું ઓછું કરો : લાંબા સમય સુધી જાગવા અથવા ઊંઘમાંથી છૂટકારો મેળવવા અને ફિટ રહેવા માટે ઘરે-ઘરે ચા-કોફી પીવી એ સામાન્ય છે. પરંતુ આ બંનેની અંદર કેફીન નામનું તત્વ જોવા મળે છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

આપણે જેટલું વધારે ચા અને કોફી પીએ છીએ, ત્યારે તેની અંદર રહેલું કેફીન આપણા શરીરમાં રહેલા કેલ્શિયમને ઓછું કરે છે. જેના કારણે હાડકામાં દુખાવો થવા લાગે છે. એ જ રીતે બીડી-સિગારેટ અને ચાવીને ખવાતા તમાકુમાં રહેલું નિકોટિન પણ કેલ્શિયમની ઉણપને ઓછું કરે છે.

ઠંડા પીણાને કારણે કેલ્શિયમની ઉણપ : કોઈપણ પાર્ટી કે કિટ્ટી પાર્ટી અથવા નાના પ્રસંગમાં ઘણા લોકોને કોલ્ડ ડ્રિંક્સ વગર કોઈ પાર્ટી કરવી પસંદ નથી હોતી. તેઓ હજુ સુધી એ નથી જાણતા કે કોલ્ડ ડ્રિંક્સમાં સારો ટેસ્ટ આવે તે માટે સોડા અને કેમિકલ ભેળવવામાં આવે છે. જેના કારણે તેને પીવાથી હાડકાઓને ઘણું નુકસાન થાય છે અને હાડકા નબળા થવા લાગે છે.

આટલું જ નહીં, માંસાહારી ખોરાકમાં પ્રોટીન ખુબ જ હોય છે, જેથી માંસાહારી ખાનારા લોકોમાં પ્રોટીનની માત્રા વધુ હોવાને કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. જેના કારણે તેમના શરીરમાં દુખાવો રહેતો હોય છે.

જો તમે પણ અજાણતામાં આ બધી વસ્તુઓ વધુ પડતું સેવન કરતા હોય તો જરૂરિયાત મુજબ તેનું સેવન કરો. આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા